________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નથી પ્રતીત થતું તેનું કારણ તે નવું વિશ્વ છે જ નહિ માટે નથી પ્રતીત થતું, એમ કાંઈ નથી, પરંતુ આપણે બધા તેના ભાનમાં નથી પ્રવેશ્યા માટે નથી. જેઓ એ વિશ્વના સહેજ સરખા પણ ભાનમાં પ્રવેશ્યા છે, તેમને એ વિશ્વના હોવાપણાની સંપૂર્ણ ખાતરી થયેલી છે. અમે, તમે અને તે એ જગતમાં પ્રવેશવાના અધિકારી છીએ. આપણું અંતિમ નિર્માણ પણ એ જ છે. તેમાં પ્રવેશ્યા વિના કેઈન ચેન પડે તેમ નથી. આપણે હમેશાં અતૃપ્ત, અસંતુષ્ટ રહીએ છીએ, તેનું કારણ એ જ છે કે આપણો આત્મા તે સૃષ્ટિમાં પ્રવેશવા તત્પર થઈ રહ્યો છે. સુખ, આરામ, વિશ્રાંતિ, ચેન એ બધું અહીં નહિ પણ ત્યાં જ છે. ઈશ્વરની સૃષ્ટિ એ જ આપણું છેવટનું નિવાસસ્થાન છે. મહાત્મા જિસસ તેને “પિતાનું સામ્રાજ્ય’ કહી સંબોધતા ગયા છે. મહાત્મા સેન્ટલપલ તેને “પ્રભુને પ્રસાદ’ Lord's Manson ની સંજ્ઞા આપતા ગયા છે. સેવે મહાજનોની આંગળી તે તરફ જ હતી. સર્વ મહાજનના ચક્ષુ તે ભણી જ ઢળેલા રહેતા અને દીનવાણીથી તે મહારાજ્યમાં, તે સુખપૂર્ણ સૃષ્ટિમાં ખેંચી લેવા પિતાને પ્રાર્થતા હતા.
સંપૂર્ણ મુકતત્વ, સંપૂર્ણ નિરામયતા, સંપૂર્ણ સુખ, સર્વોત્કૃષ્ટ ઉન્નતિ અને ક્રમિક વિકાસને તે અંત છે. તે અવસ્થા એ વાણીને વિષય નથી કેમકે તે સૃષ્ટિના અને ‘આ’ સૃષ્ટિના અનુભવ સાથે કશું જ સામ્ય કે સાટશ્ય નથી. આપણી અનુભવ મર્યાદામાં જે જે વિષયે આવ્યા હોય તેના જ સંસ્કાર આપણા મન ઉપર હોય છે. અને એવા સંસ્કારથી જુદી પડતી વાત આપણું આગળ કઈ કરે છે તે આપણા ગળે ઊતરતી નથી. આમ હોવાથી નવી સૃષ્ટિને
ખ્યાલ વાણી દ્વારા લાવવામાં મોટો અંતરાય છે. અનનુભૂત વિષયને અનુભૂત સંસ્કારની વાણીમાં કેવી રીતે દર્શાવાય ? આથી જેમણે જેમણે આ પ્રયત્ન કર્યો છે, તેમણે માત્ર અહીં પ્રતીત થતા સુખ કે આનંદને ગુણાકાર જ કર્યો છે. સુખ કે આનંદનો પ્રકાર એને એ જ રાખી માત્ર તેને અનંતગુણે ગુણી નાખી તેનું પ્રમાણ વધાર્યું છે. અને આમ કરવા સિવાય તેમને બીજો રસ્તો પણ ન હતા. આથી તે વાત અર્ધસત્ય છે. સુખને પ્રકાર તેમજ પ્રમાણ તે નવી સૃષ્ટિમાં એક જ જુદા છે અને તે અનુભવથી જ તેના ભાનમાં પ્રવેશ્યા પછી જર્જાઈ શકાય છે. વર્ણન વાંચવાથી તેને સાચો ખ્યાલ આવતો નથી. વર્ણનને હેતુ માત્ર મનુષ્યને તે ભણી વાળવાને જ છે અને એમ થયે વર્ણનને પ્રયત્ન સફળ ગણાવા યેવ્ય છે. શાસ્ત્રો અને શાસકારે મનુષ્યમાં પ્રભુ પ્રત્યેની માત્ર ઉત્કંઠા જ ઉપજાવી શકે છે. આ પ્રતીત થતાં વિશ્વ કરતાં અનંતગુણ ચડિયાતું એક નવું વિશ્વ છે એટલી આપણને ખાતરી જ આપે છે. બાકીનું બધું મનુષ્ય જાતે કરવાનું છે. કંચી તેમની પિતાની પાસે છે.
