________________
==
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આપણે પ્રેરણા કે આજ્ઞા જ કરવાની છે. માત્ર શ્રદ્ધાપૂર્વક તે “કરાવ બહાર પાડવાની જરૂર છે. સામર્થ્યના મધ્યબિંદુમાંથી એ આદેશ-સ્વર પ્રવર્તાવવાની જ જરૂર છે. અભિમાનીની અથવા “હું” ની આજ્ઞા–આત્માને હકમ એટલું જ આવશ્યક છે. એ શાંત બળની-શ્રદ્ધાની જ જરૂર છે. તે સિવાય નકામું જોર પછાડવાની તેમ જ વ્યર્થ બળ ક્ષય કરવાની કશી જરૂર નથી.
ચારિત્રમાં ઉત્તમ અંશે પ્રગટાવવા માટે આવશ્યક સામગ્રીનું વર્ણન અમે કરી ચૂક્યા છીએ તે આ પ્રમાણે :(૧) પ્રબળ રસવૃત્તિ, (૨) શ્રદ્ધા અથવા વિશ્વાસ, (૩) સંકલ્પબળ. આ ત્રણ હથિયારથી પરિજિત થયેલ આત્મા હવે ગમે તેવા વિજય માટે તૈયાર છે. હવે ફકત કાર્યક્ષેત્રમાં જ પ્રવેશવું બાકી છે. કાર્યમાં ઉતરતા પહેલાં આંતરસામગ્રી ઉપર પ્રમાણે હોય તે જ એમાં ‘વિજય’નું તવ પ્રવેશી શકે છે, એ ભૂલવું જોઈએ નહીં.
ચારિત્રનું ઘડતર એ ટેનું જ બંધારણ છે ઉપર્યુકત ત્રણે તત્વેની આવશ્કતા મન ઉપર દઢપણે સ્થિર થયા પછી હવે આપણે કાર્યના પ્રદેશ ઉપર આવીએ છીએ.
પ્રથમ તે ચારિત્રને અનુસરતી ટેવ પાડવાની આવશ્યકતા છે. કદાચ તમને “ટેવ’ શબ્દથી નિરાશા ઉત્પન્ન થશે અને આશ્ચર્યથી બોલી ઊઠશે કે શું ટેવથી ચારિત્ર બંધાય છે? હા, એ ટેવ’ શબ્દમાં જ આ સમગ્ર વાતનું ગુપ્ત રહસ્ય સમાયેલું છે. આપણું અત્યારનું ચારિત્ર શાનું બનેલું છે, એ તમે બારીક ધ્યાન આપી કદી જોયું હશે, તે તમને માલુમ પડશે કે, તે વંશક્રમાનુગત સંસ્કાર અથવા પ્રાપ્ત કરેલી ટેનું જ બનેલું છે. અત્યારે પણ વિષયની આલેચના કરી જશે તે એ વાતની પ્રતીતિ તમને આ ક્ષણે જ મળશે. તમે એવી અનેક પ્રવૃત્તિ અને કાર્યો કરે છે કે, જેમાં તમને કાંઈ વિચાર અથવા ઉહાપોહ કરવાની જરૂર જણાતી નથી. તેનું કારણ એ જ હોય છે કે, તેમ કરવાને તમે ટેવાઈ ગયા છે. અમુક પ્રકારે જ તમારું પ્રવર્તન છે, કેમકે તેમ પ્રવર્તવાની તમે ઘણા વખતથી ‘ટેવ” પાડી છે. તમને હજી એ વાત શંકા છે ? એમ હોય તે તમે તમારી આસપાસ નજર કરો અથવા તમારા પિતાના અંતઃકરણમાં દષ્ટિ સ્થાપે. અને તમને જણાઈ આવશે કે, તમે ઘણીજની ટેવે ગુમાવી છે અને નવી ટેવને તે જૂની ટેનું સ્થાન આપેલ છે. ચારિત્રનું ઘડતર એ ટેનું જ બંધારણ છે, અને ચારિત્રનું પરિવર્તન એ ટેનું જ પરિવર્તન છે. આ વાત કદાચ તમે આ વાંચ્યા અગાઉ પણ જાણતા હશે અને આથી તમને નવું તત્ત્વ મળેલું માનતા હશે. પરંતુ આ વાતને તમારા અંતઃકરણમાં દઢપણે અંકિત કરવાથી તમને અનેક મર્મની હકીક્ત અવગત થશે.
તે સાથે બીજું એ સ્મૃતિમાં રાખવું એ છે કે, “ટેવ એ આંતરમનમાં રહે છે. ખરૂં છે કે ટેવનું ઉત્પત્તિ સ્થાન આપણા બાહ્ય મનમાં હોય છે, અર્થાત જ્યારે તે નવી જ પડે છે ત્યારે તેને આપણે માનપૂર્વક પોષીને ઉછેરીએ છીએ. પરંતુ જ્યારે તે ટેવ’ સ્થિર થાય છે ત્યારે તે આપણા અંતઃકરણના અવ્યક્ત પ્રદેશમાં ચાલી જાય છે; પછી તે આપણા ચારિત્રને વિભાગ બની જાય છે. પછી તે ટેવને અનુસરવા માટે આપણે કાંઈ ખાસ પ્રયત્ન કરે પડતું નથી. પરંતુ તે ટેવ આપણું પ્રકૃતિભૂત બની જાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે, Habit is second nature અર્થાત્ ટેવ છે તે બીજી પ્રકૃતિ છે. અરે! બીજી પ્રકૃતિ નહિ પણ દશ પ્રકૃતિ જેટલું તેનું બળ અમે માનીએ છીએ. ડયુક ઓફ વેલિંગ્ટનને ટેવમાં એટલી બધી શ્રદ્ધા હતી કે તે પિતાના સૈનિકમાં અમુક પ્રકારની ટેવ દાખલ કરવા માટે બહુ યત્નવાન રહે, અને જુદી જુદી કસરત દ્વારા તેના લશ્કરમાં અમુક ઈષ્ટ દેવેને નાખ્યા જ કરતો. જ્યાં સુધી તે ટેવ પ્રકૃતિમાં એકરસ ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરવા નિરંતર બની શકે તેટલી હદે તે ટેનું અનુશીલન કરાવતે.
ટેવના સંબંધમાં ડાર્વિન (Darvin) પિતાના સંબંધે એક ઉદાહરણ પિતાના પુસ્તકમાં રજૂ કરે છે. તે કહેતો કે “મારામાં ભય પામવાની ટેવ એવા ઊંડા મૂળ ઘાલીને બેઠી છે કે, જ્યાં ભયને સહજ પણ અવકાશ ન હોય ત્યાં પણ હું એકદમ આંચકા પામીને પાછો હઠું છું. હું જ્યારે પ્રાણીઓના સંગ્રહસ્થાન Zoological garden માં જ અને કાચના પીંજરામાં રાખેલા મેટા સપને, પીંજરા ઉપર હાથ મૂકીને જોતે, ત્યારે કેટલીકવાર તે સર્પ મને કરડવાના ઈરાદાથી પીંજરા ઉપર પિતાની ફેણ અફળાવતે. આ વખતે હું ત્રાસ પામીને છેડા કદમ દર ભાગી જતું. જો કે
અધ્યાત્મ ચિંતન Jain Education International
For Private & Personal Use Only
[૧૫] www.jainelibrary.org