________________
}પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનસજી મહારાજ જન્માતાહિદ સ્મૃતિગ્રંથ.
જે નિયમે તેને કમવિકાસ સાથે હતો તે નિયમ બુદ્ધિપૂર્વક સમજીને તેના વિશેષ વિકાસ અર્થે જતા તે શીખે છે અને તે પ્રકારે તે ધારે તે કુદરતે તેને માટે ઈચ્છલ વિકાસ તે યથાયોગ્ય સાધી શકે છે.
પરંતુ કુદરતે, મનુષ્યને જે હેતુની સિદ્ધિ અર્થે બુદ્ધિ અને કાર્યશક્તિ સ્વતંત્રપણે આપેલાં છે તે હેતુને સફળ કરવાને પુરુષાર્થ ન કરતાં અકતજ્ઞ અને સ્વેચ્છાચારી મનુષ્ય, પિતાના મનુષ્યત્વને પ્રાપ્ત થયેલ અધિકાર ભોગવવાને બદલે પશુ બનવાનું પસંદ કરે છે. તે જાણુ હોય છે કે, તે વાત તેને શોભતી નથી છતાં પશુત્વકાળમાં અનુભૂત સુખના સંરકારની અવ્યક્ત મૃતિથી તે અનિષ્ટ પ્રવાહમાં ખેંચાઈ જાય છે અને તેમાં સૌથી ખેદકારક ઘટના એ છે કે, તેવા ભેગને ઉત્કટપણે ભેગવવા માટે તે પિતાની બુદ્ધિની મદદ લે છે. બુદ્ધિશકિત મનુષ્યની ઉન્નતિ માટે કુદરતે જ છે, પરંતુ તે જ સાધન દ્વારા મનુષ્ય પિતાને બને તેટલો વધારે પશુ બનાવવા પ્રયત્નપૂર્વક તે ઈશ્વરી શક્તિને અધમ ઉપગ કરે છે. પિતાના ભેગવિલાસની તૃપ્તિ માટે આજે મનુષ્ય પોતાની બુદ્ધિને કે છૂટથી ઉપગ કરે છે એ કેઈથી ભાગ્યે જ અજાણ્યું હશે. મનુષ્ય દ્રવ્યવાન બનવાને માટે અને દ્રવ્યના સાધન વડે પિતાની વિવિધ પ્રકારની ભેગવૃત્તિ સંતોષવાને માટે કેટલી જાતના છળ-કપટ, પ્રતારણા, વિશ્વાસઘાત, દેશદ્રોહ અને નિંદ્ય કાર્ય કરે છે? પશુઓ તેમ નથી કરતા, કેમકે તેમનામાં બુદ્ધિ નથી. મનુષ્ય તેમ કરી શકે છે. કેમકે કુદરતે તેમને બુદ્ધિ અપી છે. શું બુદ્ધિશક્તિની બક્ષિસ આ હેતુ માટે થઈ હશે? બુદ્ધિની સહાયથી મનુષ્યોએ દેવ અથવા પરમાત્મા બનવું જોઈએ એ કુદરતને સંકેત છે. પરંતુ હકીક્તમાં વર્તમાનકાળે મનુષ્ય તે જ બુદ્ધિની મદદથી પશુત્વની ગંદી ખાઈમાં પડે છે. આજે મનુષ્યની પ્રબળ ભેગવાસનાએ બુદિધના સાધનને પિતાના જ સંહારના ભયંકર શસમાં પરિણમાવી નાખ્યું છે. આમ થતું અટકાવવું
