________________
| કવિલય પં. નાનયર્સજી મહારાજ જન્મશતાGિ
આવવાને ધોરી માર્ગ છે.
ખરું છે કે, એ પરમ તત્તવને આપણે અત્યારે જોઈ શકતા નથી અને તેથી આપણું તે સંબંધનું જ્ઞાન તે માત્ર શ્રધ્ધાજન્ય જ્ઞાન જ છે. તેમ છતાં તેવી એક સૃષ્ટિ છે એ વાત ચોક્કસ-નિસંદેહ સત્ય છે. અનેક મહાજને તે પ્રાપ્ત કરેલી છે અને નિઃસ્વાર્થ બુદ્ધિથી આપણી દષ્ટિને તે માર્ગ ભણી વાળતા ગયા છે. આ કાળે પણું ઘણું મનુષ્યએ તેને અનુભવ કર્યો છે, અને ન્યૂનાધિક અંશે તેના ભાનમાં આવ્યા છે. શરૂઆતમાં આપણે ધર્યપૂર્વક શ્રદ્ધા રાખવી જોઈએ અને એ પરમ તત્વને શરણે આવવું જોઈએ. તૈયાર થયેલું હૃદય આ ભાવને ત્વરાથી ગ્રહણ કરી શકે તેમ છે. તે પરમ તત્ત્વની કલ્પના શ્રદ્ધાવાનને અશક્ય નથી. “તે તત્ત્વ- તે સૃષ્ટિ, અનંતસુખપૂર્ણ—આનંદપૂર્ણચિતિસ્વરૂપ છે અને હું તેમાં હમેશાં ખેંચાઉં છું. દયાળુ પિતા હમેશાં મને તેના બાળકને તેના મહારાજ્ય ભણી આકર્ષે છે.” એમ ભાવવું જોઈએ. આપણા સમગ્ર જીવનને અને આપણું જીવનના સંબંધવાળી પ્રત્યેક વસ્તુને તે પરમાત્માને ચરણે સોંપી દેવી જોઈએ. આપણું અને આપણા સર્વ વ્યવહારના નિયંતા આપણે તેમને જ બનાવવા જોઈએ. આપણા રથની લગામ, અર્જુનની માફક આપણે તે કૃષ્ણ પરમાત્માને - તે દિવ્ય સત્ત્વને સેંપવી જોઈએ. આમ કરવાથી આપણે તે આધ્યાત્મિક વિશ્વમાં સ્વભાવથી જ આકર્ષાઈએ છીએ. કેમકે ઈશ્વર અને તે આધ્યાત્મિક વિશ્વ જુદા નથી. પ્રભુના હાથમાં જ આપણે આપણું સર્વસ્વ સંપી દીધું. તેને અર્થ જ એ કે આપણે તેના વિશ્વમાં પ્રવેશ કર્યો, અને જેટલે અંશે આપણે આપણું સમગ્ર તેને સમ હોય છે, તેટલા અંશે આપણે તેના મહારાજયમાં પ્રવેશ્યા હોઈએ છીએ.
જ્યારે આપણા ગક્ષેમને રથ આપણે અભિમાન હાંક મૂકી દે અને પરમાત્માને તે હાંકવા દે છે ત્યારે તે જે માર્ગે જવા ગ્ય છે તેજ માગે જાય છે, પછી તે નવી સૃષ્ટિ ભણી જ હોય છે. આપણી ઈચ્છા એ પછી આપણી વ્યકિતગત ઈચ્છા હોતી નથી. પરંતુ આપણું અભિમાન દ્વારા પરમાત્મા જ ઈરછા કરે છે. આપણે માત્ર તેના હથિયાર બનીએ છીએ. આપણી વિભૂતિઓ પછી પ્રભુની વિભૂતિઓ હોય છે. અલ્પને સ્થાને અનંત ભરાવા માંડે છે. આપણી કિયા માત્ર તે પરમાત્માના ફુરણ અને આદેશથી જ થાય છે. જેટલે અંશે મનુષ્ય પરમાત્માને આધીન બને છે, તેટલે અશે તે પરમાત્મા થાય છે.
આ જીવન પ્રભુને અર્પયા પછી વ્યકિત તરીકેનું જીવન પ્રભુના મહાઇવનમાં ભળી જાય છે. પિતાનું એવું કશું જ રહેતું નથી. જે કાળે જે સાધન પ્રાપ્ત હોય છે તેને ઉપગ પરમાથે જ પ્રભુ પ્રેરે તે પ્રમાણે–થયે જાય છે.
જીવન એક મહાયજ્ઞ જેવું સ્વાર્પણમય બની રહે છે. કેઈ પણ પ્રકારના ફળમાં રતિ રહેતી નથી. પ્રભુ તેના દ્વારા માત્ર ફળની વહેંચણી જ કરે છે. અહંકાર, સ્વાર્થ પરાયણતા, વ્યષ્ટિ પ્રત્યેકની આકાંક્ષાઓ એ બધું તૂટી પડે છે.
બંધુ! આપણે બધા તે સૃષ્ટિના વારસદાર છીએ. માત્ર ઈચ્છા અને શ્રદ્ધાની જરૂર છે.
વૈરાગ્ય
લેખકઃ છે. હ. “સુશીલ લેકે કહે છે કે જ્યારે વિશ્વને ઝોક પડતી દશાનાં કેમ ઉપર હોય છે, ત્યારે પદાર્થમાત્ર પિતાને રસકસ ચેરે છે, જનની ધરતી પોતાની માધુરી પિતાના જ ઉદરમાં ગોપવી રાખે છે. સગાઓનું સગપણ અને ગોળનું ગળપણ મંદ થતું જાય છે. આ લોકમાન્યતા સાચી ગણવામાં આવે છે તે સાથે જમાનાની પડતીનું એક બીજું વધારાનું લક્ષણ અમે ઉમેરવા માગીએ છીએ. તે એ કે, જેમ પદાર્થો પિતાને રસ ચેરે છે, અથવા તેમાંથી રસ ઊડી જાય છે, તેમ અવનતિના કાળમાં યુગની સંસ્કૃતિના પરિચારક મહાન અર્થપૂર્ણ જીવંત શબ્દ પણ પિતાને અર્થ ચરે છે, અથવા તેમાંથી અર્થને મૂળ ભાવ ઊડી જાય છે. મહાન શબ્દોમાંથી અર્થ ગુમ થયા પછી તે શબ્દો મહાન પુરુષના મૃતદેહ જેવા માત્ર પૂજકને જ ઉપગના રહે છે. કૃષ્ણ વિનાની દ્વારકા જેવાં તે સૂકાં અને રસહીન બની જાય છે.
[૧૧૪] Jain Etrucation International
તવદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org