________________
}પૂઢ ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પિષણના અભાવે તે દુણે પિતાની મેળે મરી જવાના. તે સાથે એના વિરોધી ઈષ્ટ અંશે તમારી-હદયભૂમિ ઉપર ઉપજાવવા પ્રયત્ન કરે. અધમ વાસનાઓને હૃદયક્ષેત્ર ઉપર સ્થાન આપવાની ચકખી ના પાડવાથી, તેમ જ તેમને માનસિક ખોરાક આપો બંધ કરી દેવાથી તે વધતા બંધ પડી જાય છે. જેમ ખાતર અને પાણી આપવું બંધ કરવાથી, વનસ્પતિની રોપે સુકાઈને ક્ષીણ બની જાય છે, તેમ તે તે વાસનાને રસનું પિષણ મળતું અટકી પડવાથી તે ક્ષય પામી આખરે નિર્મૂળ બને છે. આ સૂચના ચારિત્રને ઉત્તમ પ્રકારનું બનાવવા ઈચ્છનારને અત્યંત અગત્યની છે. તેથી પુનઃ કહીએ છીએ કે, એવી અનિષ્ટ ઈચ્છાઓ ઉપર મનને સ્થિત કરવાની સમૂળગી ના પાડી દો ! તમારી વૃત્તિને એ વિષય ઉપરથી ઊઠાવી બીજા ઠેકાણે ચેડી દે. ખાસ કરીને કપનાને તે વિષયને રસાસ્વાદ ન કરવા દે. શરૂઆતમાં એમ કરવામાં બહુ મહેનત જણાય છે. કલ્પના વારંવાર છટકી જઈને પિતાના રસપ્રદ વિષમાંથી આનંદ ચૂસવા બેસી જાય છે. પરંતુ પ્રત્યેક પ્રયત્નની સાથે તે અધિક અધિક કાબુમાં આવતી જાય છે. એક વખત તમે કલ્પનાને તેના વિષયથી વિખુટી પાડવા શકિતમાન બનશે એટલે પુનઃ પ્રયત્ન કરતી વેળા પ્રથમ પ્રયત્નના જેટલી મહેનત પડવાની નહિ. લાલચુ ના બને. “એક વખતને માટે ભોગવી લેવા દે. હવે પછી ફરીથી એમ નહિ કર.” એમ કદી પણ મનને ઢીલું મૂકે નહિ. વાસનાને ડંખ જ એક વખતમાં રહેલો છે. “એક વખતની લાલચ આગળ મૂંડી નમાવી તે પછી તમારે વિજયે લાખો કોશ દૂર છે એ જરૂર માને.
એ સાથે એ પણ એટલું જ અગત્યનું છે કે, એ અનિષ્ટ અંશનું ચિંતન અટકાવવા સાથે ઈષ્ટ સદ્દગુણમાં “રસ” અનુભવવા પ્રયત્ન કરો. સગણનું બને તેટલું ચિંતન કરી તેમાં રસવૃત્તિ પ્રગટાવે. બહ પ્રેમપૂર્વક, મમતાપૂર્વક એને ચાહો, અને એ સદગુણને તમારી ચારિત્રઘટનામાં સંપૂર્ણ આવિર્ભાવ થયા પછી તમારી સ્થિતિ કેવી બદલાઈ જવાની એનું રસપૂર્વક મનોમય ચિત્ર ર. એમ કરવાથી તમે એવી હદે આવી પહોંચશે કે જ્યાં એ સદ્ગુણ વિના તમને આરામ મળવાને નહિ. તે વિના તમારું જીવન તમને અધુરું અધુરું ભાસવાનું.
રસવૃત્તિ જાગૃત થયા પછી ઈષ્ટ સદ્દગુણ મેળવવા માટે શ્રદ્ધાની જરૂર છે. એટલે કે હું જરૂર તે મેળવી શકીશ” એ દઢ વિશ્વાસ જોઈએ. આ “શ્રદ્ધા” પણ “રસની માફક માગ્યા પ્રમાણે આવી મળતી નથી. અર્થાત્ મનુષ્ય ધારે છે તેમ એ “શ્રદ્ધા રાખવી કાંઈક આપણા હાથમાં નથી. વાસ્તવમાં “રસ” જ્યારે ચિંતનથી મળી શકે છે, ત્યારે શ્રદ્ધા” કાર્ય વિના સાંપડી શકતી નથી. ધારેલું કાર્ય અમુક અંશે સિદ્ધ થયા પછી જ આપણે તેવું બીજું કામ કરી શકીશું, એવી શ્રદ્ધા બંધાય છે. વિજય મળ્યા વિના શ્રદ્ધા બંધાતી જ નથી, આથી જેમના હૃદયમાં એ પ્રકારને વિશ્વાસ નથી તેમણે કોઈ પ્રકારના કાર્યમાં–શરૂઆતમાં નાના કાર્યમાં – ખંત અને ઉદ્યોગ વડે મહેનત કરી સિદ્ધિ મેળવવી જોઈએ. એમ કરવાથી આપણા સામર્થમાં આપણને વિશ્વાસ બંધાય છે. દાખલા દલીલથી શ્રદ્ધા આવતી નથી. તે તે આપણા હાથે બનેલી કાર્યસિદ્ધિમાંથી જ આવી શકે છે. આમ હાઈને નાના કાર્યોમાં સતત ખંત અને પ્રયત્નથી સંપૂર્ણ વિજય મેળવી શ્રદ્ધા સંપાદન કરવી એ ચારિત્ર ઘડતરનું બીજું પગથિયું છે. આ શ્રદ્ધાનું પ્રમાણ જેટલું દરજજે અધિક હોય છે તેટલે દરજે મનુષ્ય પિતાના ચારિત્રમાં ઉત્તમ અંશે ઉપજાવવા અધિક અધિક શક્તિમાન બને છે. આ એક પરમ સિદ્ધ આધ્યાત્મિક મહાનિયમ છે કે, શ્રદ્ધાના પ્રમાણમાં જ કાર્ય બને છે. શ્રધ્ધા મનને ચલે સાફ કરી બધા પ્રતિબંધને બાજુએ ખસેડી નાખે છે, કામમાં સરલતા કરી આપે છે અને વિદ્ગોના પ્રસંગે આત્માને અડગ અને સ્થિર રાખે છે. નિર્બળ શ્રધ્ધાવાળા મનુષ્યને કાયર બનતા વાર લાગતી નથી. આવા મનુષ્ય પિતાને તેમ જ પારકાને કશા જ ઉપગના નથી. જરા વિષમ સંગે આવતાં, અથવા સહેજ વિશ્ન આવતાં, હાથમાં લીધેલું કામ હતું મૂકીને પિતાની નિત્ય જૂની ઘરેડમાં પિતાનું ગાડું વાળી લે છે. આથી પ્રથમ રસ પછી શ્રદીધા અને તે પછી કાર્યમાં પ્રવર્તવાને નિશ્ચય અથવા સંકલ્પ. આ સંકલ્પબળના સંબંધે બહ ગેરસમજુતી પ્રવર્તેલી જણાય છે, ઘણા લોકો માને છે કે સંકલ્પબળ એ જાણે મુઠીઓ વાળી ગુસાથી ભ્રકુટિ ચઢાવી, જેરપૂર્વક કોઈ આંતરબળને કરેલે ઉપગ છે. પરંતુ ખરું જોતાં સંકલ્પબળને અને આ બળના દેખાવને કશો જ સંબંધ નથી. સંકલ્પબળ એ એક આજ્ઞા છે. જેમ રાજાના એક પ્રસ્તાવમાં કાંઈ ઉપર જણાવ્યું તેવું જોર કે બળ હવાની કશી જ જરૂર હોતી નથી. એ પ્રસ્તાવ પ્રમાણે અમલ થવાને એવી શ્રદ્ધાપૂર્વક કરેલી આજ્ઞા જ બસ છે. તે જ પ્રમાણે આપણા સંકલપને, અંદરથી [૧૪]
તત્ત્વદર્શન Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org