________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જીવનમાં વ્યકિતગત લાગણીઓ અને વેદનશીલતા જ માનવપ્રકૃતિનો સ્થાયી અંશ છે, અને આત્મરક્ષા માટે તેની જરૂર પડે છે. આ બધુંચ છતાં એમ લાગે છે કે, આપણા આત્મરક્ષણ માટે, મનુષ્યેા અને ઘટનાએ પ્રત્યે આપણે વધારે પ્રબળ–વધારે વિશાળ અને સમત્વપૂર્ણ વલણ રાખવુ જોઈએ. આત્મરક્ષણ માટે એ જ વધારે સારી પદ્ધતિ છે. છતાં સાધકો માટે તે ખાસ જરૂરનુ છે કે તેમણે આ બધાની પાર જવુ જોઈ એ. એ જ એમની પ્રગતિનું મુખ્ય ચિહ્ન છે.
આંતરિક પ્રગતિની પહેલી શરત એ છે કે, આપણી પ્રકૃતિના કોઈ પણ ભાગમાં જે કાંઈ ખાટુ છે અયેાગ્ય છે અગર અસત્ પ્રવૃત્તિ છે તેને એળખી લેવું. ખાટો ભાવ, ખાટી લાગણ, ખાટી વાણ, ખાટુ' કાર્ય હોય તેને પકડી પાડવુ. ખોટાને અર્થ એ છે કે જે ભાગવતી સત્યથી વેગળું હાય, ઉચ્ચતર ચેતના અને આપણા જીવનના ઉચ્ચતર અંશથી વિરુધ્ધ હાય-ભગવાનના માથી વિપરીત હોય – તે બધું ય ખાટું – અયોગ્ય સમજવુ, એકવાર ખાટુ' છે એમ નકકી થયા પછી તેનો બચાવ કરવા નહિ, અથવા તેને વ્યાજખી ઠરાવવા પ્રયત્ન કરવો નહિ; પરંતુ ભગવાનના પ્રકાશ અને તેના અનુગ્રહ પાસે તે રજુ કરવું અને તેને બદલે સાચી ચેતના સ્થપાય તેમ માગણી કરવી.
७
સાધુ કાણુ ? સાધનામય સાધક
આપણા આધ્યાત્મિક જીવનની શરૂઆત ચૈત્યપુરુષના અવતરણ પછી થાય છે. આપણી સત્તામાં સાચુ વ્યક્તિત્વ એ અન્તઃપુરુષનુ છે. એ વ્યકિત (અન્તઃપુરુષ) જ્યારે જાગૃત થાય છે ત્યારે પ્રથમ અહંતાપ્રધાન વ્યકિતત્વ પરિર્તિત થાય છે. અર્થાત્ તેનું રૂપાન્તર થાય છે. એટલે કે તેના સ્થાને એક પ્રકારનુ માનસોત્તર—સમ્બાધિશકિત-જ્ઞાનમય વ્યકિતત્વ પ્રતિષ્ઠિત થાય છે. તે પછી ધીમે ધીમે એ વ્યકિતત્વ ઉચ્ચ રૂપાન્તર પામતાં પામતાં છેવટે અતિમાનસ-દિવ્યભાવને પામે છે અને આપણું જીવન ભાગવતી કેન્દ્ર બની જાય છે.
જેનામાં ચૈત્યસત્તા જાગૃત છે તેને પાપ બાળી શકતુ નથી. પાપને તે બાળી નાખે છે. જેના જીવનમાં ચૈત્યપુરુષનું ચલણ છે તે ભવસાગર તરી ગયા છે. તેને ભવનું બંધન નથી. ચૈત્યપુરુષ ‘ભવથી પર છે. એ અન્તઃપુરુષ ભગવાનની ચિન્મયી મહાશકિતનુ બિન્દુ છે. તે આપણામાં પ્રગટ થઈને સિન્ધુરૂપે પરિણમે છે. અન્તઃપુરુષની જાગૃતિ એ જ દીક્ષાના સાચા અધિકાર છે. ભગવાનની સાથે યોગ પામવાની સાધના તેના (અન્તઃપુરુષના) આવિર્ભાવ પછી શરૂ થાય છે. જીવનને સાચી ભાગવતી દીક્ષા તે ચૈત્યપુરુષ જ આપી શકે છે. તે સત્તા ઉત્પન્ન થયા પછી આપણે પૂર્ણ સ્વાધીન, સ્વતંત્ર અને સમર્થ થઈ શકીએ છીએ. પ્રકૃતિનું દાસત્વ તે પછી જ છૂટી શકે છે. પછી પ્રકૃતિ આપણી દાસી બને છે આપણે પ્રકૃતિના ઈશ્વર બનીએ છીએ.
પ્રકૃતિના ઊર્ધ્વગામી વેગને અધીન થવા માગે છે તે સાધક તે અધિકારી છે, પરંતુ જે માત્ર નિષ્ઠાવાન હોય, આચાર સંપન્ન હોય, સ્વસ્વરૂપનું ભાન પ્રગટયું ન હોય તે તેથી જીવનમાં સાધુદશા આવી જતી નથી.
અથવા સાધુ છે. પરમાત્માની સહાયક શિકતનો એટલુ જ નહિ પણ ગુણસંપન્ન હોય છતાં પણુ
સાધુ તે છે કે જે ભગવાનની પરિત્રાણ-શક્તિના અધિકારી છે. સાધુ તે છે કે જેના વિષે પ્રકૃતિને ઊર્ધ્વગામી વેગ સતત પ્રવાહિત છે. જે સાધક આ ઊર્ધ્વગતિને અધીન છે. તેની આસપાસ ભગવાનની શકિતના દુ બધાઈ જાય છે. ભગવાન પોતે તેને પોતાના આલિંગનમાં રાખી તેની રક્ષા કરે છે, કારણ કે ભગવાન તેમાં પ્રવેશવા માંગે છે. એવા સાધકનાં સર્વ વિદ્મો નાશ પામે છે. સાધુતા જય પામે છે. સાધુતાના જય એટલે માનવમાં ભગવાનના પ્રકાશ, પ્રકૃતિનું ઊર્ધ્વગમન, અપરામાં પરાનું રૂપાન્તર, મમાં અમર્ત્યની પ્રતિષ્ઠા. વિજયી તે કહેવાય છે કે જે પેાતામાં ભાગવતી ચેતનાની
પ્રતિષ્ઠા કરી શકે છે. આવા વિજય પામનાર ‘જિન’ સ’જ્ઞાને પામે છે તે જ ખરા અર્થમાં જિન-સાધુ છે. Jain Eઅધ્યાત્મ ચિંતન
For Private Personal Use Only
[૧]
www.jaL=
ry.org