________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પસાર થઈ જવા દેવાં જોઈએ, પોતાની ચેતના-ભૂમિમાંથી તેને અહિષ્કૃત કરવાં જોઈએ, અને તેના સ્થાને સાચી પ્રવૃત્તિ-સત્યચેતના પુનઃ ધીરતાપૂર્વક પ્રતિષ્ઠિત કરવી જોઈએ.
૧૫
ચેાગી – યદૃચ્છાલાભસ ંતુષ્ટ
યોગીજના બાહ્ય ઈન્દ્રિયા અને તેના સ્થૂળ વિષયો પ્રત્યે અનાસક્ત હાવાથી, વિશેષ કરીને નિર્ભેળ આંતરિક સુખનો અનુભવ કરતા હેાય છે. એ સુખાનુભવને તે વસ્તુજન્ય આનંદ સમજતા નથી, એટલે કે બાહ્ય વસ્તુથી તેમના કાઈ અભાવની પૂર્તિ થતી હાય એમ તેઓ માનતા નથી. તેના વિના તેમને બેચેની થતી નથી. તેવી જ રીતે તેની (વસ્તુની) હાજરીથી તેઓ વ્યગ્ર બની જતા નથી. તેએ સમજે છે કે વસ્તુમાં કે વસ્તુથી જે આનંદ અનુભવાય છે તે તત્વતઃ આત્મભાવનું જ વસ્તુમાં થયેલ સક્રમણ છે. જે માણસે વસ્તુની ખાતર વસ્તુને ચાહે છે અને તજ્જન્ય સુખને વસ્તુગત સમજીને સ્વીકારે છે તે મોહાંધ અને અજ્ઞાની છે. પરંતુ જે વસ્તુને ધરી રહેલ ચૈતન્યને-વસ્તુની કિંમત આંકનાર આત્માને જુએ છે અને તેમાંથી નીપજતા આનંદને અન્તઃપુરુષ પ્રેરિત માને છે તેએ જ સાચા રસના ભાકતા છે. યોગીજને કોઈ વસ્તુના અભાવે પોતામાં ખામી અગર લઘુતા અનુભવતા નથી. તેઓ કોઈ વસ્તુને રાજિસક આકાંક્ષાથી પકડતા નથી એટલે વસ્તુમાં આસકત થઈ તેને ગ્રહણ કરતા નથી. પરંતુ સહજાસહજ જે વસ્તુ તેની પાસે આવી પડે તેમાં તેને આત્મગત સંતોષ હોય છે. તેથી જ આવા મુકત પુરુષોને વ્યકિતગત આશા કે આકાંક્ષાએ નથી હોતી. કોઈ પદાર્થને તે વ્યકિતગત માલિકીની ચીજ તરીકે ગ્રહણ કરતા નથી. ચન્દ્વાલામ સંતુષ્ટઃ ની જેમ જે કઈ તેની પાસે આવી પડે તેને તેએ સ્વીકારે છે; કશાયમાં લાભાતા નથી, કોઈની ઈર્ષા કરતા નથી, જે કઈ આવી મળે તેને અણગમો કે આસકિત વગર સ્વીકારે છે. જે કઈ જાય છે તેને ખેદ, શૈાક કે વિયોગના ભાવ લાવ્યા વિના, પદાર્થોના અનંત ચક્રમાં ચાલ્યું જવા દે છે. તેનું હૃદય અને આત્મા તેના સંપૂર્ણ સ્વામિત્વમાં હોય છે. પ્રત્યાધાતા કે વાસનાઓથી તેઓ મુકત થયેલા હાય છે. બાહ્ય પદાર્થોના સ્પર્શને તે ક્ષેાભપૂર્ણ
ઉત્તર આપતા નથી.
★
વિવેકબુદ્ધિઃ સાચેા સલાહકાર
લેખક :- અધ્યાયી
આ સંસારમાં પ્રત્યેક મનુષ્યે પોતાના કોયડો પોતાની મેળે જ ઉકેલવાનો પ્રયત્ન કરવા જોઈએ. દરેક પ્રસંગે બીજાની સલાહ અથવા સહાય માગવા દોડવુ એ પાતાની બુદ્ધિ અને સામર્થ્ય ઉપર કુહાડો મારવા તુલ્ય છે. જ્યારે મનુષ્ય મુશ્કેલીના પ્રસંગે પોતાની પ્રાપ્ત બુદ્ધિ-તર્ક અથવા વિચારનો ઉપયોગ કરવાને બદલે પોતાની આંટી બીજા પાસે કઢાવવા લલચાય છે, ત્યારે તે પોતાની સર્વશક્તિ ઉપર વપરાશ વિનાના હથિયારની પેઠે કાટના થર ચઢાવતા હાય છે.
“મારે શીરે ફલાણું ધર્મસંકટ આવી પડ્યુ છે, અથવા ફૂલાણી ગુંચ ઉકેલવાના રસ્તા મને સૂઝતા નથી. હવે મારે કરવુ શુ? આપની આમાં શી સલાહ છે !” આવા પ્રશ્નો અનેક મનુષ્યા જ્યાં-ત્યાં કરતા ફરે છે. તમે પણ ઘણું પ્રસંગે આ પ્રકારે બીજાની બુદ્ધિના લાભ ઉઠાવવા દોરાયા હશે. દુનિયાના સારા કે માઠા નસીબે, આવા પ્રસંગમાં મફ્તીઆ સલાહ આપનારાની સંખ્યા પણ હંમેશાં પુરતા જથ્થામાં રહ્યા કરે છે, અને તેથી આવા અભિપ્રાય ઢુંઢનારને નિરાશ થઈ માત્ર પોતાની આત્મસલાહ ઉપર જ અવલંબી રહેવાના પ્રસંગ પણ ભાગ્યેજ આવે છે.
જેને હરતા ને ક્રૂરતા ગમે તેવા નજીવા કામમાં બીજાની સલાહ માગવાની ટેવ પડી ગઈ હોય છે તેને તમે જોશે તો સાફ જણાઈ આવશે કે તે બધા વિષયમાં ઘણા જ મળહીન હોય છે. તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કિતએ ઉપયાગના અભાવે કાઈ ગામઠી નિશાળમાં ગોંધાઈ રહી એકડો જ છૂટયા કરતી હોય છે. જરા જોર કરી
તત્ત્વદર્શન
www.jainelibrary.org
[૬]
Jain Education International
For Private Personal Use Only