SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ { પત્ર ગુરુદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મ તાકિદ સ્મૃતિગ્રંથ છે. અમે, તમે અને સર્વ સામાન્ય લકે હજી મોટા ભાગે એ પશુત્વની જ ભૂમિકાને ભાવી રહ્યા છીએ; એમ આપણા અંતઃકરણના હાલના બંધારણ ઉપરથી સમજી શકાય છે. આ અવસ્થામાં હજુ પણ આપણામાં પશત્વને સ્વાભાવિક એવા વિચારે અને ભેગ-લાલસાનું પ્રાધાન્ય છે, તે બતાવે છે કે આપણે માનવના દરજજાથી નીચે ઊતરી ગયા છીએ. તેમ છતાં પણ આપણે કાંઈ સોએ સો ટકા પણ નથી. એટલે અંશે આપણે મનુષ્ય છીએ તેટલે અંશે આપણને પશુત્વની દશા ભેળવવામાં શરમ જેવું લાગવું જોઈએ. અને જેટલે અંશે આપણને વધારે શરમ ભરેલું લાગે તેટલે અંશે આપણે વધારે મનુષ્યત્વને પામેલા છીએ. જે ભોગપભોગોમાં પ્રવેશતા તમને તમારો આત્મા ડંખતો હોય તે ભોગપભોગને તમને હવે અધિકાર નથી. એ ભૂમિકાને તમે ઘણા વખતથી વિતાવીને આગળ વધ્યા છે એમ માનવું ઉપયુક્ત છે. જ્યાં જે કિયા પ્રાકૃતિક છે ત્યાં શરમ જેવું કે છુપાવવાના પ્રયત્ન જેવું હોતું નથી. આપણા દૂધના વાસણમાંથી બિલાડી ચેરીથી દૂધ પી જાય તે વસ્તુતઃ ચોરી નથી. કેમકે તેમ કરવામાં બિલાડી શરમાતી નથી. વસ્તુતઃ તે ચોરી હતી તે આપણે ફેજદારી કાયદો જરૂર બિલાડીને ગુનેગાર ઠરાવી ચોરી માટે નકકી કરેલી સજા તેને કરત. પણ જ્યારે કાયદાએ જોયું કે ચેિરીમાં બિલાડી શરમાતી નથી તેથી તે “ચેરી” એ આપણી દષ્ટિએ ચોરી હોવા છતાં બિલાડી માટે તે ચોરી નથી. એવી ચેરીનું કાર્ય બિલાડીના જીવનનિર્વાહ માટે બિલાડીને જરૂરનું છે. મનુષ્યના શરીરસંરક્ષણ, જીવનનિર્વાહ, બુદ્ધિવિકાસ, હૃદયવિસ્તાર અને સ્વરૂપપ્રાપ્તિ માટે જે બાહ્યાંતર ક્રિયાઓ કુદરતે આવશ્યક ગણ છે તેમાં આપણને સ્વભાવથી જ શરમ જેવું કશું ભાસતું નથી. અને તેથી તેવી પ્રવૃત્તિનું સેવન એ આપણી સર્વદેશીય ઉન્નતિ માટે ધર્મ છે. એવી પ્રવૃત્તિમાં આહારગ્રહણ, શરીરશુદ્ધિ, સંતાનોત્પાદન આદિ જે જે વ્યવહારિક ઘટનાઓને સમાવેશ થતો હોય તેના વિવેકપુર સર નિયમાનુસાર સેવનમાં કશે જ અધર્મ નથી. એટલું જ નડિ પણ તે માગે થઈને જ આપણી ઉન્નતિને વિજયરથ ચાલવા નિર્માયેલ છે, તેમાં શરમાવા જેવું કે છુપાવવાનું મન થાય એવું કાંઈ જ નથી. એને સમજણ વિના ત્યાગ કરે એ વિરાગ નથી, પણ ઉન્નતિના આવશ્યક સાધનેને હેતુપૂર્વક સાધેલ વિનાશ છે. વિરાગ માત્ર એ પદાર્થમાં જ છે અને ઉપજાવો ઘટે છે કે જે પદાર્થો આપણું વર્તમાન વિકાસની ભૂમિકાએ આપણને શોભતા નથી. મનુષ્યને શું નથી શોભતું એ તેનું હૃદય તેને પ્રત્યેક ક્ષણે કહ્યા જ કરતું હોય છે. તે હૃદય તેને નિરંતર ડંખ મારી યાદ આપ્યા કરે છે કે “હવે અમુક પ્રવૃતિ તારા માટે ભાભરી નથી, તે માટે હવે તારે શરમાવું જોઈએ. તું દુનિયામાં ઊંચું મેં રાખી બેલી શકે તેવું નથી. વ્યભિચારી, વિશ્વાસઘાતી અથવા દુરાચારી મનુષ્યનાં મુખ સામું જુઓ અને તેની ચક્ષુઓમાં તેના આત્માને ઊંડે ડંખ કોતરાએલે તમને ભાસ્યમાન થશે. તેને પિતાના આત્મા ઉપર તિરસ્કાર આવે છે તેમ સૂચવનારી અવ્યકત છાપ તેના મુખ ઉપર છવાયેલી પ્રતીત થશે. એમ થવાનું કારણ શું? એ જ કે એવી પ્રવૃત્તિ તે મનુષ્યના વર્તમાન અધિકારને શેભાભરી નથી. તે પ્રવૃત્તિ તેના જીવનના કેઈ ઘણા પાછળના – પશુત્વના જીવનકાળને બંધબેસતી હોઈ શકે, પણ હવે તેણે તેનાથી વિરમવું જોઈએ. આવી પ્રવૃત્તિથી વિમુખ થવું એ વરાગ્યની મુખ્ય સાધના છે, અને વિરાગ્યની ભાવનાનું પરમ સાફલ્ય તેમાં છે. આત્માને તેના પાછલા જીવનમાં ભેગવેલા ભેગે પગ ફરી ફરીને ભેગવવાનું ઘણું ખેંચાણ થાય છે. પૂર્વકાળમાં ભેગે પગજન્ય આનંદ અને સુખના જ સંસ્કારે આત્માના માનસ–બંધારણ ઉપર પડેલા હોય છે તે સ્મૃતિવડે, અનુકૂળ પ્રસંગ અને દેશકાળની ઉપલબ્ધિ થતાં જાગૃત થાય છે અને તે જ સુખાનુભવ ફરીથી ઉપજાવવા ચેષ્ટાવાન બને છે. આમ થાય ત્યાં સુધી મનુષ્ય અને પગમાં તફાવત નથી. પશુને તેમ થાય છે તેમાં તે દ્વારા તેના વિકાસને સંકેત હોય છે અને કુદરત તેને માટે તેમ થવું જરૂરનું ગણે છે ત્યારે જ તેવી વાસના તેનામાં ઉદ્દભવે છે. પરંતુ મનુષ્યમાં તેમ નથી. તેના સ્વતંત્ર કાર્યને પ્રદેશ પશ કરતાં ઘણે વિસ્તારવાળે હોય છે. પશુ માટે તેના જીવનને વિકાસ કરવાનું કામ કુદરતે પૂરેપુરું પિતાની જ પાસે રાખ્યું હોય છે. પશુને પિતાના જીવનવિકાસમાં કશે બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાનું હોતું નથી. પરંતુ તે જ પશુને આત્મા જ્યારે વિકાસ પામતાં પામતાં મનુષ્ય બની, બુદ્ધિ અને વિવેકનું શસ્ત્ર ધારણ કરવાની હદે આવે છે ત્યારે કુદરત તેવા આત્માના વિકાસનું કાર્ય તે બુદ્ધિ અને વિવેકના તારતમ્યાનુસાર તેને સેપે છે. કુદરતે અત્યાર સુધી વિરાવ્ય Jain Education International [૧૧૭] www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy