________________
પૂજ્ય ગુરૂદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અન્તર્યામીના આદેશને અનુસરે જગતના અભિપ્રાયનું ધોરણ એવું તે ઢંગધડા વિનાનું અને મતભેદથી ભરપૂર છે કે જો તમે તેના એક વિભાગની સલાહને માન આપી વર્તશે તે, જરૂર તેથી જુદા અભિપ્રાયવાળે વિભાગ તમારા વર્તન પ્રત્યે નારાજ થવાને. તમે તમારા કુટુંબના યુવાન વર્ગની સલાહને અનુસરશે તે તુર્ત જ તમારા કુટુંબના ડોસા-ડોસીઓ કકળી ઉઠવાના અને તેમને રાજી રાખવાને પ્રયત્ન કરતા પિલા યુવાને તમને નમાલા, વીસમી સદીના ભાન વગરના વગેરે વચને કહી તિરસ્કાર કરવાના. મનુષ્ય જેટલી પિતાની અંતઃકરણની વિશુદ્ધિમાંથી ઉદ્ભવતા નિશ્ચયેને અનુસરવા બંધાએલો છે, તેટલે બીજાને રાજી રાખવા બંધાએલ નથી. દુનિયાને રાજીપે જે તમારા નિશ્ચયના સામા પૂરે વહેતો હોય તો પૂરમાં તણાવાની મુલ જરૂર નથી. પિતાના અન્તર્યામીને રાજી રાખવે એ આપણું પ્રથમ કર્તવ્ય છે. જ્યાં જગતની પ્રસન્નતા અને અન્તર્યામીની પ્રસન્નતાને વિરોધ હોય છે ત્યાં ઘણા નિર્મળ મનુષ્ય જગતની પ્રસન્નતાને નિભાવવા દોરાય છે પરંતુ તેઓ ભાગ્યે જ સમજતા હોય છે કે જગતના રાગ-દ્વેષમાંથી ઉદભવેલી પ્રસન્નતા નિત્ય સચવાવી એ કેઈથી બની શકે તેમ નથી. એટલું જ નહીં પણ તે પ્રસન્નતાનું ધોરણ સદાકાળ બદલાતું જ રહે છે. તેથી દુનિયાના અભિપ્રારૂપી વટેળના વેગને અનુસરી ઉડતો ફરનાર મનુષ્ય એક તણખલા જેવો જ હોવો જોઈએ. જ્યાં સુધી તે એક તૃણ જે ન થાય ત્યાં સુધી નિત્ય બદલાતા અને સામસામે અથડાતા અભિપ્રાયપી તોફાનને તેનાથી અનુસરાય જ નહીં. તેથી ઉલટું પિતાના અંતરના નિશ્ચયને જ દઢતાથી વળગી રહેનાર મનુષ્ય, પ્રચંડ તોફાન અને પૂરની સામે ટકી શકનાર ઊંડા મૂળવાળા વિપુલ અને વિસ્તીર્ણ વડના વૃક્ષ જેવો છે. ગમે તેવા પ્રચંડ સંભ કે ઝંઝાવાતમાં તે તે પિતાના ઈષ્ટ સ્વરૂપના સનાતન સંગીતમાં જ તલ્લીન હોય છે.
તમને યથાર્થ ઓળખી શકનાર અને તમારું દૃષ્ટિબિંદુ બરાબર સમજી શકનાર પણ તમારે અન્તર્યામી ઈશ્વર જ છે. પ્રત્યેક પ્રસંગે સાચી દાનતથી તેની સલાહ માંગનારને તે ન મળે એમ હજી સુધી બન્યું નથી. બીજાની પાસે જવું છોડી ઘો. શાંત થાઓ, અને પ્રત્યેક ગુંચવણ કે આંટીના પ્રસંગે તે સર્વજ્ઞ સ્વરૂપમાં શ્રદ્ધા રાખી તેને પૂછે, અને તેમની આજ્ઞા ચાહો. તે પછી તમે જે કાંઈ કરવાના તે પ્રભુની આજ્ઞાને જ અનુસરીને કરવાના. સત્ય અને શ્રેયના માર્ગે દોરાવાની અંતઃકરણપૂર્વક થયેલી પ્રાર્થના કરી જ નિષ્ફળ જતી નથી. તમારા પિતાના સંબંધે પહેલી જ વાર તે નિષ્ફળ જશે એવી શા માટે અશ્રદ્ધા રાખો છો ?
ચારિત્રગઠન
લેખક છે. હ. “સુશીલ પ્રત્યેક વાચકને ગૂનાધિક અંશે ખબર હશે કે આપણે આપણું ચારિત્ર અથવા વતન સંકઃપબળથી, કેળવણીથી, મનને દમવાથી, સંયમથી અથવા એવા જ પ્રકારના બીજા સાધનોથી ફેરવી શકીએ છીએ. વાસ્તવમાં ધર્મસંપ્રદાયને મૂળ હેતુ જ એ હોય છે કે તેને અનુસરનાર વર્ગનું ચારિત્ર ઉન્નત બનાવવું. આ લેકનું અને પરલોકનું હિત સચવાય તેવા પ્રકારનું વર્તન તેના અનુયાયી સમાજ ઉપર ઠસાવવું અને દેશકાળની પ્રધાનભાવનાઓને અનુસરી તે કાળે તેવા ચારિત્રને રચવાની સગમતા કરી આપવી. આ રીતે ચારિત્રગઠન અથવા ચારિત્ર ઘડતર એ એક કલાના અનુશીલનથી માણસ પિતે ધારે તે બની શકે છે.
ખાસ કરીને જૈનદર્શને આ શાખા ઉપર અન્ય દર્શન કરતાં અધિક ધ્યાન આપેલું જણાય છે. શ્રાવકે તેમજ સાધુવને માટે એ દર્શનના પ્રણેતા મહાજને વર્તનશાસ્ત્રના નિરાળા ગ્રંથો બનાવી તેમના આગળ વર્તનના આદર્શો ખડા રાખ્યા છે, અને એ આદર્શને અનુરૂપ જીવન ઘડવા માટે અનેક પ્રકારની યુકિત-પ્રયુકિત અને વિધિનિષેધ તેમ જ આચારપ્રવૃત્તિ પ્રબોધી છે. મૂળ તે આ બધા આચાર ચારિત્રના નિયામક સાધને હતાં, અને તે પ્રત્યેકમાં ચારિત્રને ઘડવાને કાંઈને કાંઈ સંકેત રહેલ હતો. શિષ્યની માનસપ્રકૃતિને અનુસરીને તેને અમુક આચારેને અનુસરવાની
અધ્યાત્મક ચિંતન Jain Education International
[ ૯] www.jainelibrary.org
For Private & Personal Use Only