________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આપણે જોયુ કે રસમાં રાગ હોવ તે સ્વાભાવિક છે, પરંતુ તેના તે પ્રકારના રસમાં હંમેશને માટે રાગી બની બંધાઈ રહેવું તે મૂર્ખાઈ છે. કેમકે જે રસમાં અત્યારે આપણું બંધન છે તે રસ કરતાં ઘણા ઉચ્ચ પ્રકારના રસ કુદરતે આપણા માટે આપણા વિકાસના માર્ગમાં આગળ નિયોજી રાખ્યા છે. કુદરત આપણને કહે છે કે “તમારે આગળ ને આગળ પ્રયાણ કરવું પડશે. તમે એક જ સ્થાને એક જ પદાર્થમાં રાગી બની બંધાઈ રહે તે મને પસંદ નથી. તમે આગળ ચાલો, તમને આથી પણ ઘણે સારો રસ ત્યાં મેળવી આપવાનું હું માથે લઉં છું. એક જ સ્થળે બંધાઈને પડયા રહેવું તે તમારા આમાના સ્વાભાવિક બંધારણથી ઊલટું છે. તેમ જ મારા નિયમથી પણ વિરોધી છે. માટે હાલ પ્રાપ્ત થયેલા રસમાં મેહ પામી ગલિયા બળદ પેઠે પડયા ન રહે. કદાચ હઠથી તેમ કરશે તે મારે તમારા હૃદય ઉપર આઘાત પહોંચાડીને તમારે મેહ છોડાવવો પડશે અને એમ થશે ત્યારે તમને બહુ માઠું લાગશે.” નિસર્ગને મહાનયમ એ જ ભાવના આપણા અંતરમાં ગુંજાવી રહ્યો છે. આપણે તેને ધ્યાન આપી સાંભળીએ તે આપણી ઉન્નતિને માર્ગ સરળ થાય. એટલું જ નહિ પણ તે આઘાત વિનાને, આનંદપૂર્ણ અને રસમય બચે રહે.
કુદરતને આ આદેશ તે વૈરાગ્યની જ મહાષણ છે. એક ઠેકાણે મોહાંધ થઈ પડ્યા રહેવું અને આગળ કૂચ કરવાની નારાજી બતાવવી એ રાગદશા છે. કુદરતને આદેશ અને નિયમ સમજીને તેમજ આપણા આત્માના સ્વાભાવિક વેગ અને ધર્મ તેમ જ આત્માના અંતિમ નિર્માણની સ્થિતિને વિવેક કરીને આપણે ઉન્નતિના મહાપ્રવાહના વેગને આધીન બનીએ, તેનું નામ વૈરાગ્ય છે.
“રસ અથવા રસ પ્રત્યેના “રાગમાં વસ્તુતઃ કશી જ બૂરાઈ નથી. જે બૂરાઈ છે તે ત્યાં ચૂંટી રહેવામાં, તેને અતિ ભેગ કરવામાં છે. “રસ” અને “રાગ’ વિશ્વના મેરેમમાં ઓતપ્રેત છે, અને તે સર્વ આત્માના વિવેકપુર:સરના આનંદ અને ઉપગ અથે જ નિર્માયેલ છે. પ્રાણીમાત્ર આ રસને ચૂસીને જ જીવે છે અને તેમ થવું તે કુદરતના નિયમને અનુસરતું છે. આપણાં બધાં જ આવશ્યક કર્મોમાં રસ અને આનંદ છે. રસ શેમાં નથી ? બધી ફરજોમાં રસ છે. આહારગ્રહણમાં રસ છે, કારણ કે આપણા જીવન અને જીવનના ઉદ્દેશ સ્વરૂપ આત્મોન્નતિ માટે આહાર જરૂર છે. વસ્ત્રોના પરિધાનમાં રસ અને આનંદ છે, કેમકે તે પણ જીવન અને જીવનવડે સાધવા ગ્ય ઉન્નતિ માટે જરૂરના છે. તે જ પ્રમાણે નિદ્રા, પ્રજોત્પત્તિ, વ્યાયામ, જ્ઞાને પાર્જન આદિ સર્વ ક્રિયાઓમાં રસ અને આનંદ છે, કેમકે તે સર્વ જીવન અને ઉન્નતિ અર્થે અનિવાર્ય ઉપયોગી છે. તે કાર્યોના સ્વાભાવિક કર્મમાંથી નિષ્પન્ન થતો આનંદ ભગવો તેમાં કશી જ બૂરાઈ નથી. પરંતુ બૂરાઈ ત્યાં છે કે, જ્યાં તે આનંદને વિવેકની હદ છોડીને, કુદરતની ઈશ્કેિલી હદથી બહાર જઈ અતિ માત્રામાં ભેળવવાનું, તેમજ તેના તે ભેગને આસક્તિપૂર્વક વળગી રહેવાનું બને.
આપણા મહેલા ઘણા જણાએ શાસે વાંચીને તેમાંથી એ અર્થ તારવ્યું છે કે, દરેક પ્રકારના સ્કૂલ, સૂક્ષ્મ વિષયે અને તેમાંથી ઉત્પન્ન થતે આનંદ, સર્વકાળ, સર્વદેશ અને સર્વ અવસ્થામાં એક સરખી રીતે અનિષ્ટ અને આત્માને અધોગતિમાં દોરી જનાર છે. તત્ત્વદૃષ્ટિએ ખરી વાત એ છે કે, આત્માના વિકાસકમની જે વિષને ભેગપણ સ્વાભાવિક હોય છે તે અવસ્થામાં તે વિષયને ભેગપગ નિંદાપાત્ર નથી, એટલું જ નહીં પણ તે દ્વારા જ તેમના કમિક વિકાસને સંકેત નિર્માયે હોય છે. પશુસૃષ્ટિમાં દશ્યમાન થતાં તેમના વિવિધ પ્રકારના ઈન્દ્રિયજન્ય ભેગેપભામાં તેમના આત્મવિકાસને સંકેત કયાં રહે છે એનું વિવેચન કરતાં એક જુદો જ લેખ થઈ પડે તેમ છે. તેથી વિષયાંતર નહીં કરતાં સિદ્ધાંતરૂપે એટલું જ કહેવા દે કે પશુઓ તેમના ઈન્દ્રિયજન્ય સુખ અને દુઃખના અનુભવો અને સંસ્કારો વડે જ મનુષ્યપદને અધિકાર ધીરે ધીરે મેળવી શકે છે.
આત્મા મનુષ્યત્વની ભૂમિકામાં આવ્યા પછી તેનામાં પશુતા અને પશુઓને સુલભ ઈન્દ્રિયોગોની લાલસા કમી થવી જોઈએ, એવો કુદરતને સંકેત કે નિયમ છે. તેમ છતાં અત્યારે ભાસ્યમાન થતા “મનુષ્ય એ એ પણ ટકા પશુ છે. તેનામાં હજી પશુત્વકાળના સંસ્કાર, ભોગાનુભવ અને વિકારનું તારતમ્ય ઘણું વધારે છે. પશુત્વની ભૂમિકાને વળોટીને ઘણો પંથ કાપ્યો ન હોય એવી કોટિના જ મનુષ્યો આ કાળે બધા આ દેશ-કાળમાં દષ્ટિગોચર થાય [૧૧૬]
તવદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org