SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેવ કવિવય ૫. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ સવિશેષ અવતરણ અધવા સ્થૂલ બહિર્ભાવ Physical expression છે. આપણી કલ્પનાની મૂર્તિ બાહ્યભાવ પામે છે અને તે જ પ્રમાણે બધા જ સર્જિત પદાર્થોના સંબંધે સમજવું વ્યાજબી છે. જ્યાં જ્યાં રચના છે, ઘટના છે, વ્યવસ્થા છે, ત્યાં ત્યાં અવશ્ય તે સર્વની પૂર્વગામી પેજના, પ્લાન, બુદ્ધિગત ચિત્ર અથવા માનસભાવના હોવી જ જોઈએ. તે જ પ્રમાણે જ્યારે આપણે આપણા ચારિત્રમાં કોઈ ઈષ્ટ સશુ ઉપજાવવા માગીએ છીએ ત્યારે પ્રથમ તે આપણા માટે આ પ્રમાણે કરવું વ્યાજબી છે. આપણે કેવા થવા માગીએ છીએ અથવા આપણા ચારિત્ર બંધારણમાં કેવા તો જેવાને આપણે તેજાર છીએ તેનું સ્પષ્ટ, સુરેખ, માનસચિત્ર રચવું જોઈએ. આ એક જરૂરનું પ્રથમ પÍથયું છે. તમારા માનસચિત્રને બને તેટલું સ્પષ્ટ, શંકા અને ગોટાળા વિનાનું, ચેક બું અને વિગત સહિત રૂપરેખાથી પરિપૂર્ણ રચે અને તે ચિત્રને તમારા મન સાથે સજજડ જડી લે. એ ચિત્ર જ તમારા ચારિત્રની ઈમારતને પામે છે. . એ પાયાની ઉપર જ તમારું ભાવીનું ચણતર થવાનું છે. એ યોજનાને અનુસરીને જ તમારે રચનાત્મક કાર્ય કરવાનું છે. એ ચિત્ર ઉપર મનને વિરામ પમાડો, તેની પૂજા કરે. જેને કોઈ પ્રકારનું જીવન ઉદ્દેશ છે તેમણે તે આ માનસમૂર્તિનું પૂજન કરવું જોઈએ. સ્થૂલ મૂર્તિપૂજા પણ જે આ ઉદ્દે શને કઈ અંશે સિદ્ધ કરતી હોય તે અમે તેને પણ કર્તવ્ય માનીએ છીએ. વિશ્વને “મૂતિ પૂજા વિના ચાલતું નથી—ચાલે તેમ પણ નથી. હાલ તે આપણે આપણા પ્રસ્તુત વિષયને છોડીને અવાંતર વિષયમાં ઊતરવું એગ્ય નથી, પરંતુ એટલું તો કહીશું કે, જ્યાં મૂર્તિપૂજા નથી પ્રગતિ, વિકાસ કે ઉત્ક્રાંતિ નથી. પણ મૂર્તિપૂજા કયા સ્થાને નથી ? બધે જ છે. - કલ્પનાવડે એ ઈષ્ટ સદ્દગુણોને તમારી ચારિત્ર-ઘટનામાં જુઓ અને જાણે તે તમારામાં અત્યારે જ છે તેમ વર્તે. તે પ્રમાણે તમારું વર્તન છે અને જીવનના પ્રત્યેક પ્રસંગમાં તમે તે ગુણોને પરિચય આપે છે, એમ મનમય રીતે જુઓ. ગમે તેવા પ્રબળ પ્રલોભનના પ્રસંગમાં કે વિકટ મામલામાં તમે તે ગુણેને ત્યાગ નથીજ કર્યો. એમ કલ્પનામાં નકકી કરે. એ ગુણની ઉપેક્ષા કરવાને પ્રસંગે ઉપસ્થિત થયેલ હોય, તેને ક્ષણભર છોડી દેવાથી તમને મોટો લાભ થતો