SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ખાવાવાળા અને ભીરુ છે, તેઓએ પિતાની કલ્પનામાં પોતાને નિર્ભય, નિશ્ચિંત, પરમાત્મસત્તાવડે સુરક્ષિત હોવાનું કલ્પવું જોઈએ અને કેમે કમે તે વસ્તુ તેના જીવનમાં સંક્રાંત થયા વિના રહેશે નહીં. તેવું એક પણ આચરણ નથી કે, જે આ પ્રકારે વિકસાવી ન શકાય. ચારિત્ર ઘડતરની આ યેજના વડે હજારે મનુષ્યોએ પિતાની જાતને નવી જ બનાવી દીધી છે. આ માર્ગમાં જે કોઈ મોટામાં મોટી મુશ્કેલી હોય તો તે એ જ છે કે, લોકોને પોતાના બળમાં વિશ્વાસ નથી. તેઓ ધારે તેવા બની શકે તે વિષયમાં તેમને બહુ જ શંકા રહેતી હોય છે. “હું કરી શકીશ” એટલું જ વાકય અર્થ સહિત જે તેઓ કદાચ બોલી શકે તે તેઓ પિતાના જીવનમાં અદભુત ફેરફાર કરી શકે તેમ છે. પરંતુ કમનસીબે તેઓ એમ જ મનવડે નકકી કરીને બેઠા હોય છે કે અમે તે જેવા છીએ તેવા ને તેવા જ રહેવા નિર્માયા છીએ. તેમને એટલું ભાન થાય તે કેવું સારું કે તેઓના આત્મવિકાસનું કામ આ ભૂમિકાએ હજી પરિસમાપ્ત થયું નથી, પરંતુ હજી પૂર્ણતાના પ્રાપ્તિ સુધી આગળ ને આગળ ચાલવાનું છે. પિતાને જેવા થવું હોય તેવા બનવાનું બીજ પ્રત્યેક અંતઃકરણમાં રહેલું જ છે. લોકો માનતા હોય છે કે, કલ્પવૃક્ષ માત્ર દેવભૂમિકામાં જ છે. આ મર્યભૂમિમાં તે માત્ર લીબડા, બાવળ અને કેરડાનાં વૃક્ષો જ છે. પરંતુ તે વાત ખરી નથી. કલ્પવૃક્ષ પ્રત્યેક અંતઃકરણમાં સહજપણે બિરાજેલું જ છે અને તે માગ્યા મુજબ સર્વ કેઈને આચ્ચે જ જાય છે. માત્ર ખામી જ એ છે કે, લોકોને માગતા આવડતું નથી. પરંતુ જેવા ફળે તમારે જોઈએ તેવા ફળે કાળે કરીને બાહ્ય જગતમાં પણ તે કલ્પવૃક્ષમાંથી અવતરણ પામે છે. કલ્પનાશક્તિ એ ઉદ્દભાવની શક્તિ છે, સર્જનશક્તિ છે. મનુષ્યને મળેલી ઊંચામાં ઊંચી–સર્વોત્કૃષ્ટ દિવ્ય બક્ષીસ છે. મનુષ્ય જ્યારે આ સત્યની પ્રતીતિ પામે છે, અને તેને ઉપગ કરે છે ત્યારે તે તદ્દન બીજે જ મનુષ્ય બની જાય છે. તે અગાઉને પામર, રંક, ભીરુ, શક્તિહીન મનુષ્ય રહેતો નથી; પરંતુ પિતામાં ઈશિત્વ અંશ જાગ્રત કરેલ અસાધારણ મનુષ્ય બને છે. તે પછી તેને એમ લાગે છે કે, “સંગે મારા વશમાં છે, સંગોને વશ હું નથી. મારા વંશ ક્રમાનુગત આચરણે ગમે તેવા નરસાં હોય પણ તે સર્વ મારા કબજામાં છે. એ સર્વ સંગે, પરિરિથતિઓ, વેષ્ટને અને કાળબળરૂપી સમુદ્ર ઉપર થઈને મારું નાવ સલામત–ભયહીનપણે વધે જ જાય છે. સંગને હું ધાર્યા પ્રમાણે બનાવી શકું છું. મારી મરજી ન હોય તેવું મારા વડે કશું પણ કોઈ કાળે બનશે નહીં, કેમ કે, હું સર્વને સ્વામી છું.” અહો ! આવો આત્મ-સંયમ સમાજમાં કયારે પિતાનું યોગ્ય સ્થાન મેળવશે? લોકો તેની કદર કરતાં કયારે શીખશે ? અમેરિકામાં કેટલાક મેટા નગરની વિદ્યાશાળાઓમાં ઉપર્યુકત પ્રકારને “આત્મસંયત વગ” (Self-governed grade) રાખેલો છે અને તેમાં ફકત એવા જ વિદ્યાથીઓ પ્રવેશ કરી શકે છે કે, જેઓએ પિતાના ઉપર સંયમને કાંઈ પરિચય આપેલ હોય; જેઓ પિતાના સર્વ કાર્યો તેમ જ મનોવૃત્તિને કાબુમાં રાખી શકતા હોય અને જેઓએ પિતામાં કિ પ્રકારના ઉત્તમ ‘ટ’ને પ્રકૃતિમાં એકરસ કરી દીધી હોય. આપણી વિદ્યાશાળાઓમાં આ પ્રકારની પધ્ધતિ કયારે દાખલ થશે? આ વિષયની સમાપ્તિ કરતાં પહેલાં સમર્થ તત્વજ્ઞ પંડિત Herbet spencer ના નીચેના અમર શબ્દોને આ સ્થળે ટાંકવાની વૃત્તિને અમે રોકી શકતા નથી. આત્મસંયમ અને ચારિત્ર વિષે લખતાં તે મહાપંડિત જણાવે છે કે"In the supremacy of self control consists one of the perfections of the ideal man. Not to be impulsive, not to be spurred hither and thither by each desire, but to be self-restrained self balanced, governed by the just decision of the feelings in Council assembled xxxx that it is which moral education strives to produce. અર્થાત્ “આત્મસંયમની ઉત્કૃષ્ટતામાં આદર્શ—મનુષ્યની સંપૂર્ણતા ને છે. આવેગ અથવા તાત્કાલિક વૃત્તિભને વશ થઈને કઈ કામમાં ન ઝંપલાવવું, પ્રત્યેક વાસના તરંગથી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં તણાયા ન કરવું, આત્મ-દમન કરવું, સમભાવ વિશિષ્ટ રહેવું, બધી વૃત્તિઓને સભામાં આમંત્રણ કરીને તેમણે એકમતે સ્થાપેલ નિર્ણયથી નિયમાવું....આવી પરિસ્થિતિને ઉપજાવવી એ નૈતિક શિક્ષણને ઉદ્દેશ છે.” અમારું પણ આજ લક્ષ્ય છે. “આત્મ-સંયત વર્ગમાં તમારી જાતને દાખલ કરવા તમે શકિતમાન બને એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. * * : અધ્યાત્મ ચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy