SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ નિર્દયતાના પરિચય મારા દૃષ્ટાંતથી તમને આપશે. પણ વહાલાઓ ! હવે છેલ્લી સલામ છે. આખરના રામરામ છે. ક્ષણ પછી હવે હું નહી હાઉં. ” આ પ્રમાણે ભાષણ ખતમ થયું. તેના મૃત્યુની પથારી આસપાસ ભેગા થયેલા કુટુમ્બીજનોના પોકાર ને હાયવાય વચ્ચે તેણે ઈયળનું જીવન ભોગવવુ બંધ કરી દીધુ અને નિઃસ્તબ્ધ થઈને ખાખાની માફક પડ્યું. સર્વની રડારોળ અને આંસુની ધારાઓ જોઈને એક વૃદ્ધ ઈયળે સર્વ કોઈને દિલાસા દેવા માટે નીચે પ્રમાણે ભાષણ કર્યું. ‘આપણા વહાલા ભાઇ આપણને ત્યજીને ચાલ્યા ગયા. નિરંતરને માટે આ ભોગભૂમિના ત્યાગ કરી ગયા, પરંતુ આપણા સર્વનું વહેલામેાડા એ નિર્માણ નક્કી થઈ ચૂકેલું છે. એ કૃતાંતની કરાળ સમશેર વડે આપણે સર્વ આજકાલ કપાઈ મરીશુ, એ વાત કોઈથી મિથ્યા કરી શકાય તેમ નથી. વગડાના ઘાસની પેઠે આપણે સર્વ કપાવા જ નિર્માયા છીએ. આપણે શ્રદ્ધાથી એવી આશા રાખીએ કે મુવા પછી આપણને ઉચ્ચતર સ્થિતિ પ્રાપ્ત થાય, પરંતુ કાને ખબર છે કે એ આશા માત્ર ખોટા દિલાસારૂપે જ ન હોય ! એ કહેવાતા ઉચ્ચતર જીવન સબંધે આપણને કોઈને કશું પુરાવાથી સિદ્ધ થયેલું જ્ઞાન નથી. આથી આપણા સના કપાળે જે સામાન્ય ભાવિ લખાયેલું છે, તેના ઉપર આંસુ સાર્યા વિના છૂટકો નથી, પરંતુ એ આંસુથી કાંઈ કાળને દયા આવે તેમ નથી. માટે ભાઈ એ ! ધીરજ રાખો અને જે સહન કર્યા વિના ચાલે તેમ નથી જ તેને સહી લેા.’ આમ ઘડીવાર વાતચીતા કરી દિલગીર થઈ બધી ઈયળા છૂટી પડી ગઈ. આપણને આ વાતા માંહેની ઈયળાની મૂર્ખાઈ ઉપર હુસવુ આવ્યા વિના રહે તેમ નથી. કીટમાંથી ભ્રમરના ભવ્યતર જીવનમાં પ્રવેશવા પૂર્વેની ક્ષણવારની જે નિશ્ચેષ્ટ સ્થિતિ તેમને પ્રાપ્ત થાય છે તેને તેએ ‘મૃત્યુ’ ગણવાની બેવકૂફાઈ કરે છે અને એ ક્ષણિક નિદ્રા પછી જે વિવધરગી પતંગની આકાશગામી સ્થિતિ તેને મળવાની છે તે તરફ તેમનુ લક્ષ્ય હાતુ નથી તેથી તેઓ દિલગીર બની જાય છે. પરંતુ પ્રિય વાંચક બંધુ ! તમે એ ઈચળાની મૂર્ખાઈ ઉપર હસશે નહિ, કેમકે અમારી અને તમારી મૂર્ખાઈ કરતા એ ઈયળની મૂર્ખાઈ કાંઈ વિશેષ નથી. એ ઇંચળના જીવનક્રમમાં મનુષ્યની મૂર્ખાઈ નુ જ પ્રતિબિંબ છે. એ વાતમાં કાંઇ માલ નથી. માત્ર આપણે સમજીને આપણી ભ્રાન્તિ માટે