હોય; છતાં તમે તેને ખંત, ઉત્સાહ, ધર્યથી સતતપણે વળગી જ રહ્યા છે, એમ કલપનામાં જુઓ. વખતના વહેવા સાથે આ ચિત્રનો મારા જીવનમાં બહિર્ભાવ થયા વિના રહેશે નહીં. કલ્પનાના જળ વડે સિંચાયેલું ચારિત્રનું બીજ મને મય ભૂમિકાની માટીમાંથી બહારના આકાશમાં અવતરણ પામશે. તે પછી એ સદ્દગુણને અનુસરતું જીવન અને વર્તન તમને સ્વાભાવિક, પ્રકૃતિજાત, સહજ થઈ પડશે. પછી તે પ્રમાણે વર્તવામાં તમને મુદ્દલ મુશ્કેલી પડવાની નહિ. કમેકમે તે ‘ટેવ રૂપ બની જશે, અને તમારા સમગ્ર પ્રવર્તનમાં એ ટેવ પદે પદે પરિચય આપ્યા જ કરશે. ઘણુ વ્યવહારુ ડાહ્યા મનુષ્ય અમારી આ વાતને હસી કાઢશે. કદાચ તમે એ કટિમાં વિરાજતા હશે તે મનમાં ને મનમાં બોલતા હશે કે “આ તે બધી ક૯પનાજાળ છે. દિવસે આવેલું ઢંગધડા વિનાનું સ્વપ્ન માત્ર છે. બહુ તે આ એક સિદ્ધાંત છે. પરંતુ વ્યવહાર ડહાપણને અને આવા મનમય ચિત્રને કશે જ સંબંધ નથી.” ખેર, તમને અમારી વાતને હસી કાઢવાની છૂટ છે. પણ તે જ વખતે અમને પણ તમારા તરફ હસવું આવ્યા વિના રહેતું નથી. કેમકે આ ઉપર્યુકત નિર્ણય હજારે સમર્થ મને વિજ્ઞાન શાસ્ત્રીઓના અનુભવનું પરિણામ છે, અને તે એક સિદ્ધ મને વિજ્ઞાન શાસ્ત્રીની બીના છે. હજારો મનુષ્યએ તે પેજનાને અનુસરીને પિતાના ચારિત્રમાં અદ્દભુત પરિવર્તન કરેલું છે, અને હજારે મનુષ્યોએ નવું જીવન’ મેળવ્યું છે, સમર્થ જ્ઞાની પુરુષના એ નિર્ણયને જ્યારે તમે હસો ત્યારે અમને તમારા અજ્ઞાન ઉપર હાસ્ય આવતું કેવી રીતે અટકે ? ઉપર્યુકત વિધિવડે મનુષ્ય ધારે તે પોતાના નિતિક જીવનને ઉરચ કોટીનું બનાવી શકે છે, એટલું જ નહિ પણ તે તેની આસપાસના સ્વરૂપને રચવા શકિતમાન બને છે. તેના નિત્ય જીવનમાં વિજય મેળવવા માટે જે વસ્તુની તેને જરૂર હોય તે પણ તે પ્રાપ્ત કરી શકે છે. જેનામાં ખંત નથી, સળંગ-સતતપણે કામ કરવાની ધીરજ નથી તેઓ પણ આ યુકિતથી એ ઈષ્ટ વસ્તુને પિતામાં જમાવી શકે છે. તેણે “ખંતનું મનમય ચિત્ર રચીને તેની પૂજા કરવી જોઈએ; પિતાને કલ્પનામાં ખંતીલે જતાં શીખવું જોઈએ, કાર્યમાં તેણે તે ચિત્રને અનુસરતું જીવન ગુજારવું જોઈએ અને એમ કરતાં એ વર્તન ટેવ રૂપ બને ત્યારે તે ચારિત્રને વિભાગ બને છે. તે જ પ્રમાણે જેઓ બહુ બીકણ, ડગલે-પગલે ડર [૧૦૮] તવદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy