________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય ૫, નાનયજેવજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
દર્દીને નિવારવાને એક જ ઉપાય છે. “
ઉગામી વેગમાં આપણે વેગ ભેળવ-તેની સાથે સહકાર કરે. તે પ્રવાહમાં આપણા જીવનને વહેવા દેવું.”
રજોગુણનાં કાર્યોમાં નિમગ્ન રહેનાર માણસોમાં દર્દનું પ્રમાણ વધારે હોવાનું કારણ એ છે કે તેમની શક્તિ વિષયે અને વાસનાઓના ક્ષેત્રમાં રંધાઈ રહે છે. તે શક્તિઓ ઊર્ધ્વગામી એ વેગને-ઊર્વિલક્ષી રૂપાન્તરને પામી શકતી નથી, તેથી દુઃખ-દર્દરૂપે બહાર ફૂટી નીકળે છે. સવગુણીજનેને, કટની માત્રા ઓછી હોવાનું કારણ એ છે કે તેમની શક્તિ, ઊર્ધ્વગામી વેગને પૂરત અવકાશ આપે છે. એટલે કે, જેટલા પ્રમાણમાં એ વેગને મુક્તપણે કાર્ય કરવા દેવામાં આવે તેટલા પ્રમાણમાં માનવજીવનમાંથી દુઃખ-દર્દનું પ્રમાણ કમી થાય છે. જ્ઞાની પુરુષે વીર્યના ઊર્ધ્વગામી વેગને કદી રેકતા નથી. તેના ઉદર્વગામી સ્કૂરણમાં હમેશાં સહકાર આપે છે.
ભવ અથવા સંસારનું સ્વરૂપ અને તેથી મુકિત જીવનના કેન્દ્રભાગમાં-નિગૂઢ ક્ષેત્રમાં એક “નિર્મોહી રામ વસે છે, એ ભગવાનનું કુલિંગ છે-ભગવાનની આત્મશક્તિ છે. આપણો અન્તરાત્મા છે, આપણું વાસ્તવિક સ્વરૂપ છે. આપણે બાહ્યમાંથી–અહિરાત્મભાવમાંથી સ્વ-પ્રતિષ્ઠા (પાતાપણું ખસેડીને) ત્યાં (એ કેન્દ્રમાં) સ્થાપવી જોઈએ. ત્યાં આપણું આપણાપણું પ્રતિષ્ઠિત કરવું જોઈએ. સપાટી ઉપરના જીવનને ત્યાંથી કેન્દ્રમાંથી–કેન્દદ્વારા) નિયંત્રિત કરવું જોઈએ. બહારની રચનાઓ અને આકારે સાથે આપણી જાતને એકરૂપ કપીને તેમાં આપણે મઢ ન થવું જોઈએ. બહારને ધારણ કરેલે આકાર તે અમુક હેતુ પૂરતા જ હોય છે, એટલે એની કિંમત પણ એ હેતુ પૂરતી જ આંકવી જોઈએ. એ બાહ્યમાં નિમગ્નતા-તેમાં જ સર્વસ્વતા એ આપણું મૂર્ખાઈ અથવા મેહદશા છે. એનું નામ મોહનીય કર્મ અથવા મેહનતંત્ર.
એ મેહનતંત્રમાંથી છૂટવા માટે આપણે આપણી પ્રતિષ્ઠા, પેલા કેન્દ્રવતી ‘નિર્મોહી રામ’માં કરવી જોઈએ. એટલે કે અન્તરાત્મામાં સ્થિર થવું જોઈએ. એ દશાનું ભાન કેળવીને આપણે બાહ્ય કર્મો કરવાં જોઈએ. એ નવો ચીલા પાડવામાં ઘણે સમય જાય છે પણ તેમ થાય ત્યારે જ આ ‘ભવસાગરમાંથી છૂટકે થાય છે. અત્યારે આપણે બાહ્ય ભાવરૂપી ‘ભવ’માં એકરૂપ થઈ ડૂબી ગયા છીએ. ટૂંકામાં, “ભવ’ એ આપણે જ ધારણ કરેલ-સ્વીકારેલે એક ભાવવિશેષ-આકારવિશેષ છે. તે આપણું સર્વસ્વ નથી. આપણે તેમાં જ પરિમિત નથી. જે માનવ એ ધારણ કરેલા “ભવમાં જ પિતાપણું માની બેસે છે તે ક્ષુદ્ર છે, પામર છે, ભવમાં ડૂબેલે છે. જે ભાવથી પર રહે છે-અમુક હેતુ પૂરત ભવન (સંસારને) ઉપગ કરે છે, તે ભવથી પાર ગયેલ છે. આપણા અંતરમાં જ્યારે આપણી સાચી પ્રતિષ્ઠા થાય છે છૂટી શકાય છે.
માનવ એ ચિત્યપુરુષનું નિર્મોહી રામનું પ્રકાશક્ષેત્ર છે. માનવનું જીવન એ તેની પિતાની ખાતર નહિ પણ અન્તપુરુષના પ્રગટીકરણ માટે છે. માણસ દ્વારા પોતે પ્રકાશી શકે એટલા માટે ભગવાન, માનવપ્રકૃતિ દ્વારા માણસ જાતનું ઘડતર કરી રહેલ છે. પરંતુ માણસ પિતાની અહંતાથી ભગવાનના એ સંકેતમાં અંતરાય નાખ્યા કરે છે, અને એમ કરીને અન્તઃપુરુષના પ્રકાશને વિકૃત બનાવે છે. એ વિકૃતિ જ્યારે ભાગવતી પ્રકાશને બહુ જ અંતરાયભૂત થાય છે ત્યારે ભગવાનના સંકેત મુજબ, માણસની અહંતાને ભસ્મીભૂત કરી નાખવાને વિલક્ષણ પ્રયોગ થાય છે. એ ઘટનાને માણસ સમજી શકતા નથી. એટલે એવા સમયે પાપને ઉદય માની માનવ કલ્પાંત કરવા લાગે છે. મતલબ કે, પિતાની અહંતાને અનુકૂળ કાંઈ થાય તો તેને માણસ પુણેય માને છે અને પ્રતિકૂળ બને તે પાપને ઉદય માને છે. એક દષ્ટિએ તે બરાબર પણ છે. ખરું જોતાં કુદરતના સંકેત મુજબ અતાના આવરણને દૂર કરવાને જે પ્રવેગ થઈ રહ્યો હોય છે તેને તે આભાસ માત્ર છે. આમ હોવાથી જ આપણું કર્તવ્ય છે કે આપણું અભિમાન સંકેલી લઈને ત્યપુરુષને આપણા જીવનદ્વારા પ્રકાશવાની માગ સરળ કરી આપો. એનું જ નામ આત્મવિસર્જન અથવા પિતાનો દષિત ભાવને ત્યાગ. જૈન શાસ્ત્રકાર , બનાવને અrgr વોલિનિ (માત્માને સુકુનામિ) કહે છે.
આધ્યાત્મ ચિંતન Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org