________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ.
વિશ્વનું મહાજનેએ આપેલું વર્ણન આપણને બરાબર મેળ લેતું જણાતું નથી. તેમ છતાં જેમની બુદ્ધિ તે શુદ્ધ સત્ત્વના પ્રકાશથી સહેજ પણ પ્રકાશિત થયેલી હોય છે, તેઓ એ પ્રકારના વર્ણનમાં પોતાના જ ઝાંખા અનુભવનું પ્રતિબિંબ જુએ છે અને એ વિશ્વનો અનભવ કરનારની ગમે તેવી ભાંગીતૂટી વાણી સાથે પોતાના અનુભવનું સદશ્ય ઘટાવી લે છે.
અજ્ઞાનરૂપી અંધકારને વિલય થતાં તે પ્રકાશમય જગતનું ભાન થવા ગ્ય છે. તે દિવ્ય જગતમાં જન્મ, જરા, મરણ, વ્યાધિ, દુઃખ અવ્યવસ્થા આદિ કશું જ નથી. ત્યાં સ્થળ અને કાળની મર્યાદાઓ તૂટી પડેલી હોય છે. ત્રણે કાળ તેમને એક જ કાળ છે. જ્યાં નવું જૂનું થયા કરતું હોય ત્યાં જ કાળને સંભવ છે અને તેથી જ કાળની વ્યાખ્યા પણ આપણા શાસ્ત્રકારેએ એવા પ્રકારની આપી છે કે “જે નવાનું જૂનું કરે છે તે કાળ છે.” હવે તે વિશ્વમાં કશું જ અવસ્થાને પાત્ર નથી. અચળ, અવિકારી અને સદાકાળ એક જ સ્થિતિમાં તે રહેવાવાળું હાઈ કાળનું અસ્તિત્વ ત્યાં નથી. થળ સંબંધે પણ તેમજ છે. તે દિવ્ય બ્રહ્માત્મક વિશ્વ સાથે તે મહાત્માનું એકય થવાથી જ્યાં જ્યાં તે શુદ્ધ સવનો આવિર્ભાવ છે, ત્યાં ત્યાં તે પણ છે, અને એવું કંઈ સ્થાન નથી. કે જ્યાં તે શુદ્ધ બ્રહ્મત્ત્વ નથી. તેથી સ્થાનની કલ્પના પણ ત્યાં રદ થાય છે. સ્થળ અને કાળ આ સાપેક્ષ વિશ્વમાં જ અર્થવાળા છે. તે વાસ્તવ જગતમાં તે સર્વ એકરસ-નિરવધિ ચિતિમહાસાગરરૂપ છે. પરમાત્માનો અનુભવ તે આપણે અનુભવ થાય છે. વસ્તુતઃ આપણે પછી તે પરમ-આત્માથી જુદા દેતા નથી. આપણું પૃથકત્વ ત્યાં વિલય પામે છે. અને જુદાઈની દીવાલ તૂટી પડે છે. સર્વત્ર શાંતિ, આનંદ, પૂર્ણતા જણાય છે. આનંદ અને સુખ માટે ઉપભેગના નિમિત્તની જરૂર પડતી નથી. અસ્તિત્વમાં હેવું એ જ આનંદમય હોવા તુલ્ય છે.To be is to be happy વેદાંતને બ્રહ્મસાક્ષાત્કાર, બુદધેનું પરિનિર્વાણ, યોગીજની સમાધિ, જેનું કેવલ્ય
Alone with the alone, સૂફીઓની પ્રિયાની ભેટ, એમર્સનને over soul એ બધું જુદી જુદી વાણીમાં એક જ અનુભવનું ઉચ્ચારણ છે, અને તે ઉપર્યુક્ત આધ્યાત્મિક સૃષ્ટિ સાથે સંબંધ છે.
એ નવું વિશ્વ આ પ્રતીત થતા વિશ્વથી ઘણે દૂર આવેલું કેઈ સ્થાન વિશેષ છે એમ નથી. તે આંહી જ છે. તમે પૂછશે કે “અગર જે તે આંહી જ છે તે શા માટે તે દેખાતું નથી ? જે તે હોય તે કદી મને એકને ન દેખાય. બેને ન દેખાવ, પાંચ પચીશને ન દેખાય, પરંતુ તમે દુનિયાના લગભગ બધા જ મનુષ્યને પૂછીને ખાતરી કરે અને તમને એકી અવાજે તેઓ કહેશે કે “અમારા અનુભવમાં તેવું જગત કદી જ આવ્યું નથી. અમે તે હોવાની વાત સાંભળી છે, પરંતુ તે વાત કઈ કપનામાં વસનાર કે સ્વપ્નામાં જ વિહરનારાઓએ ગઠવેલી હોય એમ જણાય છે. તેમ ન હોય તો શું આ કડો મનુષ્યને અનુભવ બોટો અને એકાદ ચસકી ગયેલા મનુષ્યને અભિપ્રાય સાચે ગણો?” દુનિયાની બહુમતી ઉપર જેમણે સત્યની કસોટીનું જોરણ બાંધેલું છે, અને ઘણુ માણસે કહે તે જ સાચું એમ જેમની મતિમાં રૂઢ થઈ ગયું છે તેમને માટે તે બધી જ દલીલ વ્યર્થ છે. ખરું છે કે એ નવી સૃષ્ટિને અનુભવ કરનારા માણસની સંખ્યા કાંઈ કરોડની થવા જતી નથી; અને આ ઈટ માટીની સૃષ્ટિના અનુભવીજને સાથે સરખાવતા તે મહાજનેની સંખ્યા નહિવત્ જ છે. તે પણ ડાહ્યા જનનું સત્યનું માપ “ઝાઝું તે ખરું અને અલ્પ તે ખોટું” એવું કદી હોતું નથી. સત્યને આધાર તેને માનનાર કે ન માનનારાની સંખ્યા ઉપર નથી. તેને અનુભવ ઘણાને નથી થયે તેથી તે સત્યને કશી જ હાનિ કે ઓછાવત્તાપણું નથી અને તે સાથે સત્યની એ પણ કરી છે કે તે સત્યનું ઉચ્ચારણ કેવા ચારિત્રવાળા પુરુએ કરેલું છે. એ નવી સૃષ્ટિની શોધને ઢંઢરો આજકાલ ટોળાબંધ ફરતા અને ભીખ ઉઘરાવતા મંડળએ નહીં, પણ જેના ચરણમાં ચક્રવતી રાજાઓના મણિમંડિત કિરીટ રોળાતા, અને જેમના પ્રતાપ આગળ વિશ્વની સમગ્ર વિભૂતિ બે કર જોડી મસ્તક ઢાળી ઊભી રહેતી, તેવા અનેક ઋષિ-મહર્ષિઓ વડે થયેલું છે. કેઈ સત્યતાને આધાર તે વાત કરનારની સંખ્યા ઉપર નહિ, પણ તે વાત કરનારના ચારિત્ર ઉપર હોવો જોઈએ. અને તે ધરણથી જોતાં એ નવી સૃષ્ટિ સંબંધે ઘોષણા કરનાર મહાજનને અનુભવ મુદ્દલ શંકાપાત્ર હોવો સંભવ નથી.
તે નવી સૃષ્ટિ આજ રથળે હાજર છે. મને કે તમને તે નથી અનુભવાતી તેનું કારણ એ જ છે કે આપણે તેના ભાનમાં પ્રવેશ્યા નથી. આપણા અનુભવ કે જ્ઞાનને આધાર માત્ર તે ય કે અનુભવને વિષય બનાવનાર વસ્તુના હોવાપણું ઉપર નથી, પરંતુ તે ય પદાર્થ સાથે આપણે “ભાનમાં આવીએ તે ઉપર છે. રેય પદાથે હોય પણ તે આપણી જ્ઞાન મર્યાદામાં ન આવતું હોય તે તે આપણે માટે નહિ હોવા તુલ્ય જ છે. મને, તમને અને કોડે માણસને તે નવું વિશ્વ
[૧૨].
તવદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org