________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
એક નવીન સૃષ્ટિ લેખક : છે. હ. ‘સુશીલ’
પ્રાણી માત્રને પોતપોતાના જુદા જુદા જગત હોય છે. એક જ સૃષ્ટિ ઉપર વિહરવા છતાં, એક જ સૂર્યની હુંફ્ તળે વસવા છતાં અને એક જ પ્રકારના અન્નવડે સ્થૂલદેહના નિર્વાહ કયે જતા છતાં, પ્રત્યેક જીવનું પોતાનુ સાચુ વિશ્વ નિરાળું હોય છે. અને તે વિશ્વ જીવના જ્ઞાનના તારતમ્યાનુસાર રચાયેલ હોય છે. સ્થૂલ સૃષ્ટિ ઉપર ત્રણ જીવની દૃષ્ટિ મર્યાદાને લઈને તેનું જગત નાનુ-મોટુ હોય છે અને માનસ તેમજ આધ્યાત્મિકષ્ટ સબંધે તે એ વાત તે કરતાં પણ અનેકગણી સત્ય છે. પાણીના બિંદુમાં વસતા એક પોરાના મનથી જગત એ બિંદુથી મોટું હોવું સંભવતુ નથી. શેરીના કૂતરાનું જગત, પેાતાની શેરી કરતાં વધારે વિશાળ હાવુ સંભવતુ નથી. એક અજ્ઞાન ગામડીઆનું જગત બહુ બહુ પોતાના ગામડાથી થોડાઘણા ગાઉ ઉપર સીમાબદ્ધ થયેલુ હોય છે. એક વિદ્વાન અને ભૂંગાળના અભ્યાસીનું જગત નકશામાં આવેલા એ ગાળા વડે સીમાબદ્ધ થયેલુ હાય છે.
આ પ્રમાણે બધાનું જગત જુદુ જુદુ હોવા છતાં, તેમાંથી એક પણ જીવની કલ્પના અસત્ય અથવા પાયા વિનાની નથી. કેમકે સર્વને પોતાના જ્ઞાનની મર્યાદાના પ્રમાણમાં વિશ્વ નાનુ-મોટું ભાસે છે. ગુજરાતી ત્રીજી ચોપડીમાં કાઠિયાવાડ કે ગુજરાતનો નકશે ભણનાર બાળવિદ્યાથીની વિશ્વ સખ’ધી કલ્પના કાઠિયાવાડ ગુજરાત જેટલી હાય છે; ત્યારે એશિયા ખંડના નકશે ભણનાર, જરા આગળ વધેલા વિદ્યાર્થીનું વિશ્વ વધારે વિસ્તારવાળુ બનેલુ હાય છે. પોતે કેવા વિશ્વમાં વસે છે, તેનો ખ્યાલ તેના જગત સબંધેના જ્ઞાન ઉપર આધાર રાખે છે. વિશાળ ખેતરમાં અનાજ લણતા એક અજ્ઞાન ખેડૂત કરતાં નાની સરખી ઓરડીમાં બેઠેલા ભૂગોળના જ્ઞાનવાળા મનુષ્યનું વિશ્વ અનેકગુણ વિસ્તારવાળુ હાય છે. તેનું સ્થૂલ શરીર ઓરડીમાં પુરાયેલુ હોવા છતાં તેનુ મન આખા જ્ઞાત વિશ્વને આશ્લેષમાં લઈ શકે છે અને તેથી તે પેલા ખેડૂત કરતાં મેટા જગતમાં વસતા હોય છે.
તે કરતાં પણ આગળ વધીએ તા એક વિદ્વાનનું વિશ્વ એકલી ભૂગોળ જાણનાર કરતાં અસંખ્યગુણુ અધિક વિશાળ હાય છે. તેને જણાય છે કે સૂર્યની સાથે સરખાવતાં આ વિશ્વ એક રાઈના દાણા જેવડું પણ નથી. પોતાના જ્ઞાનવડે તે સૂર્યને પૃથ્વી કરતાં ચૌદ લાખગણા માટો જુએ છે, અને તેથી પણ વિશેષ, આપણી પૃથ્વી જેમ સૂર્ય આગળ કાંઈ હિસાબમાં નથી, તેમ અનેક વિશાળ તારા આગળ એ સૂર્ય પણ રજકણ જેવા છે એવું ભાન તેમની વૃત્તિમાં હાય છે. ખરેજ જીવનનું જગત તેના જ્ઞાનના પ્રમાણમાં જ હોય છે.
અનેક મનુષ્યોને આ જગત જન્મ; જરા, મરણ, કષ્ટ, વ્યાધિ વગેરે સર્વ પ્રકારના દુઃખાથી ભરેલુ જણાય છે. સંસાર તેમને દાવાનળ જેવા અને શાષપૂર્ણ ભાસે છે અને તેમના અંતઃકરણની સ્થિતિ ફાંસીની શિક્ષા પામેલા કેદી જેવી દીન અને નિવેદ ભરી હોય છે, ત્યારે પ્રબુદ્ધ અંતઃકરણમાં એજ જગત દુઃખમાત્રથી રહિત, અપરિમિત સુખ અને આનંદથી ભરંતુ પ્રતિબિંબિત થાય છે. આ સૃષ્ટિ તેને લાક્ષણિક સૃષ્ટિ જેવી કલાપૂર્ણ અને જે પ્રકારે હોવી જોઈએ તેવી જ ભાસે છે. એક મનુષ્યને એમ લાગે કે આ વિશ્વની ચેોજના કરનાર – પછી તે ગમે તે હા-કોઈ નિર્દય અને પોતાના ઉપજાવેલા પ્રાણીઓને કષ્ટથી તરફડતા જોઈ રાજી થનાર દુષ્ટ સત્ત્વ છે; તે યોજનાશક્તિ કાંઈ પણ ઢંગધડા વગરની અને આડુ દોઢુ ફાવે તેમ ફેંકી દેનાર અને સ્વેચ્છાએ પ્રવનાર એક પ્રજાપીડક રાજા જેવી તેને જણાય છે. ત્યારે બીજા મનુષ્યને એમ ભાસે છે કે આ યોજનામાં જ્યાં ત્યાં અનંત જ્ઞાન, અપરિમિત ડહાપણ અને જ્યાં જેવુ જોઈએ ત્યાં તેવું જ છે.
જ્ઞાનના ભેદથી એક મનુષ્ય અનંત દુઃખપૂર્ણ જગતમાં વસે છે. ત્યારે ખીજો મનુષ્ય જ્ઞાનભેદથી અનંત સુખપૂર્ણ જગતમાં નિરંતર વસેલા હાય છે. સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે આ એમાં સાચું વિશ્વ કાનુ ? પહેલાનુ કે બીજાનુ ?
ઉત્તર એક જ હાઈ શકે, અને તે એકે, ખીજા માનવીનું વિશ્વ સાચું છે. કારણ કે જ્ઞાનના વિકાસવાળી સ્થિતિમાં કોઈ સ્થાને દુઃખરૂપતા દેખાતી નથી. વળી તે ભાન સ્થાયી રહે છે, અને કોઈ દિવસ લેાપ પામતુ નથી. દુઃખવાદી
તત્ત્વદર્શન
www.jainelibrary.org
[૧૧૦]
Jain Education International
For Private & Personal Use Only