________________
" પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
૧૩
સુખ-દુખની સમજણ ઉપકારક નિમિત્તે સુખ-દુઃખ, સંપત્તિ-વિપત્તિ, સદ્ભાગ-દુર્ભાગ્ય એ સર્વે અનુભવે આત્માની પ્રગતિ અર્થે અનિવાર્ય છે. આત્માની ભગવાન તરફની કૂચમાં એ સર્વ સહાયકરૂપ છે, સાધનરૂપ છે, ટેકારૂપ છે. એ સર્વ કટીઓ છે, અગ્નિપરીક્ષા છે. એ બધામાંથી સેંસરા નીકળ્યા વિના શકિત-સંચય થતું નથી. સદભાગ્ય અને સંપત્તિ એ દર્ભાગ્ય કરતાં વધુ સખત કસેટી છે. માણસ દુઃખમાંથી નિષ્કલંકપણે પસાર થઈ શકે છે, પણ સુખમાંથી કલંકરહિતપણે પસાર થઈ શકતું નથી. સુખના અંગે જે પ્રલોભને હોય છે તેમાંથી ચારિત્રસંપન્ન રહીને પસાર થવું મુશ્કેલ છે. ખરી રીતે જોઈએ તો સુખ કરતાં દુઃખની અવસ્થા એ ભગવાનની વિશેષ કૃપારૂપ છે. એટલે દુઃખ અને વિપત્તિ એ ભગવાનના સવિશેષ અનુગ્રહરૂપ ગણાવાં જોઈએ. કારણ કે એ અવસ્થામાં માણસ ઘણા દેથી બચી શકે છે અને આધ્યાત્મિક પ્રગતિના વેગને ઝડપી બનાવી શકે છે. તેથી જ દુઃખરૂપી અગ્નિથી મનુષ્ય પિતાને જેવો વિશુદ્ધ કરી શકે છે તેવું સુખની અવસ્થામાં બની શકતું નથી. એટલે એક દૃષ્ટિએ એક પ્રકારે દખ એ પદયરૂપ લેખાવું જોઈએ અને સુખ એ પાદિયરૂપ ગણાવું જોઈએ. પણ આ દષ્ટિ પામર મનુષ્પ ધારણ કરી શકે નહિ. ઊંડી આધ્યાત્મિક સમજણ હોય તે જ આ દષ્ટિ નિભાવી શકાય છે.
૧૪ વિષયથી નિર્લેપ કેમ રહેવાય?
શાન્તિ, સ્વસ્થતા, પ્રસન્નતાઃ એક માત્ર ઉપાય સૌથી પહેલાં, પ્રકૃતિથી પિતાને અલગ કરી, સાક્ષી પુરુષની ચેતનામાં પ્રતિષ્ઠિત થવું. આમ કરવાથી સાધક અતુટ-અચંચળ શાન્તિ અને સમત્વ મેળવી શકે છે. સાક્ષી પુરુષનો સ્વભાવ અને સ્વધર્મ નિષ્કપ શાન્તિ અને નિબિડ પ્રસનતા છે. પ્રકૃતિના વિભથી ચિત્તમાં તરંગો અને પ્રાણુમાં ચંચળતા ઊડવા છતાં, સાધકના સાક્ષી પુરુષને તે પછી શકતાં નથી. સાધક તેને (તરંગ અને ચંચળતાને) પિતાના ગણતા નથી. પિતામાં ઉત્પન્ન થતાં જ નથી. વિશ્વપ્રકૃતિમાં એટલે પોતાની બહાર થતાં અનુભવે છે.
આ શાન્તિ આટલેથી જ અટકતી નથી. પુરુષની આ ઘનશાન્તિ પ્રકૃતિ ઉપર પણ પિતાને પ્રભાવ વિસ્તારે છે. તેના દબાણથી “ચિત્ત અને પ્રાણ પણ શાન્ત બની જાય છે. વિકારનાં કારણે ઉપસ્થિત થવા છતાં સાક્ષી પુરુષ તરફથી સંક્રમિત થયેલી શાન્તિના પ્રભાવથી મન–પ્રાણુ અસ્થિર બનતાં નથી, એટલું જ નહિ પણ વિકારહીન અવસ્થામાં રહી શકે છે.
આ શાન્તિ એથી પણ નીચે ઉતરીને આધારની ચેતનામાં ઊતરે છે, એટલે કે જ્ઞાનતંતુમય ભૌતિક ચેતનામાં ઊતરે છે. ત્યારે એ શાન્તિ ત્યાં ઊતરે છે ત્યારે પ્રકૃતિના બધા સ્પર્શી, દેહસ્થ શાન્તિ સાથે અથડાઈને હણાઈ જાય છે. દેહમાં કોઈ પ્રકારની ચંચળતા કે પ્રતિક્રિયા ઉત્પન્ન કરતા નથી કરી શકતા નથી. જરૂર, આ સિધ્ધિ બહુ પ્રયત્નસાપેક્ષ છે, સહજ મળી શકતી નથી, છતાં તે અસંભવિત નથી.
નિગ્રહ કે અનાસકિત? આ યોગમાર્ગમાં બળાત્કારપૂર્વક નિગ્રહનું વલણ મુદલ રાખવાનું નથી. વિષ સંબંધે અનાસકતભાવ કે સમત્વનો ભાવ રાખવાનું છે.
આવા સંજોગોમાં, સાધકે પાછા હઠીને ઊભા રહેવું જોઈએ, નિઝન પ્રાણની વાસનાઓથી અલગ થઈ જવું જોઈએ. એટલે કે એ વાસનાઓ અને તેનું તોફાન એ પિતાનું છે એમ વીકાસ્વાની આપણે ના પાડવી જોઈએ. આમ કરવાથી આપણા નિમ્ન પ્રાણ ધીરેધીરે શુદ્ધ થતું જાય છે, શાન્ત સમભાવવાળો બનતો જાય છે. એવી સાધના માટે વાસનાનાં મોજાં ઉછળે ત્યારે સાધકે તેના દષ્ટ બની જવું. કેઈ બહાર બનતા બનાવ કે પદાર્થ તરફ જોતા હોઈએ તે જ પ્રમાણે, બને તેટલા શાન્ત-અક્ષમ્પ, અનાસકત રહીને તે તે વાસનાના તરંગે તરફ નિહાળવું જોઈએ. તેને અધ્યાત્મ ચિંતન
[ ૫] For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org