________________
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મ
મનુષ્યનું દુઃખ જ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ થતાં અળપાઈ જાય છે. આથી જે અસ્થિર અને વિશેષ જ્ઞાનના પ્રકાશમાં લેપ પામવાના સ્વભાવવાળું છે તે સત્ય તરીકે ગણાવા ગ્ય નથી. જે સ્થિર, અચળ અને શાશ્વત છે, તે જ સત્ય ગણાવા ચોગ્ય છે. તેમ છતાં જ્યાં સુધી મનુષ્ય અજ્ઞાનમાં છે ત્યાં સુધી તેને મન પિતાનું જગત અત્યંત સત્ય અને સ્વાભાવિક જણાય છે. અને તે કાળે તેને માટે તે જ જગત સત્ય છે. પરંતુ આગળ ઉપર તે ભાવના ફરી જઈ તે સ્થાને સુખ અને આનંદની ભાવનાની પ્રતિષ્ઠા થવી સંભવિત હોઈને, તે તે દુ:ખવાદીની વિશ્વકપના અસત્ય બને છે.
જેમની જ્ઞાનમર્યાદા બહુ સાંકડી છે, તેઓ એમ માનતા હોય છે કે એવી જ્ઞાનપ્રવૃદ્ધ અવસ્થાવાળા અને સંપૂર્ણ સુખનું આસ્વાદન કરવાવાળા જીવાત્માઓ અહીંથી કરે ગાઉ દૂરની કઈ દિવ્યસૃષ્ટિમાં રહેતા હશે ! તેમના અંતઃકરણમાં એજ વાત દઢ બની ગઈ હોય છે કે, અહી તે દેખીતી રીતે જ જ્યાં ત્યાં દુઃખ અને નિવેદમયતા ભરેલી છે અને તેથી સુખને લેશ પણ સંભવ નથી, સુખવાળી સૃષ્ટિ તે આ દુખવાળી સૃષ્ટિથી ઘણે જ અંતરે દૂર આકાશના કઈ ભાગમાં લટકેલી હોવી જોઈએ ! લેકે એ સૃષ્ટિને સ્વગભૂમિ કહે છે અને તેવી સુખભૂમિમાં જવાને પરવાને મેળવવા માટે વિવિધ ક્રિયાઓ કરે છે. આવી વાતે પ્રાકૃત મનુષ્યને માટે જ તેમની સમજણમાં ઊતરે તે માટે હોય છે. વસ્તુતઃ અંતઃકરણની સુખમય અવસ્થાને (સ્થિતિ-વિશેષને) અને એ સ્થાનને કશે જ સંબંધ નથી.
જેટલી જ્ઞાનની કળાઓ તેટલા વિધો છે. અર્થાત્ સ્કૂલ વિશ્વ તેનું તેજ રહેવા છતાં જેમ જેમ અજ્ઞાનના આવરણ છેદાતા જાય છે તેમ તેમ તે નવા ઉપલબ્ધ થયેલા જ્ઞાનના પ્રકાશમાં વિશ્વ નવું રૂપ ધારણ કરતું જાય છે. વિશ્વ બદલાતું નથી. પણ મનુષ્યના આત્મા તેની સમજણ બદલાય છે. બાહ્યવિશ્વ એ મનુષ્યની આંતરાવસ્થાની પ્રતિછાયા માત્ર છે. વિશ્વના ઉપર સમાજને જે પ્રકાશ પડે છે તેવું રૂપ તે ધારણ કરે છે.
આથી સુખવાળી અવસ્થા માટે કોઈ સ્થાનવિશેષની અગત્ય નથી; જેની અગત્ય છે તે સ્થિતિ-વિશેષની છે. સ્થાન સ્થિતિને બદલી શકતું નથી, પણ સ્થિતિ સ્થાનને બદલે છે. સ્થિતિ બદલાતાં સ્થાનને પ્રભાવ ફરી જાય છે. મનની સ્થિતિ બદલાતાં નંદનવન મભૂમિને દેખાવ પહેરી લે છે, અને મનની સ્થિતિ બદલાતાં સહરાનું રણ કાશ્મીરની હરિયાળી ઉપવન લક્ષ્મી બની જાય છે.
મનુષ્યના અંતઃકરણની એક એવી આધ્યાત્મિક સ્થિતિ છે કે જ્યાં તેને પ્રવેશ થતાં, આ ચર્મચક્ષુને ભાસતા વિશ્વથી અત્યંત ભિન્ન જગતમાં તેને પ્રવેશ થયે હેય એમ તેને ભાસે છે. જો કે તે વસ્તુતઃ જે સ્થાને હોય છે ત્યાંને
ત્યાં જ રહે છે, છતાં પિતાના મનથી તે કરેડ ગાઉની દરની સૃષ્ટિમાં આવેલું હોય છે. આ જગતનું અને તે જગતનું મુલ મળતાપણું રહેતું નથી. આ નવા જગતમાં આવ્યા પછી પૂર્વના જગતને રહેવાનું કયું સ્થાન હતું તે પણ તેને જડતું નથી.
આ આધ્યાત્મિક જગતના સંબંધમાં સામાન્ય લેકનુભવ અત્યંત મંદ છે અને તેથી તે સંબંધે તેમના અંતઃકરણમાં વિવિધ કલ્પનાઓ હોય છે. કેટલાક એમ કહે છે કે મરણ પછી ઉત્તમ પુરુષે તે જગતમાં પ્રવેશી શકે છે. અર્થાત્ સ્વર્ગાદિ લેક તે આ જગત હશે એમ ઘણાખરા માને છે અને આ જન્મના અંતે તેને મેળવવા માટે અનેક અનુષ્ઠાન કરે છે. પરંતુ ખરી રીતે ઉપર્યુકત આધ્યાત્મિક સ્થિતિ એ સ્વર્ગાદિ લેકસૂચક નથી. શુદ્ધ સત્ત્વના પ્રકાશથી જેમની મતિ પ્રકાશિત થયેલી હોય છે, અથવા જેમના આત્મા ઉપરથી મોહના આવરણ છે સ્વરૂપના ભાનમાં પિતે આવ્યા હોય છે. તે પ્રકારની તે એક અવસ્થા વિશેષ છે અને તે આ લેકમાં જ પ્રાપ્ત થવા ગ્ય છે.
તે જગતની સાથે સંબંધમાં આવનાર મહાજનનો એવો અનુભવ છે કે તે કાળે આ જગત જેવું આપણને જણાય છે તેવું દેખાવું બંધ પડે છે. તેઓ કહે છે કે આ પ્રતીત થતું જગત તે સત્ય જગતની છાયામાત્ર છે. આ સ્કૂલ જગત જ્યારે બે છે ત્યારે તે જગત સત્ય છે. તે સંપૂર્ણ ચૈતન્યમય છે. જે કાંઈ થઈ ગયું છે, અને હોવા ગ્ય છે. તે સર્વનું તે દૈવી મૂળ છે. જુદા જુદા મહાત્માઓ તે જગતને જદી જુદી વાણીમાં વર્ણવે છે. છતાં તે સર્વને કથિતાશય એક જ પ્રકાર હોય છે. આપણને ભાસતા વિશ્વમાં તે વિશ્વની સાચી સરખામણી કરવા કેચ કંઈ જ ન હોવાથી તે અધ્યાત્મ ચિંતન
[૧૧૧] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International