ખેદ પામવા જેવું છે. મૃત્યુનો ખરો અર્થ માત્ર એક પ્રવૃત્તિ મૂકી બીજી નવી પ્રવૃત્તિમાં પ્રવેશવું એ જ છે. એક ક્ષણવાર સુધી પણ જીવનમાં ત્રુટી આવતી નથી. પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે તે વખતે પણ જીવન તેા તેમનુ તેમ નળ્યું જ રહે છે. જ્ઞાનીજનાના ખ઼િબંદુથી જોતાં ‘મૃત્યુ’ છે જ નહિ. એ નામ જ અસત્ય છે, હડહડતું જાડે છે, માત્ર અજ્ઞાનજન્ય ભ્રાન્તિ છે. મૃત્યુ જેવું કશું છે જ નહિ. જ્યાં જુએ ત્યાં સર્વ સ્થાને, સર્વ કાળે એક અખંડ અવિચ્છિન્ન, ધારાવત્ જીવન પ્રવાહ જ છે. જીવન સિવાય ખીજું કશું છે જ નિહ. માત્ર જીવનને કેટલીક ખાજુએ, કેટલાક ભિન્ન ભિન્ન સ્વરૂપો છે અને મૂર્ખ લાકા એ માંહેલાં એકાદ જીવન સ્વરૂપને ‘મૃત્યુ’ના નામથી સંબોધે છે. વાસ્તવમાં કશું જ મરતું નથી. જો કે પ્રત્યેક પ્રાણી પદાર્થ, પ્રવૃત્તિ અને સ્વરૂપના ફેરફાર અનુભવ્યા કરે છે. એ ફેરફારને ‘મૃત્યુ’ કહેવું એના જેવી બીજી મેાટી ભૂલ એકે નથી. આપણે ઘરથી દુકાને અથવા એસિમાં જઈએ એથી અલબત્ત, આપણી પ્રવૃત્તિનો સહેજ ફેરફાર થાય છે અને દુકાન અથવા ઓફિસના જીવનના અનુભવકાળે ઘેર અનુભવેલા જીવનની ક્ષણવાર વિસ્મૃતિ થાય છે, પરંતુ ઘરના જીવન સંબંધે આપણે મરી ગયા છીએ એમ કાંઈ નથી. માત્ર આપણા જીવનની પ્રવૃત્તિનું ક્ષેત્રાંતર થાય છે. ક્ષેત્રાંતરને કદાચ ‘મૃત્યુ’ ગણવામાં આવે તે પણ તેમાં દિલગીર થવા જેવું કે રાવા ફૂટવા જેવું શું છે? એ જ્ઞાનષ્ટિએ સમજાતુ નથી. આત્મા અમર છે, અવિનાશી છે, શાશ્વત છે, એનું જીવન અસ્ખલિત, અવ્યવહિત, સળંગ, ક્રમબદ્ધ છે. કોઈ કાળે આત્માના અસ્તિત્વનેા સદંતર લાપ થતા નથી. કદાચ આત્મા કોઈ સમયે મૂર્છા જેવી અન્યકત ઉપયાગહીન અવસ્થા ભાગવે પણ તેથી તે પોતાના અસ્તિત્વથી રહિત થયા છે એમ કાંઈ નથી. આખરે તેનું નિર્માણ એક પરમ ચિતિ મહાસાગરમાં લય Aboorption થવાનું છે, પરંતુ ત્યાં પણ તે લય એક મહાસત્તા સાથે અભેદ અનુભવવા રૂપે છે. વિનાશ Destruction અથવા વિલાપ Effacement રૂપે નથી. Edwin Arnold ના મેહક શબ્દોમાં કહીએ તા વૈરાગ્ય અને મૃત્યુ Jain Education International For Private & Personal Use Only [૧૨૧] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy