SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પ, જાનકીજી મહારાજ જન્નતા કામનું નથી. કેમકે ત્યાં સુવિકસિત નતિક સમાજને અવકાશ હેતું નથી. આ મત અનેક ઉત્તમ કોટિના વિદ્વાન મનુષ્ય ધરાવતા જણાય છે. દાખલા તરીકે અમેરિકાને સમર્થ વિદ્યમાન પંડિત Josiar Royce એક સ્થળે એમ જણાવે છે કે "The establishment of organised habit is never in itself enough to ensure the growth of an enlightened moral consciousness.” એટલે કે “માત્ર અંગભૂત બની ગયેલી કેઈ ટેવ, જ્ઞાનપૂર્વક નૌતિક ભાને ઉપલબ્ધ કરવા માટે પૂરતી નથી.” અમે આ મત સામે અમારો નમ્ર વિરોધ રજૂ કરીએ છીએ. અમારી દલીલ એટલી જ છે કે, ગમે તેવી ટેવ માટે પ્રથમ એ ટેવને અનુસરતી ઈચ્છા, માગણી, રસવૃત્તિ હોવી જ જોઈએ, તેમ ન હોય તે એ અંગભૂત અને પ્રકૃતિમાં એકરસ બનેલી ટેવને અવકાશ જ કયાંથી હોય? અને જ્યારે એ ઈચ્છા કે માગણીને એ ટેવના પૂર્વગામી તરીકે રવીકારાય ત્યારે એમાં ઉપગ અને મતિક ભાનને સ્વતઃ સ્વીકાર અને સમાવેશ થઈ જાય છે. પ્રથમ ઈચ્છાકાળે નૈતિક જ્ઞાન હોય જ છે. અને એમ હોય તો જ તેને અનુસરતું વર્તન અને વર્તનને અનુસરતી ટેવ બંધાય છે. અત્યારે આપણામાં અહિંસાની વૃત્તિ ટેવરૂપે બની ગયેલી છે. તેનું કારણ કેઈ કાળે પૂર્વજન્મમાં તે વૃત્તિ તરફ આપણી સંપૂર્ણ રુચિ અને અભિલાષા હોવી જોઈએ. એમ ન હોત તો આ કાળે તે વૃત્તિ એક સુવિહિત ટેવરૂપે, સહજભાવે આપણામાં હઈ શકત નહિ. પ્રથમ અવશ્ય તે વૃત્તિ ફરજરૂપે, ધર્મરૂપે આપણા નિતિક પ્રદેશમાં સ્થાન મેળવે છે અને આપણી પાસે તે વૃત્તિને અનુસરતું વર્તન કરાવે છે. પુનઃ પુનઃ વર્તનથી તે ટેવરૂપે બની આખરે સ્વયંવહ-સ્વયંસંચાલિત Automatic બની જાય છે. પછી તે તે આપણા આંતરમનમાં જ રહે છે, અને ત્યાં રહ્યા રહ્યા આપણી બધી પ્રવૃત્તિ ઉપર અસર ઉપજાવે છે. તેને અનુસર્યા વિના આપણને કદી ચેન પડતું નથી. આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે, ચારિત્રનું ઘડવું, ફેરવવું, રચવું, એ સર્વ ટેવ” ઉપર અવલંબીને રહેલું છે. બાલ્યકાળથી જ પડી ગયેલી ઉત્તમ ટે ભવિષ્યમાં પ્રગટવા ગ્ય વિજયવૃક્ષના બીજ તરીકે કાયમ ૨હી હાય જ પ્રામાણિકપણાની ભાવના દૃઢપણે અંક્તિ થાય તે મોટી વયે તે ટેવને અનુસર્યા વિના તેને ચાલતું જ નથી. તે જ પ્રકારે નાનપણમાંથી જ ખંત, ઉદ્યોગ, ધર્ય, પ્રયત્ન આદિ સુંદર ટે પડી ગયેલી હોય તે મોટી વયે તે સર્વદેશીય વિજયની ઉપાદાન સામગ્રીનું કાર્ય બજાવે છે. વ્યક્તિનું, સમાજનું, દેશનું કે વિશ્વનું કલ્યાણ એ ટેવની સારતા કે અસારતા ઉપર અવલંબને રહેલું છે. જે દેશમાં કે સમાજમાં એ ટેવો’ કેળવવા ઉપર લક્ષ્ય અપાતું નથી તેની ઉપર અગતિ અને નિષ્ફળતાની છાપ નિરંતર પડી રહેલી જ જોવામાં આવે છે. સારી ટેવોની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. કપનાશક્તિ અને આત્મસંયમ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સારી ટેવ ઉપજાવવા માટે શું કરવું? તેને જવાબ એ છે કે તમારા મનમાં એક ઈષ્ટ માનસમૂર્તિ રે અને તે મૂર્તિની આસપાસ તેને અનુરૂપ ખાસિયતવાળું કલ્પનાચિત્ર ખડું કરે. સ્પષ્ટતાને ખાતર, ચાલો અધિક વિવેચનમાં ઊતરીએ. આપણી આસપાસ આપણે જે કાંઈ સ્કૂલ રચનાવાળી સુષ્ટિ જોઈએ છીએ તે બધી એક માનસિક ચિત્રને અનુસરીને બહિર્ભાવ પામેલી છે. વ્યકતપણે કે અવ્યકતપણે એક માનસિક ચિત્રને જ અનુસરીને બધી સ્કૂલ ઘટનાઓ રચાતી માલૂમ પડે છે. કેટલીક રચનાઓ મનુષ્યના આંતરચિત્રને અનુસરીને, કેટલીક પશુઓના મનને અનુસરીને કેટલીક દિવ્ય સત્ત્વની જનાઓને અનુસરીને રચાયેલી હોય છે. વિશ્વને નિયમ જ એ પ્રકારે છે કે, પ્રત્યેક રચના પ્રથમ આંતર જગતમાં હોય છે અને ત્યાંથી તે સ્કૂલ જગતમાં અવતરણ પામે છે. ચારિત્રની રચના સંબંધે પણ તેમ જ છે. જ્યારે આપણે એક ઘરની રચના કરવા માગીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ ? પ્રથમ આપણે ઘરની એક સામાન્ય ભાવના મનમાં રચીએ છીએ. તે પછી તે ઘર કેવી જાતનું કરવું તેનું વિશેષ મમય ચિત્ર ઉપજાવીએ છીએ, તે પછી ઘરની બાંધણી, ઘાટ, સામગ્રી, બારી-બારણાં વગેરે કેવા કરવાં તે સંબંધી સવિશેષ વિગત નકકી કરીએ છીએ. તે પછી કદાચ કઈ મિસ્ત્રીને પૂછીને આપણે પ્લાન ઘડાવીએ છીએ. આ પ્લાન અથવા પેજના એ છે? આપણું માનસિક "લાનનું કાગળ ઉપરનું અવતરણ માત્ર છે. અને તૈયાર થયેલું મકાન એ શું છે? આપણી માનસિક ચિત્રનું બીજું અધ્યામ ચિંતન [૧૦૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy