SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદ્ધ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ "Never he spirit was born; The spirit shall cease to be never; Never was time it was not; End and biginning are dreams. Birthless and deathless and changeless, Remaineth the spirit for ever; Death path noi touched is at all, Dead though the house of it Seemed." અર્થાત્ - આત્મા કેઈ કાળે જ નથી, આત્મા કોઈ કાળે અસ્તિત્વથી ભ્રષ્ટ થવાનું નથી. એવે કઈ સમય ન હતે, કે જ્યારે તે ન હતો. તેના આદિ અને અંત એ માત્ર સ્વનાં છે. આત્મા નિરંતર માટે અજન્મ છે, અમર છે, અવિકારી છે. મૃત્યુ એને કઈ કાળે સ્પર્શતું નથી, કદાચ આત્માનું ખોખું મરેલું ભાસતું હશે. - પશ્ચિમ તરફના દેશમાંથી આવેલું જડવાદનું મોજું આ કાળે આપણા યુવકવર્ગ ઉપર ફરી વળ્યું છે, અને પરિણામે તેઓ એમ માનતા બન્યા છે કે આ વિશ્વમાં બધું જ વિનાશ પામવાના સ્વભાવવાળું છે. પરંતુ એ દલીલમાં માત્ર અધું સત્ય છે. વાસ્તવમાં તે કશું વિનાશ પામતું જ નથી, પરંતુ આપણી સાંકડી દષ્ટિને કદાચ કોઈ વિનાશ પામતું જણાય તો પણ તે વિનાશ નથી, પરંતુ પર્યાયનું રૂપાંતર છે. કુદરતના રાજ્યમાં કશું જ ખરા અર્થમાં મરતું નથી. અણસમજુ લોકો મૃત્યુ જુએ છે. બાકી જ્ઞાનીજને તે સ્વરૂપને ફેરફાર, શક્તિ અને પ્રવૃત્તિનું અંતર એ સિવાય કશું જ જેતા નથી. નાનામાં નાનું આણુ પણ કઈ કાળે સદંતર લેપ પામી જતું નથી. આપણું શરીર આપણે મરી ગયું માનીએ તેમાં પણ ભૂલ છે, કેમકે શરીર કાંઈ એક અખંડ, સળંગ તત્ત્વ નથી, તે તે અણુઓને સંઘાત છે; અને એ અણુઓ એક શક્તિતત્ત્વ વડે, અમુક કાળ સુધી અમુક આકારે ગોઠવાયેલા રહે છે. જ્યારે અભિમાની (બેભાન આત્મા) એક શરીરમાંથી નીકળી જાય છે, ત્યારે એ શરીરંગત અણુઓ એકબીજા પ્રત્યે પૂર્વની જેમ હાકર્ષણથી જામેલાં ન રહેતા, એકબીજા પ્રત્યે વિરોધભાવ બતાવવા માંડે છે. અભિમાનીના નિવાસકાળ સુધી તેઓ આત્માની સત્તા વડે, એકબીજાને અવલંબન આપી રહ્યા હતા, પરંતુ અભિમાની જ્યારે તેમાંથી નીકળી જઈ બીજુ બેખું શોધી લે છે, ત્યારે તે શરીરગત અણુઓ સંધાનરૂપે નભી રહેવાનું પસંદ કરતા નથી. એ બધા આઓને એકઠા રાખનારું બળ પિતાની સત્તા પાછી ખેંચી લે છે, એટલે એ અણુઓ વિખરાવા માંડે છે. નાશ, મૃત્યુ, વિવર્ણ એ માત્ર અમુક આકાર છે, પરંતુ જે દ્રવ્યને એ આકાર હતે એને કશું જ લેવાદેવા નથી. મૃત્યુ કદાચ સંઘાતને સ્પશી શકે, પરંતુ અણને પશ શકે જ નહિ, વ્યક્તિત્વ અને અસ્તિત્વ નિરંતરને માટે એક સરખું જ કાયમ છે. જેને જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થઈ છે, તેના મનથી જડવાદની દલીલ કશી વિસાતમાં નથી. એ દલીલ સંબંધી, તેના ખંડનમંડન સંબંધી, કે સ્થાપન-ઉત્થાપન સંબંધી કોઈ દિવસ તે પ્રયત્ન કરતો નથી. જડવાદની દલીલ હાલ છે તે કરતાં હજારો ગણી વધારે પ્રબળ અને સચોટ હોય તે પણ તેના મનથી તે દલીલનું કશું જ મહત્ત્વ દષ્ટિ પ્રાપ્ત થઈ છે તેનામાં એવું ઉચ્ચતર આધ્યાત્મિક સામર્થ્ય જાગૃત થયું હોય છે કે, જેથી તે “મૃત્યુની ભ્રાન્તિ પ્રત્યક્ષ જોઈ શકે છે. બુદ્ધિની દલીલેની તેમને પરવા રહેતી નથી. કેમકે તેઓ અનુભવના પ્રમાણુથી જાણી શકે છે કે આત્મા આ શરીરમાંથી નીકળ્યા પછી પણ જે ને તે જ અરિતત્વમાન અને કાયમ રહે છે. મહાપુરુષે જીવનની બીજી બાજુ અનુભવી શકે છે અને ત્યાંની સ્થિતિ-રીતિ જાણી શકે છે. આમ હોવાથી તેમને મનથી એ સંબંધી બુદ્ધિના વ્યર્થ તર્કો અને દલીલે બેવફાઈ ભરેલા લાગે એમાં નવાઈ નથી. જો તમે એવા પ્રકારની આધ્યાત્મિક દૃષ્ટિની ભૂમિકા સુધી ગતિ ન કરી શક્યા છે કે, જ્યાંથી મૃત્યુ પછી આત્મા અવિચ્છિન્ન ધારાવત્ કાયમ રહે છે એમ અનુભવથી જાણી શકાય, અને તેથી આત્માના અમરત્વ સંબંધી કાંઈ પુરાવો માગતા હો તે તે મેળવવા માટે બહાર નહિ પણ અંતરમાં દષ્ટિ સ્થાપે. એ પુરાવો બહારથી મળી શકે તેમ નથી. માત્ર અંતરમાં જ છે. કેમકે આત્મા પિતાને અમરત્વને પુરા [૧૨૨ તવદર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy