________________
પૂજ્ય ગુરૂદેવ વિલય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શકિતસંચયઃ
મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાર્યગુપ્તિ શારીરિક પ્રવૃત્તિઓને સંયમ કરવાથી એકત્રિત થયેલી શક્તિઓ વાણી દ્વારા ખર્ચાઈ જાય છે, માટે કાયિક અને વાચિક બન્ને સંયમ જરૂરી છે. એ બન્નેના સંયમથી એકત્રિત થયેલ શકિત, મનની પ્રવૃત્તિઓ દ્વારા છૂટી થવા માગે છે. તેથી સંયમી પુરુષોને ઘણી વાર વાસનાઓ અને માનસિક ઉદ્વેગે વધી પડે છે. કારણ કે શરીર અને વાણીના સંયમથી ભેગી થયેલી શકિત તેઓથી જીરવી શકાતી નથી, એટલે કેઈ પણ રીતે પિતાને માર્ગ શોધવા વ્યાકુળ થાય છે. શરીર અને વાણુને પ્રવાહ બંધ થવાથી મનના વેગ દ્વારા એ શકિત ખર્ચાઈ જવા માગે છે. માટે યેગી અને. સાધકે શરીર, વાણી અને મન એ ત્રણેને સંયમ કરવું જોઈએ. એ ત્રણેના સંગેપનથી ભેગી થયેલી શકિત ગરૂપે પ્રકાશે છે. મન-વચન અને કયગુપ્તિનું રહસ્ય આ પ્રકારે છે. ત્યાં એવું સંગેપન નથી ત્યાં શકિત નથી, અને શક્તિહીન–અલહીન માટે આત્માની પ્રાપ્તિ નથી. એટલે જ કહ્યું છે - નાથમાત્મા વદીન
જનસેવા અને ગસાધના જગતને ઉપયોગી થવાની-જનસેવાની અહંવૃત્તિ રુપ એક ભ્રમણા આપણામાં ઘૂસી ગયેલ છે. આ ભાવ પશ્ચિમમાંથી આયાત થયો છે, અને આપણામાં જડ ઘાલીને બેઠે છે. ખરી રીતે તે જે કઈ વ્યકિત માનવતાભર્યું જીવન જીવે છે તે એક યા બીજી રીતે જન-સમાજને ઉપયોગી બની રહે છે; એટલે, પરસ્પરના વિનિમયમાં આ સેવા સમાઈ જાય છે. સમજપૂર્વકના જીવનમાં જાણે કે અજાણ્યે એવી સેવા નીપજી આવે છે.
પરંતુ ગસાધના તે ભગવાનને ઉદ્દેશીને હોય છે, જનસેવાના હેતુથી નહિ. માણસ પિતાની યોગસાધના દ્વારા જે દિવ્યચેતનાનું પ્રકટીકરણ કરે છે અને જગતમાં તેને પ્રતિષ્ઠિત કરે છે તેથી જગતમાં એક મહા-કાન્તિ થાય છે, અને આ કાન્તિ અથવા ફેરફારની અસર સમસ્ત માનવજીવન ઉપર થાય છે. આ રીતે, યોગ સાધનાથી, પરોક્ષરૂપે ઊંચામાં ઊંચી માનવસેવા સિદ્ધ થઈ જાય છે.
તેમ છતાં એવી સેવા યોગને જ હેતુ નથી. તે સેવા તે યુગનું અવાન્તર ફળ-પેટા પરિણામ છે. યુગનો એક જ હેતુ છે, અને તે એ જ કે આપણામાં દિવ્યચેતનાની પ્રતિષ્ઠા કરવી, અને સમસ્ત માનવજીવન દ્વારા એ દિવ્ય ચેતનાનો પ્રકાશ કરે. એ પ્રકાશથી જન-સમાજમાં આપેઆપ મહતું પરિવર્તન થશે. બુદ્ધ, મહાવીર આદિ તારક પુરુષની સેવા આ પ્રકારની હતી.
બુદ્ધિવાદ કે સંપ્રદાયવાદ માનવજાતનું કલ્યાણ ન કરી શકે. બુદ્ધિગત માન્યતાઓ ગમે તેવી ઉચ્ચ પ્રકારની હોય પણ તેનાથી માનવજીવનમાં કશો મહત્ત્વનો ફેરફાર થતો નથી. ધર્મસંપ્રદાયની નિષ્ફળતાનું કારણ એ જ છે કે તેમનામાં અમુક બુદ્ધિગત માન્યતાઓ, સાંપ્રદાયિક આચારો, વિધિનિષેધ અને કર્મકાંડ સિવાય કશું જ રહ્યું નથી. આનાથી માનવને ઉદ્ધાર થશે એવી ભ્રમણા સેવવી નકામી છે. માણસમાં તે કાંઈ શક્તિ કે શુદ્ધિ લાવી શકે તેવું નથી.
જે સંપ્રદાય કે પંથના નાયક-પુરુષોમાં ભાગવતી ગુણેનો વિગ્રહ (શરીર અથવા અવતરણ કે મૂર્ત સ્વરૂપ) હોય છે, જેઓ ભગવાનમાં નિવાસ કરતા હોય છે, જેમની દ્વારા ભગવાનને પ્રકાશ પ્રગટ થતા હોય છે, જેના હૃદયમાં ભગવાનની વિભૂતિ, શકિત અને આનંદના પ્રવાહ વહે છે, તેવા પુરુષે દ્વારા જ માનવને ઉદ્ધાર શકય છે. તેમાંથી સમાજ, શક્તિ અને શદ્ધિ મેળવી શકે છે. વર્તમાનકાળે તે આખે સમાજ મૃતવત્ છે અને બુદ્ધિને કચકચાટ કરીને દિવસે વિતાવે છે. ભગવાન સંબંધી વાત કર્યા કરે છે, પણ ભગવાન પોતામાં પ્રકાશે તેવી સાધનાથી વિમુખ રહે છે. આનું નામ અધઃપતન, આનું નામ મહતી વિનષ્ટિ. એ સમાજ કે સંપ્રદાયને વિનાશ કોણ રોકી શકે તેમ છે?
તવદર્શન
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only