________________
/
*ગુરુદેવ કવિવય ૫. નાનાસજી મહારાજ જન્મ તાલિંદ સ્મતિથ).
આપણાં દર્શનની પડતીનું કારણ મને પૂછવામાં આવે તે હું એટલો જ ઉત્તર આપું કે, દર્શનના પ્રાણભૂત શબ્દમાંથી અર્થ ઊડી ગયો છે. જૈન દર્શનને અનુયાયી સમાજ, તે દર્શનના સંસ્થાપકે જે અર્થો શબ્દના વાહન દ્વારા યોજ્યાં છે તે ગુમાવી બેઠો છે. એ મહાન ભાવનાને તેમનાં હદયમાંથી લોપ થયો છે. તેથી શબ્દો, શાસ્ત્રો અને સિદ્ધાંત તેના તે છતાં તે સમાજના શ્રેય અથે નિષ્ફળ છે. જે ચિતન્યમય શબ્દોમાંથી સાચો અર્થ આ જમાનામાં ઊડી ગયો તે શબ્દોમાં “વૈરાગ્ય પણ છે. આજે આ લેખ દ્વારા વાણની સજાવટથી તે શબ્દમાં અર્થરૂપી જીવન ઉપજાવવાને અમે પ્રયત્ન કરશું.
- વરાગ્ય શું છે તે વિવિધરૂપે કહેવા કરતાં તે શું નથી તે કહેવા દે. વૈરાગ્ય તે કંટાળે નથી. સંસાર અને સંસારના પ્રાણી, પદાર્થો પ્રત્યે અણગમે તે પણ થરાગ્ય નથી. ખરું છે કે, કેટલાક ગ્રંથોમાં પણ જનહૃદયમાં સંસાર પ્રત્યે આવા પ્રકારને તિરસ્કાર ઉપજાવવાનો પ્રયત્ન થયે છે. પરંતુ તેવા પ્રકારના ભાવ પ્રત્યે ડાહ્યા અને જ્ઞાનીજનેની સંમતિ નથી. જગતથી નાસી છૂટવું તે વિરાગ્ય નથી પણ ભીરુતા છે. દુનિયાની મુસીબતોથી ડરીને તેને ત્યાગ કરવો તે સદગુણ નથી, પણ કાયરતાને બૂરે દોષ છે. આપણને મનપસંદ સ્વરૂપે સંસારે દેખાવ ધારણ ન કર્યો તેથી તેનાથી રિસાવું તેમાં ડહાપણ નથી, પણ બાલિશતા છે; અને એવા હરકોઈ પ્રકારના ભાવોમાંથી ઉત્પન્ન થતો વૈરાગ્ય તે કલ્યાણને અર્થે નથી, પણ અગતિ, અવનતિ અને પતનને અથે છે.
મનુષ્ય સંસારથી છૂટીને કયાં જાય તેમ છે? સંસાર એ કાંઈ ઈટ માટીના મકાને નથી; તે સ્ત્રી, પુત્ર, માતા, પિતા, બંધુ કે મિત્ર નથી; તે ધન, વિભવવિલાસના સાધને કે વ્યાપાર ઉદ્યોગ નથી; સંસાર એ કશામાં નથી, અને તેના ત્યાગથી સંસારને વાસ્તવ ત્યાગ થયે સમજવાને નથી. મનુષ્યને ખરે સંસાર તેના હૃદયમાં રહેલી વાસનારૂપે રહેલા છે. ઉપરની બધી ચીજો તે સંસારમાંથી ઉદ્દભવે છે. સંસારનું ઉપાદાન મનુષ્યના હૃદયમાં છે. તે વસ્તીમાં હોય કે જંગલમાં હોય પણ ત્યાં તેને સંસાર ભેગો જ હોય છે. સંસાર ઉપજાવનાર વાસનાને હૃદયમાંથી ત્યાગ થવા પહેલાં સંસારને ત્યાગ કર્યાનું કહેવામાં આવે છે, તે વાત અમારા ગળે ઉતરતી નથી. મનુષ્ય સ્થલ પદાર્થોને ત્યાગ કરી તેનાથી ભાગી છૂટે, પણ તેના હદયથી તે કયાં નાશી છૂટે તેમ છે ? ત્યાર પછી તે ભૂલ કે સૂક્ષ્મ પ્રકારને હાય, પણ તે વૈરાગ્ય નથી. જ્યાં સુધી મનુષ્યનું વાસનામય અંતઃકરણ છે ત્યાં સુધી તેને સંસાર વળગેલો જ છે. કેમકે સંસારની સાચી રંગભૂમિ તે અંતરના પ્રદેશ ઉપર છે. બહાર તે ફક્ત તે અંતરના ભાવનું સ્થૂલ પ્રકટીકરણ અથવા બહિર્ભાવ છે. અલબત્ત, તે સંસાર ઘણે ઊંચી કેટિને હૈઈ શકે, પરંતુ તેમ હોવું તે વૈરાગ્ય નથી, પણ સંસારની ભાવનાને એક અતિ ઈચ્છવાયેગ્ય વિકાસ છે. વિરાગ્ય એ કઈ પ્રકારનો ત્યાગવિશેષ ન
એક દ્રષ્ટિવિશેષ-સમજવિશેષ છે. આપણને એ દષ્ટિ ઉપલબ્ધ થાય તે સંસાર આપણને જે આનંદની સામગ્રી આપી શકે છે તેમાં ગુંચવાઈ મરતાં બચી શકીએ. રાગમાં બંધાઈને એક ઠેકાણે બેસી ન રહેવું ઉન્નતિ અને વિકાસના માર્ગમાં કુદરતના મહાનિયમ અનુસાર આગળ ને આગળ ન વધતાં એક જ પદાર્થમાં બાહવશ થઈ હૃદય અપી ન દેવું, એ વૈરાગ્ય છે. આ વૈરાગ્યની દૃષ્ટિ અથવા ભાવનાના બળની ખામીને લીધે આપણે આત્માની કેમિક અભિવ્યકિતના પથમાં આગળ વધતાં અટકી પડીએ છીએ. કેમકે આગળના પ્રદેશ કરતાં હાલના પ્રદેશમાં આપણને વધારે રસમયતા ભાસે છે. વિશ્વમાં પ્રત્યેક સ્થળે રસ છે, અમૃત છે, ઝેર નથી. ઝેર જે હોય તે મનુષ્યને વિપરીત મનમાં છે. રસમાં રાગ હવે એ પ્રકૃતિના નિયમથી કઈ રીતે ઊલટું નથી. અથવા કુદરતના કમથી વિરોધી નથી. એથી ઊલટું ખરી વાત તે એ છે કે આત્માની ઉન્નતિના પથમાં પ્રત્યેક પદે આનંદ અને રસની જ ભરપૂરતા છે, અને તે કારણથી જ આત્મા વિના શ્રમે રસ અને આનંદને અનુભવ કરતાં કરતાં, પરમપદની સ્થિતિએ પહોંચી શકે છે. એ માર્ગ ઘણુ લોકો માને છે તે સૂકે, કઠિન અને રસહીન નથી, પણ નિષ્પ, કમળ અને રસમય છે. અત્યારે તે નથી ભાસી શકતો તેનું કારણ એ છે કે, આપણને સાચે વિરાગ્ય નથી. અને સાચે વિરાગ્ય શું કહેવાય તે આપણે છેક ભૂલી ગયા છીએ. એ આપણું મોટામાં મોટી કમનસીબી છે.
વિરાગ્ય Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org