એ વરાગ્યની ભાવનાનું પરમ સાધ્ય છે. ભૂતકાળમાં ભેગવાયેલા ઈન્દ્રિયજન્ય સુખની સ્મૃતિ મનુષ્યને પુનઃ પુનઃ તે સંસ્કારો અનુભવવા ખેંચી જાય છે. તેમાં ન ખેંચાવા માટે મનુષ્ય પોતાના વિવેકનાં શસ્ત્રને ઉપયોગ કરતાં શીખવું જોઈએ. અર્થાત્ તેવા ખેંચાણુ સામે તેણે પિતાના આત્મબળના પ્રતિ-ખેંચાણને ઉપગ કરતાં શીખવું જોઈએ. પદાર્થજન્ય સુખમાં આપણને જે મુગ્ધભાવ બંધાઈ ગયે છે તેને વિવેકના દિવ્ય અગ્નિ વડે ગાળી નાખવું જોઈએ. જ્યાં સુધી એ મુગ્ધ પ્રીતિ અને વાસનાઓનું પ્રાધાન્ય આપણા અંતરમાં વર્તતું હોય છે ત્યાં સુધી આપણા સ્વરૂપના ઉચ્ચતર પ્રદેશને ઉજજવળ પ્રકાશ આપણા બુદ્ધિપ્રદેશ ઉપર આવી શકતો નથી
અત્યારે આપણે પદાર્થોમાં બંધાઈ ગયા છીએ. વસ્તુતઃ જે પદાર્થોને આપણી ઉન્નતિના સાધનરૂપે કુદરતે નિર્મલા હતા તે પદાર્થોમાં જ આપણે ગૂંચવાઈ તેમાં કેદી બની ગયા છીએ. એ બંધનમાંથી છૂટવાને માત્ર એક જ માર્ગ છે અને તે એ છે કે, તે બંધનના સ્વરૂપને સમજીને તેમાં બંધાવાની સાફ ના પાડવી જોઈએ. આપણે શેમાં બંધાવું અને શેમાં ન બંધાવું એ આપણી મરજીની વાત છે. આપણા ઉચ્ચતર સ્વરૂપની પ્રાપ્તિમાં જે ઘટનાઓ બાધા કરતી હોય તેને આપણા જીવનમાં ધારણ કરવી કે ન કરવી એના આપણે પિતે જ મુખત્યાર છીએ. આપણે મનોમય રીતે જ ઠરાવ કરી દેવું જોઈએ કે “હું મારા સચોગ અને પરિપાશ્વિક ઘટનાઓથી તદ્દન સ્વતંત્ર છું. અર્થાત્ તેમાં રાગભાવથી બંધાવું કે ન બંધાવું એ મારી સ્વતંત્ર ઈચ્છાની વાત છે. આટલું આત્મસ્વાતંત્ર્ય મેળવ્યા પછી મનુષ્ય પોતાની વાસ્તવિક શક્તિઓના ભાનમાં આવવાની શરૂઆત કરે છે. “હું સ્વતંત્ર છું’ એવા મનેય જાહેરનામા ઉપર તેણે મનમય રીતે સહી કરવી જોઈએ. અને તે જાહેરનામું તેણે પિતાની આંતરસૃષ્ટિના સઘળા વિભાગોમાં, સર્વ ફેલાવી દેવું જોઈએ. તેણે પિતાના સર્વ પ્રકારના વિકાર, વાસનાઓ, ઈચ્છાઓ, આવેગે, ભેગલિપ્સાઓને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ કે “તમે મારે આધીન છે, આજથી હું તમારે આધીન નથી. આવી રીતે મનુષ્ય જ્યારે તેના વિકારનો સ્વામી થાય ત્યારે જ તે સાચે સાધક બની શકે છે અને વિકાર ઉપર સ્વામિત્વ ત્યારે જ સ્થપાય છે કે, જ્યારે તે પ્રત્યેને મુગ્ધભાવ વિવેકનાં બળથી નષ્ટ થાય.
વિવેકના શસ્ત્રથી રાગના બંધનનું બળ તેડી નાખવું તે પ્રવૃત્તિ વિશેષનું નામ વૈરાગ્ય છે અને તે મોક્ષપદનું પ્રથમ પાન છે. [૧૧૮].
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org