________________
વિવટ ૫, નાનયજી મહારાજ જન્મતાGિ
નથી, અને કઈ પણ બુદ્ધિમાન મનુષ્ય એ પ્રકારે માની પણ શકે નહીં. જે કાંઈ અસ્વાભાવિક છે તે, આપણી વર્તમાન લાગણીઓ ઉપર આઘાત ઉપજાવનાર છે, મનને અતિશય કંટાળો આપનાર છે. જે આચારમાં નવાણું ટકા અરુચિ અને અણગમાનું તત્વ ઉભરાતું હોય છે, એ સર્વ ચારિત્ર વધારવાને બદલે ઊલટું મનુષ્ય જીવનને અકદરતી Ad-normal બનાવે છે. એવા આચારોના અતિ સેવનથી ચિત્તસ્થિતિ બેચેન, નિદમય, ગ્લાનિપૂર્ણ અને જ્યાં ત્યાં દુઃખને જેવાવાળી બની જાય છે. અમારું એમ માનવું છે કે, ચારિત્રગડનની પદ્ધતિ કુદરતના સાહજિક કમથી લેશ પણ ઊલટી ન જ હોવી જોઈએ. દરેક બાબતમાં કુદરતનું જ અનુકરણ કરવું જોઈએ. વિશ્વમાં, નિસર્ગશક્તિ કેવા પ્રકારે કામ કરી રહી છે એના સૂક્ષ્મ અવલોકન ઉપરથી જ આપણી બધી ગોઠવણે ઉપજવી જોઈએ. જ્યાં એમ ન થાય ત્યાં ધારેલું પરિણામ આવતું જ નથી. આથી આપણા મનધર્મને નજરમાં રાખીને, તેમજ તે મન કેવા પ્રકારે કામ કરી રહ્યું છે, એ કમને અનુલક્ષીને આ ચારિત્રગડનની યોજના વિસ્તારીશું.
પ્રથમ તે આપણે આપણા જીવનનું લક્ષ્ય નકકી કરવું જોઈએ. જ્યાં સુધી આપણા જીવનમાં કઈ પ્રકારને આદર્શ હેતે નથી ત્યાં સુધી જીવનનકા કઈ પણ ધારેલા સ્થાને જવાને બદલે આ સંસારસાગરમાં રાગ-દ્વેષરૂપી પવન તેને ઘસડી જાય ત્યાં ઘસડાયા કરે છે. કઈ પ્રકારને ઉદ્દેશ નકકી કરે એમાં ચારિત્ર–બંધારણનું રહસ્ય સમાયેલું છે. કેમકે જ્યાં સુધી તે નકકી થાય નહીં ત્યાં સુધી ચારિત્રનું સ્વરૂપ પણ નક્કી થઈ શકે નહિ. ચારિત્રએ બીજું કાંઈ જ નથી, પરંતુ આપણને આપણું આદર્શ સ્થાન કે લક્ષ્યસ્થિતિએ પહોંચાડવામાં સહાય કરનાર અનુકળ તન-મનની અવસ્થા છે. તમે જે આદર્શ નકકી કર્યો હોય તેને અનુરૂપ બને તેવી મનની સ્થિતિ સ્વયં ઉપજી આવે છે. માત્ર તેવી માનસિક સ્થિતિ ઉપજાવવા માટે એ સ્થિતિને અંગે રહેલા મનના લક્ષણે ઉપર ધ્યાન અને સંભાળી રાખવી પડે છે. આપણા મનના ઈષ્ટ લક્ષણે એ ગુલાબના રોપા જેવા છે. ગુલાબના છોડ ઉપર જેમ આપણે વધારે સંભાળ અને ધ્યાન આપીએ તેમ તે અધિક અધિક વિકસે છે. ઈષ્ટ મને ગુણ એ માનસગુલાબ છે; અને તેના ઉપર સંભાળ રાખવાથી તે અધિક સુંદર, શોભામય, સુવિકસિત બને છે. તમે પ્રયાગ તરીકે તમારા જીવનમાં એકાદ ગુણ ખીલાવવા માગતા હો તે એ ગુણને મનમય રીતે તમારામાં આરોપ કરી જાણે કે તે અત્યારે જ તમારામાં છે એમ કહે અને શબ્દો દ્વારા તેના અસ્તિત્વનું તમારા અંતઃકરણ ઉપર દઢ પ્રતિપાદન કરે. અર્થ યુકત શબ્દોમાં અત્યંત સામર્થ્ય રહેલું છે. આપણા શાસ્ત્રકારે એવા અર્થચક્ત શબ્દોને મંત્રીના નામથી સંબોધ
રત એટલી કે તે અર્થ વ્યક્ત શબ્દ ભાવના સાથે ઉચ્ચારવો જોઈએ, અને તમારા મનમાં એ અર્થને અનુરૂપ ચિત્ર પ્રગટેલું હોવું જોઈએ. પિપટની માફક પઢવાથી કશે જ લાભ નથી.
માણસનું અત્યારનું ચારિત્ર એ તેના વિચારોનું, તેની કલ્પનાઓનું અને આદર્શોનું પરિણામ છે. જે માણસ પિતાને પોતાની કલ્પનામાં નિરંતર પામર, શક્તિહીન, વિજયહીન, ગરીબ અને દુનિયાના પગે કચરાતે જુએ છે, તે માણસ તેનું મનેય બંધારણ એવા પ્રકારનું રચતે હોય છે કે, આખરે તેનું અખિલ જીવન અને પ્રકૃતિ એવા અનિષ્ટ મનેભા વડે ભરપૂર બની જાય છે; અને એવાં વિચારેને અનુસરતું તેનું બાહ્ય જીવન પણ રચાય છે. એથી ઊલટું જે મનુષ્ય પિતાને ચોતરફ વિજયી, શકિતમાન, ધારેલું કામ પાર ઉતારનાર અને સર્વ વિઘોને ઓળંગી જનાર માને છે, તે વસ્તુતઃ બાહ્યા ચારિત્ર પણ તેવું જ પ્રગટાવી શકે છે. માણસ પિતાની આંતરસૃષ્ટિ પ્રમાણે જ બહારની સૃષ્ટિ ઘડે છે એવા કુદરતને સનાતન–શાશ્વત નિયમ છે. તમે તમારા આંતરમન (sub-concious mind)માં ઈર્ષ્યા, અદેખાઈ, દ્રષને પોષણ આપશે તે તમે આખા વિશ્વમાંથી એ પ્રકારનું સત્ત્વ આકર્ષવાના. તમારું આખું જીવન અને ચારિત્ર એ આંતરભાવને અનુસરતું બની જવાનું.
સામાન્ય મનુષ્યો એમ માનતા હોય છે કે, પિતાના ચારિત્રના જે કાંઈ શુભાશુભ લક્ષણ હોય છે, તેમાં ફેરફાર કરે એ કાંઈ પિતાની સત્તાની વાત નથી. તેઓ પોતાની વર્તમાન ચારિત્રની સ્થિતિને તે જેવા રૂપે છે, તેવા રૂપે કાંઈ પણ પ્રશ્ન વિના વીકારી જ લે છે. તેમાં જાણે પિતાને કોઈ જ ઈલાજ નથી એમ માની તેને અચળ, નહીં ફેરવી શકાય તેવી, અને દઢ માને છે. અજ્ઞાન ભરેલી લૌકિક કહેવત પણ “પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાના” એમ બેલીને લોકોના અધ્યાત્મ ચિંતન
[૧૦૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org