આ નવી સૃષ્ટિના ભાનમાં પ્રવેશવાને રસ્તો કર્યો? પ્રભુને પ્રાસાદ ખોલવાની કંચી કયાંથી મળવાની છે? એ પ્રશ્ન આ સ્થળે સ્વાભાવિક છે. પ્રથમ તે તે પ્રદેશમાં પ્રવેશ કરવાની, તેને પ્રાપ્ત કરવાની અત્યંત પ્રબળ, તીવ્ર ઈચ્છા મનમાં પ્રગટવી જોઈએ. આ પ્રદેશમાં સ્થિતિ કરવાને એક જ ઉદ્દેશ સેવા જોઈએ. પ્રત્યેક વિચાર, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક કાર્યમાં વૃત્તિ એ પ્રદેશ સાથે વધારે ને વધારે અનુસંધાનવાળી થાય, એ અંતરથી ઈષ્ટ હેતુ હોવો જોઈએ અને પ્રવૃત્તિમાત્ર એ અંતિમ હેતુની સિદ્ધિને અથે જ હેવી જોઈએ.
આટલું થયા પછી આત્મા તે વિશ્વમાં પ્રવેશવા તૈયાર થયે હોય છે. પછી માત્ર તેને એક જ કાર્ય બાકી રહે છે. તે કાર્ય કઈ વિધિ, ક્રિયા, કે અનુષ્ઠાન નથી, તપ, જપ, મંત્ર, પ્રાણાયામ, આસનસિદ્ધિ કે કેઈ તેવું જ સાધન વિશેષ નથી; પણ પ્રભુના પ્રાસાદ ભણી જવા માટેનું આ સાધન તે માત્ર “શ્રદ્ધા છે. પ્રભુના મહારાજ્યની સાથે સંબંધમાં આવવા માટે જેની ખાસ જરૂર છે તે આ એક જ તત્ત્વ છે. મનુષ્ય તે વાતને પહેલેથી સાંભળતા આવ્યા છે. આ સ્થળે કાંઈ પ્રથમ જ તેમના વાંચવામાં આવે છે તેમ કાંઈ નથી, છતાં મનુષ્ય સ્વભાવનું બંધારણ જ એવું છે કે પાંચ પચીસવાર સાંભળેલી વાતને તેઓ સામાન્ય કહીને તરછોડી કાઢે છે અને એ જૂની વાતમાં કશે જ રસ તેઓ લેતા નથી. છતાં મુકિત પાટણ સુધીની મુસાફરી એ જ વાહનમાં કર્યા સિવાય આત્માને છૂટકે નથી, કેમકે તે સિવાય બીજું વાહન જ નથી. જૈન શાસ્ત્રકારેએ તેને સમ્યકત્વનું મૂળ કહ્યું છે. જિસસે તે Faith ને તેના ત્રણ મૂળ મંતવ્યમાં પ્રથમ સ્થાન આપ્યું છે. કૃષ્ણ પણ અર્જુનને “સર્વ ધર્મો છેડી મારે શરણે આવવાનું કહ્યું છે. જુદા જુદા ધર્મસ્થાપકે એ તે શ્રદ્ધા સ્વરૂપને ઈશ્વરપરાયણતા આદિ શબ્દો વડે બોધેલું છે. પરમાત્મ-સ્વરૂપમાં હૃદયની દૃઢ માન્યતા અર્થાત્ તે આધ્યાત્મિક સૃષ્ટિ છે અને હું તેમાં પ્રવેશવા યોગ્ય છું એ ચકકસ નિશ્ચય, એ પરમાત્મતત્વની સાથે સંબંધમાં નવીન સૃષ્ટિ
[૧૧]
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org