________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અજ્ઞાનને પાણ આપે છે યુરોપવાસીઓ પણ એવા જ આશયનું કથન ઉચ્ચારી સતેષ માને છે કે, “I am just as the Lord made me અર્થાત્ મને પ્રભુએ જેવા બનાવ્યા તેવા હુ છુ? બધી વાતમાત્રને ત્યાં અંત આવી જાય છે, અને જાણે કે હવે સુધારાને માટે કશે જ અવકાશ રહ્યો નથી એમ માની લે છે. ક્રોધી મનુષ્ય પોતે જ પોતાના મુખથી કહેતા સંભળાય છે કે “ભાઈ! મારો મિજાજ મારા હાથમાં નથી. તમારે એ પ્રસંગે જરા ખમી ખાવું. હું મારા જીવને ઘણા ચ વારી રાખુ છુ પણ એ તે શુ કાંઈ આપણી મરજીની વાત હતી ? એ તો પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાના. એ સ્વભાવને સુધારવાની કડાકૂટ નકામી છે. કૂતરાની પૂંછડીના વાંકા રહેવાના સ્વભાવ જેમ કદી જ જતા નથી તેમ મારી પ્રકૃતિ પણ ગમે તેટલા પ્રયત્નથી જવાની નહિ.” વાસ્તવમાં આમ કહેનાર માણસ ભૂલે છે.
અલબત્ત, ખરું છે કે અજ્ઞાનના ગાઢા આવરણમાં રહેલા આત્માને એ ચારિત્ર સુધારવાના અવકાશ જણાતા નથી. છતાં પણ તે જરા વધારે બારીકીથી તપાસશે તે જણાશે કે, તેની પ્રકૃતિ, સ્વભાવ અથવા ચારિત્ર હમેશાં ફેરફારના ક્રમ ઉપર છે. તેના આસપાસના સંયોગોથી; બીજાએ સાથેના તેના સહવાસથી, બીજાએ તરફથી તેને મળતી સૂચનાઓ, તેનું ચારિત્ર અવ્યક્તપણે નિરંતર પરિવર્તન પામતું જ જાય છે. તેને ખખર હાતી નથી કે અમુક અમુક ખાખતામાં રસ લેવાથી અને તે ઉપર મનને સ્થિર કરવાથી ચારિત્ર અવ્યકતપણે ફેરફાર પામતું જ ચાલે છે. તેણે સમજવુ જોઈએ કે, તેનું અત્યારનું ચારિત્ર એ જન્મકાળે જે પ્રકારનું ચારિત્ર-દ્રવ્ય character stuff લઈને પોતે આન્યા હતા તેમાંથી પરિણામ પામેલું છે. અર્થાત્ તેમાં અનેક ફેરફાર થતાં થતાં તે હાલની સ્થિતિએ આવ્યું છે.
સબળ અને નિર્મળ મનુષ્ય વચ્ચે ભેદ એટલો જ છે કે, સબળ મનુષ્ય પોતાના ચારિત્રને પોતાની મરજી અનુસાર ઘડી શકે છે, તે તેને પોતાના માલિક છે. નિર્બળ મનુષ્ય એ તેની આસપાસના સંયોગોનુ પ્રાણી છે. તેને બીજા મનુષ્યોની અસરને આધીન રહેવુ પડે છે. તેને કોઈ ગુસ્સે કરાવવા માગે તો તે ગુસ્સે થાય છે, રાજી કરવા માગે તો તે રાજી થાય છે. તેનું મન મીણના જેવું પોચુ અને સંસ્કારને વશ હોય છે. તેના પોતાના મનના તે માલિક નથી. કોઈ ખિવરાવે તા ખીએ છે. કોઈ હિંમત આપે તો હિંમતવાન બને છે. તેના પોતાના સ્વતંત્ર સંકલ્પના અવકાશ હાતા નથી. આથી ચારિત્રને ઉત્તમ પ્રકારનું ઘડવા ઈચ્છનારે પોતે પોતાના સ્વામી, પોતે પોતાના માલિક બનવું જોઈ એ.
આત્મા એ મનને સ્વામી છે. શરીરને જેમ કસરતથી તેમ આત્મા ધારે તો મનને પણ તેવું જ બળવાન, કાર્યકર અને
ઉત્તમ પ્રકારનું સુદૃઢ અને બળવાન બનાવી શકાય છે, ઉત્તમ પ્રકારનું બનાવી શકે છે. આપણા મનની સ્થિતિને હાલ જેવા રૂપે છે તેવા રૂપે સ્વીકારી લઈ સતેષ માનવા અથવા તેને અનિવાર્ય, અચળ અને સ્થિર માનવી તે ભૂલ છે. ખરી રીતે તે કોઈ મનુષ્ય અંતઃકરણથી એમ માનતા જ નથી, કેમ કે તે બીજાઓને તેમનું ચારિત્ર સુધારવાના છૂટથી ઉપદેશ આપ્યા કરે છે. ચારિત્ર સુધારવાનો અવકાશ તે ન સ્વીકારતા હોય તો તે કદી જ એવા ઉપદેશ આપે નહી', પણ જ્યારે આપણે જોઈએ છીએ કે, જેમના ચારિત્રને હજી સેંકડો દિશામાં સુધરવાનું બાકી છે, તેવા મનુષ્યો બીજાઓને અનેક બાબતમાં સલાહ આપે છે; ડાહ્યા અને સમજુ થવાની ભલામણ કરે છે, વિવેકી અને શાણા બનવાની શિખામણ આપે છે, કોઈની નિંદા અને કોઈની સ્તુતિ કરે છે; ત્યારે એમ માન્યા વિના નથીજ ચાલતુ કે તે પોતે અંતઃકરણથી માને છે કે, તેએ પેાતે ધારે તા સુધરી શકે તેમ છે. કેમ કે જે વસ્તુ બીજા માટે શકય માને છે, તે પોતાના માટે શા માટે ન માને? જરૂર માને જ,
પરંતુ તમે કહેશો કે અમુક બાબતમાં ‘રસ’ હોવા એ કાંઈ મારા હાથમાં નથી, એ તે સ્વાભાવિક છે. અમુક પ્રકારના વિષયામાં મને રસ છે અને અમુકમાં નથી તેવુ કાંઈ ખાસ કારણ હોતું નથી. એક જણને કારેલાના શાકમાં ‘રસ’ અનુભવાય છે ત્યારે ખીજાને તેમાં કડવાશ સિવાય કાંઈ જ માલૂમ પડતુ નથી. આથી એ ‘રસતા આત્માના બંધારણ સાથે જ રચાયેલા જણાય છે. હવે અત્યારે તેમાં ફેરફાર બને નહી. વિશેષ વિચારના અભાવે આ દલીલ સોએ સો ટકા ખરી ભાસે છે. પરંતુ વાસ્તવમાં એ સત્ય નથી. રસમાં ફેરફાર થઈ શકે છે. અમુક વિષય ઉપર દીર્ઘકાળ મનને વસવા દેવાથી તે વિષયમાં આત્મા ‘રસાનુભવ’ કરી શકે છે. પ્રત્યેક મનુષ્યને આ પ્રકારના અનુભવ થોડો ઘણા હોય એમ માનવામાં કાંઈ પણ ખાધ નથી. એક વિષય ઉપર બહુકાળ મનને સ્થિર કરવાથી જેમ એક પક્ષે ઉત્તમ સઙ્ગાને ખીલવી શકાય છે તેમ અન્ય પક્ષે એ વિષય અધમ હાય તા અધમ અંશે પણ ઊગી નીકળે છે. યુવાવસ્થાના આકર્ષક અને
[૧૦૨]
Jain Education International
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jainelibrary.org