________________
=
=
પૂજ્ય ગુરુદેવ ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આજ્ઞા કરવામાં આવતી હતી અને એ અનુસરણને ઉદેશ તેનામાં રહેલા કઈ અનિષ્ટ લક્ષણ, સંસ્કારો અથવા વલણને દાબી દેવાને તેમજ ઉત્તમ અને આવશ્યક ઈષ્ટ લક્ષણોને આવિર્ભાવ કરવાનું હતું. પરંતુ કાળે કરીને આ બધા આચાર અને વિધિઓમાંથી તે ઉદ્દેશ નીકળી ગયું. પછી તે તે હેતુ વિનાના શૂન્ય થઈ પડયા. માલ ખાલી કર્યા પછી બારદાનની જેવી હાલત રહે તેવી હાલતમાં અત્યારે એ આચાર આવી પડ્યા છે, કેમકે તેમાં હેતુ અને અર્થરૂપી માલને અભાવ છે.
વિધિઓ, આચાર, ક્રિયાકાંડો એ શરૂઆતમાં, તેમની ઉત્પત્તિકાળે, હેતુપૂર્વક પ્રવર્તેલા હોય છે. પરંતુ સમયના પ્રવાહ સાથે એ હેતુને વિલય થઈ જાય છે. દર્શનમાત્રની એવી સ્થિતિ અનિવાર્ય છે. જે કાંઈ નામધારી છે તેને જન્મ, સંવર્ધન, અને વિનાશ કેઈથી રોકી શકાતો નથી. એક પછી એક નવા દર્શને પ્રગટ થયા કરે છે. એનું કારણ એ જ છે કે જૂના દર્શનમાંથી અર્થ અને હેતુ ઊડી ગયા હોય છે, અને તેથી તે સમાજની પ્રગતિ માટે ઉપયોગી રહ્યાં હતાં નથી, એથી જુદા જુદા દર્શન અને સંપ્રદાયના ખોખામાં એ અર્થ અને હેતુ પ્રવેશ પામીને સમાજને પિતાની ઉત્ક્રાંતિમાં સહાય આપ્યા જ કરે છે. નામ કદાચ બદલાય એથી બુદ્ધિમાને સત્યને ક્ષય થયે માનતા નથી. કેમકે નામની સાથે નાશની ભાવના પણ સંકળાયેલી જ છે. એકને એક નામ, પછી તે ગમે તેવા અર્થવાળું હોય, તે પણ તેનું પુનઃ પુનઃ ઉચ્ચારણ અને ઉલેખ સાંભળવાથી તે સામાન્યવત્ થઈ જાય છે, અને એ અર્થ બીજા નામના ઢાંકણમાં મનુષ્યદષ્ટિ આગળ ન આવવા પામે તે મનુષ્યની પ્રગતિ અટકી પડે એમાં શક નથી.
એક કાળે જૈનદર્શન એ ચારિત્રને ખીલવવાની શાળા હતી. તે દશને વિહિત કરેલા અનેક આચારે અને વિધિઓ સર્વ ભિન્નભિન્ન પ્રકૃતિના મનુષ્યને બંધબેસતાં થઈ પડે તે માટે સૂક્ષ્મબુદ્ધિથી–વિવેકપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. બધા જ આચારેને બધા જ મનુષ્ય અનુસરે કે પાળે એમ કાંઈ ન હતું. જેને જેવું ચારિત્ર ખીલવવું હોય તેને અનુસરતે આચાર તે તે મનુષ્ય અનુસરે એ નિયમ હતો. જેમ ઈસ્પિતાલ માંહેલી બધી જ દવાઓ બધા જ દર્દીએ ખાવી જોઈએ એમ નથી. તેમ શાસ્ત્રમાં દર્શાવેલા બધા જ આચાર અને વિવિધ પ્રકારની ક્રિયાઓનું અનુશીલન પ્રત્યેક અનુયાયીએ કરવું એમ ફરજિયાત નહોતું. જેમ અમુક રોગથી પીડિત દર્દવાળાએ આખી ઈસ્પિતાલમાંથી અમુક બે–ચાર જાતની દવાઓ જ લેવી જોઈએ તેમ અમુક પ્રકારના દરજજાવાળા મનુષ્ય પિતાને જેવા પ્રકારનું ચારિત્ર રચવું હોય તેને અનુરૂપ આચારે જ સેવવા એવું ધોરણ પ્રચલિત હોવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય એ અસંખ્ય ગેને અને અગણિત સાધનને એક સમયે અનુસરી શકે એમ બને જ નહીં. શાસ્ત્રો એ દવાખાના જેવા છે, જેમાં અસંખ્ય ઔષધિઓ હોય છે તેમ શાસ્ત્રમાં અનેક આચારની ગોઠવણ કરેલી છે. એ બધાં જ બધાને માટે નહીં, પરંતુ તે માંહેલા અમુક, અમુક પ્રકારના મનુષ્ય માટે હોય છે.
શાસ્ત્રીય ગ્રંથમાં ચારિત્રને ઘડવાની ગમે તે પદ્ધતિ આપી હોય તે સાથે અત્યારે આપણે કોઈ સંબંધ નથી કેમકે કાળના ઘસારામાં એ બધી વાતે તેના મૂળ સ્વરૂપથી કાંઈ જુદા જ પ્રકારે અત્યારે આપણા જેવામાં આવે છે.
અમે જૂનું એટલું બધું યોગ્ય માનતા નથી. એક પક્ષે જેમ અમે નવાને (પછી તે ગમે તેવું બેવકૂફી ભરેલું હોય તે પણ) વધાવી લેતા નથી, તેમ જૂનાને પણ (પછી તે ગમે તેવું ગેટ પડતું અને અર્થ-બૃષ્ટ હોય તે પણ) અગ્ય આદર આપતા નથી. એ બધામાંથી જે કાંઈ આપણી વર્તમાન પરિસ્થિતિને ઉપયુક્ત થઈ પડે તેને જ અમે સ્વીકાર કરીએ છીએ. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, અમે આ સ્થાને ચારિત્રગઠનની–ચારિત્રના બંધારણની જે જના આપીએ છીએ તે જૂના અને નવાનું મિશ્રણ છે. એ ઉભયમાંથી જે મુદાઓ કાળની અને પરીક્ષાની કસોટીમાં સાચા ઠર્યા છે તેને જ અમે અગ્રસ્થાન આપવા ધાર્યું છે.
અમને પિતાને જૂના ઉપર મેહ નથી તેમ નવા ઉપર ઠેષ પણ નથી. અજ્ઞાનપણાથી કે પિતાની શકિતને વિચાર કર્યા વિના દિવસોના દિવસો સુધી માત્ર ઉપવાસ ખેંચી કાઢવા; શરીરની અને મનની સ્વાભાવિક અને કુદરતી હાજતો ઉપર બળાત્કાર કરી તેમની પાસે અમુક પ્રકારની ટેવ પડાવવી; કલાકોના કલાક સુધી એક ઠેકાણે એક આસને બેસીને મંત્ર જાપ કરાવવા એ સર્વમાં અમને પિતાને વિશ્વાસ નથી. એથી કાંઈ ચારિત્ર સુધરવા પામતું હોય એ અમે માની શકતા [૧૦]
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org