________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિજય મેળવવા દેતી નથી. તમે જ્યારે તમારા પિતાને ઉપયોગ કરે ત્યજી દઈને બીજાને ઉપયોગ કરે છે ત્યારે ખરેખર તમે તમારા પિતાના દુશ્મન બને છે. શંકાશીલ આત્મા વિનાશ પામે છે એમ જે શાસ્ત્રનું અનુભવસિદ્ધ કથન છે તે આ દૃષ્ટિએ જ છે. ઘણું માને છે તેમ શાસ્ત્ર સંબંધી તકે કરવા એ કાંઈ વિનાશ કરવાવાળી શંકા નથી. તર્કથી તે ઊલટી બુદ્ધિ કેળવાય છે અને કુતર્ક રૂપી પથ્થરના પ્રવાહ સામે નભી શકે તેવી મજબૂત થાય છે. જે શંકા આત્માને વિનાશ સાધે છે, તે શંકા, ઉપર જણાવી તેવી પિતાની આત્મશકિત સંબંધી જ છે. જ્યારે મનુષ્ય એમ કહે છે કે “આવા કામમાં અમારી બુદ્ધિના શા ગજ કે કાંઈ તોડ કાઢી શકે ?” ત્યારે તે પોતાના પ્રબુદ્ધ સ્વરૂપમાં આવી શંકા કરી ત્વરાથી પિતાને વિનાશ કરતો હોય છે.
આત્મવિશ્વાસ કેળવો
તમારી મુશ્કેલીમાં તમને પિતાને જે રસ્તે લેવો વ્યાજબી જણાય તેની અવગણના કરી બીજાના નિશ્ચયને અનુસરવું એ પિતાનું સ્વાતંત્ર્ય ગુમાવવા તુલ્ય છે. ભલે એકવાર તમારે નિશ્ચય ખેટ હોય અને તેને અનુસરવાથી તમે વધારે દુઃખમાં આવી પડે તેમ હો, તો પણ તમારા નિશ્ચયનું ટાપણું બીજાના કહેવા ઉપરથી જ માની તેને અમલમાં મૂકતા અટકવું એ ગ્ય નથી. તમને જે ખરું લાગે તેજ તમારે માટે ખરે માર્ગ છે. તમને ખરી ભાસતી વાત બીજાને ખાટી ભાસે તેથી જે તે ખરી હશે, બેટી થઈ જવાની નથી. કદી તમને ખોટો માર્ગ સૂઝ હતું એમ પરિણામે તમને જણાય તે પણ એટલા કડવા અનુભવ ઉપરથી તમને ઘણું અમૂલ્ય ડહાપણ મળશે અને તે સાથે તમારા નિશ્ચયને અનુસરવાના ટેક વડે તમારી માનસિક શક્તિ પણ વેગપૂર્વક વિકાસ પામતી જશે. તમારા પિતાના સિવાય બીજો કોઈ મનુષ્ય તમને સલાહ આપી શકે એ વાત છેક અસંભવિત છે. કેમકે તમારું દષ્ટિબિંદુ માત્ર તમને જ સંપાએલું હોય છે. તમને ઘણીવાર એમ ભાસતું હોવું જોઈએ કે “અમુક મનુષ્ય અમુક અવસરે મારા જેવી જ મુશ્કેલીમાં હતો અને તે વખતે તેણે અમુક માર્ગ સ્વીકાર્યો હતે; તેથી તેનું દુઃખ દૂર થયું હતું, માટે લાવ હું પણ તેના જેવું જ વર્તન કરું.” ઘણીવાર તમે પિતાને જેના જેવી સ્થિતિમાં કલ્પતા હૈ છે, તેની સલાહ પણ લીધી હશે અને તેણે પણ ભડાક દઈને તમને સંભળાવી પણ દીધું હશે કે “હું જે તમારી જગ્યાએ હોઉં તે આમ કરું અથવા તેમ કરું.” તમે તેની આવી બેધડક સલાહથી અંજાઈ જઈ તે પ્રમાણે વર્તવા પણ પ્રયત્ન કર્યા હશે. પરંતુ તમને ભાગ્યે જ ખબર છે કે “હું જે તમારી જગ્યાએ હોઉં” એમ કહેનાર મનુષ્ય કદી પણ તેનું પિતાનું સ્વત્વ ત્યજી દઈ તમારા સ્વત્વને આપ કરી શકે જ નહી અને તમારું સ્વત્વ-તમારા આત્માનું યથાર્થ દષ્ટિબિંદુ-સમજ્યા કે સ્વીકાર્યા વિના તે જે કાંઈ “આમ કરું, તેમ કરુ” કહે છે તે તેના પિતાના જ દૃષ્ટિબિંદુથી કહેતે હોઈ તમારા સંબંધ નકામું જ સલાહકાર તમારી સ્થિતિમાં યથાર્થ પણે પ્રવેશી શકે નહીં, ત્યાં સુધી તે જે કાંઈ સલાહ આપે છે તે તેના પિતાના ચિત્તના બંધારણને અનુસરી–તેના પિતાના રાગ-દ્વેષ પ્રમાણે જ આપે છે. એક મનુષ્યની ભૂમિકાને સંપૂર્ણ અનુભવ બીજા મનુષ્યથી 'કદી પણ બની શકતું નથી અને જ્યાં સુધી સંપૂર્ણપણે સમાન ભૂમિકાવાળા ઘણુ મનુ આ વિશ્વમાં પ્રગટાવવાનું કામ કુદરત ઉપાડી ન લે ત્યાં સુધી “જો હું તમારી સ્થિતિમાં હોઉં” વગેરે વચને બ્રાન્તિ ઉપજાવનારા જ ગણાવા ગ્ય છે. એક બીબામાં ઢાળેલા બે રૂપિયા, એક જ યંત્રથી ઉપજાવેલા બે ચિત્રો, અથવા એક જ વૃક્ષની એક જ ડાળી ઉપર થનારા બે ફળે પણ જ્યારે તદન સમાન નથી તે પછી બધી રીતે બે મન એક જ સરખી સ્થિતિમાં હોય એ બનવું કેમ સંભવે? ગમે તેવા સમાન ભૂમિકાએ ભાસતા બે સરખા મનની ચિત્તસ્થિતિમાં, તેમને વિકારમાં, અનંતગણ તફાવત રહેલો જ હોય છે. અને તેથી સ્થૂળપણે સમાન જણાતી ભૂમિકા યથાર્થ રીતે અત્યંત અસમાન અને નિરાળા દષ્ટિબિંદુવાળી જ હોય છે. આમ છે તે પછી તમારી સ્થિતિને મનુષ્ય તમારા સિવાય ત્રિભુવનમાં કઈ જ નથી અને તેથી તમારી જ સલાહને માન આપી વર્તવું એમ કર્યા સિવાય તમારે ચાલે તેમ નથી જ. તમારી સ્થિતિનું યથાર્થ તેલન તમારે અંતર્યામી ઈશ્વર જ કરી શકે તેવું છે. તમારે કો માર્ગ લે એ ફકત તમારી સાથે જે અત્યંત નિકટ સંબંધથી રહે છે તેવા તમારા અંતરસ્થ પ્રભુને જ પૂછવાથી ખરે ઉત્તર મળે તેમ છે તમારી જગ્યાનું સ્વરૂપ તમારી સાથે છેડો ઘણા સહવાસમાં આવેલા તમારા સંબંધીઓ સમજી શકે એવી ભ્રાન્તિમાં હવે વધારે વખત રહેશે નહીં. [૯૮]
તત્વદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only