________________
{ }પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મ તાલિંદ સ્મૃતિગ્રંથ
મૃત્યુ
લેખક : છે, હ. “સુશીલ સમસ્ત વિશ્વ “મૃત્યુની બ્રાંતિને વશ બનેલું છે. જે વસ્તુ જ નથી તે વરતુથી જગત નકામું ભડક્યા કરે છે. “મૃત્યુ” નામની કહેવાતી અવસ્થાને જે જે વાકથી સંબોધવામાં આવે છે, તેમાં જ એ બ્રાન્તિને આપણને પરિચય મળે છે. દુનિયા જેને ડાહ્યા અને સમજુ મનુષ્ય ધારે છે એવા મનુષ્ય પણ “મૃત્યુ” નામથી ઓળખાતા બનાવને વિવિધ જાતના નામ આપે છે, અને જુદા જુદા પ્રકારે વાકયરચના ઘટાવીને એ બનાવમાં નવ નો અર્થ આપી આસપાસના સમુદાયમાં ભય, અજ્ઞાન અને કલેશનું વાતાવરણ ફેલાવે છે. કેઈ માણસ અકાળે મરી જાય એ વ્યતિકરનું આવા ડાહ્યાજને લહેકાવી લહેકાવીને વર્ણન કરે છે. તેઓ કહે છે કે “કાળ એ બિચારાને કેળિયે કરી ગયે.” “એ બિચારાને ક્રૂર યમરાજાએ તેના જીવનના વસંતકાળમાં ઝડપી લીધે. ‘તેની સમસ્ત પ્રવૃત્તિને એકાએક અંત આવી ગયો.” “તેના જીવનકાર્યની પૂર્ણાહુતિ થઈ ગઈ. આવા આવા વર્ણને ઉપરથી કઈ અજાણ્યા માણસને તે એ જ ખ્યાલ આવે કે એ મરનાર આત્માને જાણે કે અસ્તિત્વમાંથી સમૂળગો લેપ થયે, શૂન્યતામાં તે પરિણમી ગયું અને વિવિધ વાક્ય વડે તે આત્મા સંબેધાતે હવેથી બંધ પડી ગયે.
આપણા શાસ્ત્રો કહે છે કે જીવન એક સળગ, અલિત. અવિચ્છિન્ન વ્યાપાર છે. માત્ર જીવનપ્રવૃત્તિને પ્રદેશ જ બદલાય છે. જો કે નિશ્ચયદષ્ટિ અથવા નિરપેક્ષ પરમાત્મ દૃષ્ટિબિંદુ stand point of the Absolute થી જોતા સ્થળ કાળ કે કાર્યકારણ Time, space and causation કહ્યું છે જ નહિ, છતાં આપણે સામાન્ય અનુભવમાં આવતા વ્યવહારના દષ્ટિબિંદુ Relative stand point થી (સાપેક્ષટષ્ટિથી) જોતાં પણ “મૃત્યુ એ માત્ર સ્થળ કે જીવન પ્રવૃત્તિનું અંતર (ફેરફાર) જ છે. પરંતુ મેહના પ્રાબલ્યથી આ નિશ્ચય આપણા અંતઃકરણમાં નભી શકતા નથી.
“મૃત્યુની બ્રાતિ એટલી હદે આપણામાં વ્યાપી ગયેલી છે કે એ નામ સાંભળીને આપણે કંપી ઉઠીએ છીએ, શાસ્ત્રોમાં પગલે પગલે પુનર્જન્મ અને સ્વર્ગાદિ લેકેનું વર્ણન કરેલું છે અને જીવન જુદા જુદા રૂપે કાયમ જ રહે છે. એમ ભાર મૂકીને પ્રતિબધ્યું છે, છતાં લેકેને તેની પ્રતીતિ મુદ્દલ આવતી નથી. આ લેકમાં જે આત્માનું આચરણ ઉત્તમ પ્રકારનું હેય, તે નિયમવડે જ પરલેકમાં ઉત્તમ ગતિ મેળવે એમ તેઓ મોઢેથી કબુલ કરે છે, છતાં તેમની રીતભાતમાં એ મોઢાની કબુલાતને મૂલ પરિચય મળતો નથી. ઉત્તમ ગતિને તેમને કેઈસ સંબંધી પ્રાપ્ત થયેલ છે, એ નિશ્ચયથી તેમને જે આનંદ અને સુખ અનુભવાવું જોઈએ તેની લેશ પણ નિશાની તેમના મુખ ઉપર જોવામાં આવતી નથી. ચેથા ગુણસ્થાનકે બિરાજવા દાવે રાખનાર અને શાસ્ત્રમાં પ્રતિબોધેલી સિદ્ધાંત વાણીમાં પાકે ભરોસે હોવાનું જાહેરનામું ફેરવનાર લોકમંડળમાંથી કેટલા થડા મનુષ્ય મૃત્યુની ભ્રાંતિથી રહિત છે, એ પ્રત્યેક વાચક પિતાના અંતઃકરણને પૂછશે તે ત્યાંથી ઉત્તર મળશે. સમ્યકત્વ અથવા શાસનિશ્ચય હૃદયમાં જામેલ હોય અને જે વર્તન થવું જોઈએ તેનાથી વિપરીત વર્તન થતું જોઈ અમને એમ જ માનવું પડે છે કે આ કાળે સમકિતી મહાજનોની સંખ્યા ધારવામાં આવે છે તેનાથી હજાર ગણું ન્યૂન છે. શ્રાવકકુળમાં અવતાર પામવાથી કદાચ ઘણાખરા “જન્મ સમકિતી હશે પણ “ગુણુ સમકિતી” આંગળીને ટેરવે ગણી શકાય તેટલા પણ હશે કે નહિ તે શંકા જેવું છે.
અત્યારે કેઈ અન્ય દેશને માણસ આવીને આપણા બધા ધર્મશાસના ગ્રંથની અકેકી નકલ પિતાની સાથે લઈ જાય અને ત્યાં પિતાની સૃષ્ટિમાં તે છપાવીને તેને ફેલાવે કરે છે તે વાંચનારે વર્ગ એ પુસ્તક ઉપરથી એવું જ અનુમાન કરે છે, જે ભૂમિ ઉપર આવા ઉત્તમ ગ્રંથે અમર્યાદપણે વિસ્તાર પામ્યા છે, અને જ્યાં આવું દિવ્યજ્ઞાન સમુદ્રના પ્રવાહની પેઠે ચોતરફ વ્યાપી ગયું છે, ત્યાં “મૃત્યુને ભય તે કયાંથી જ રહેવા પામે? એવા દેશમાં પ્રત્યેક અંતઃકરણ પરમ સમાધાનવાળી સ્થિતપ્રજ્ઞ દશામાં બિરાજતું હોવું જોઈએ અને મૃત્યુના નામે કશો જ ભય, કલેશ, હાયવોય કે રેવું કૂટવું એ તે સવાલ જ શેને હોય ! જે દેશમાં આવા સેંકડો ગ્રંથ ગામ, નગર કે ગામડામાં ખૂણેખચકે પણ ફરી વળ્યા હોય અને સર્વ વ્યાપક પ્રભુની પેઠે એના વિના કેઈ ઠામ પણ ખાલી ન હોય ત્યાં “મૃત્યુને ભય તો બાજુ વૈરાગ્ય અને મૃત્યુ
[૧૧૮] Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org