________________
પષ્ય ગદેવ કવિવય ૫. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઘટે છે. આપણે એકલા નથી, ભગવાન આપણી સાથે જ છે, અને તેની સહાય, કૃપા અને પ્રભાવથી વિકાસક્રમમાં આપણે એક મહત્ત્વનું પગલું ભરવાનું છે. સાધનામાં અધીરતા, ઉતાવળ, વ્યગ્રતા એ ખોટું પગલું છે. કયાંય પણુ ઉતાવળ ન હોવી જોઈએ. શાંતિ, વિશુદ્ધિ, પૂર્ણતાની બાબતમાં પણ, એ બધું ય ઉતાવળથી મેળવી લેવાની વ્યગ્રતા ન હેવી જોઈએઅલબત્ત, શાન્તિની અનિવાર્ય આવશ્યકતા છે, પણ તે પ્રકૃતિને વંસ, દમન કે વિનાશ કરીને નહિ પણ તેનું (પ્રકૃતિનું) રૂપાન્તર કરીને
વર્તમાનકાળે, પ્રકૃતિના અંચળા (ઓઢ) નીચે રહેલો જીવ, અહંભાવથી પ્રેરાઈને કર્મ કરી રહ્યો છે ભેગ-ઉપભોગ ભેગવી રહ્યો છે અને તજન્ય આનંદને અનુભવ પણ કરી રહ્યો છે, એટલે કે કર્મ, ભેગ અને સુખની પસંદગી પ્રકૃતિદ્વારા કરી રહ્યો છે. ખરું જોતાં, એવી રીતે પસંદગી કરવી એમાં બંધન છે. બંધન છે ત્યાં અજ્ઞાન છે. એ બધું કાર્ય અન્તઃ પુરુષ-ત્યપુરુષને સેંપવું જોઈએ અને તે જે કંઈ પ્રકૃતિ સમક્ષ રજુ કરે તે કરવું અને ભોગવવું જોઈએ. પસંદગી અને પ્રેરણા ચેત્યપુરુષની હોવી ઘટે. તે જ નિબંધભાવે કર્મ અને ભેણ બની શકે અને તેમાં આનંદ આવી શકે. પ્રકૃતિબદ્ધ જીવાત્માની પસંદગીથી માણસ બધી સાધન સામગ્રીને વિકૃતિ, વિરૂપ અને બંધનમય બનાવી મૂકે છે.
સમત્વ સમત્વ એ સાચી આધ્યાત્મિક ચેતનાને મુખ્ય આધાર છે. સાધક જ્યારે પ્રાણુજન્ય લાગણી, વાણી કે કર્મમાં પ્રવૃત્ત થાય ત્યારે સમત્વથી ચલિત થાય છે. સમત્વને અર્થ માત્ર ધર્યું નથી. જો કે એ વાત ! દઢ થયેલું સમત્વ માણસની સહનશીલતા અને ધીરજની શકિત બેહદ વધારી શકે છે.
સમત્વને વિશદ અર્થ કરીએ તો સમત્વ એટલે પ્રશાન્ત-અચલ મન અને પ્રાણ. સમત્વ એટલે ગમે તેવા પ્રસંગે બને અથવા આપણા પ્રત્યે ગમે તેમ કરવામાં આવે કે બોલવામાં આવે તે પણ તેનાથી અપૃષ્ટ નિલેપ રહેવું, અબ્ધ રહેવું. આપણે તેવા પ્રસંગે કે બના પ્રત્યે સીધી નજરે નિહાળવું; એટલે કે વ્યકિતગત લાગણીઓથી ઉત્પન્ન થતી બધા પ્રકારની વિકૃતિઓથી મુક્ત રહેવું. અને એ ઘટના કે પ્રસંગે પછવાડે શું રહેલું છે, શા માટે તે બને છે, એમાંથી આપણે શું શીખવાનું છે, આપણા જીવનમાં એવું શું છે કે જેના વિરુદ્ધમાં આ પ્રસંગ ઉત્પન્ન થયે છે અને તેમાંથી આપણે અત્યારે શું લાભ કે પ્રગતિ મેળવવી, એ બધુંય સમજવાનો પ્રયત્ન કરવો.
સમત્વ એટલે આપણી પ્રાણ-પ્રવૃત્તિઓ પર વિજય. આપણે કે, વેદનશીલતા, અભિમાન, વાસનાઓ વગેરે ઉપર આપણું સ્વામિત્વ. ટૂંકમાં, આવા કઈ વિકારેને આપણા ઉપર કાબુ મેળવવા ન દે એટલે કે આપણી અંતરની શાન્તિમાં ક્ષોભ થવા ન દે. આવી કોઈ ઘટનાઓ બને ત્યારે આવે કે ઉભરામાં આવી જઈ કાંઈ બોલવું કે કરવું નહિ, પણ હમેશાં આત્માના ઊંડાણની શાન્ત પ્રતિષ્ઠામાંથી જ બલવું કે આચરવું તેનું નામ સમત્વ. પૂર્ણ માત્રામાં આવું સમત્વ મેળવવું એ કાંઈ સહેલી વાત નથી, તેથી આપણી આંતરસ્થિતિ અને બાહ્ય પ્રવૃત્તિઓના મૂળમાં આ સમત્વ નિપજાવવાને બને તેટલે વધુ ને વધુ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. - સમત્વને એક બીજે પણ અર્થ છે. માણસો, તેઓની પ્રકૃતિ, તેઓનાં કાર્યો અને જે બળથી તેઓ પરિચાલિત થાય છે તે બધાં પ્રત્યે આપણે સમદષ્ટિથી જોતાં શીખવું. આવી સમદષ્ટિ કેળવવાથી, આપણાં અવલેકનમાંથી અને ન્યાયબુદ્ધિમાંથી વ્યક્તિગત લાગણીને ભાવ નીકળી જાય છે; આપણે માનસિક પક્ષપાત અને વ્યકિતગત વલણ જતું રહે છે, અને સર્વની પછવાડે રહેલ સત્યનું દર્શન કરવામાં આપણને સહાય મળે છે. વ્યકિતગત લાગણીઓ હમેશાં વિકૃતિઓ જ ઊભી કરે છે, એટલું જ નહિ પણ માણસના કાર્ય પાછળ જે હેતુ હતા નથી તે આપણે કલ્પી લઈએ છીએ. પરિણામ એ આવે છે કે આપણું મન ગેરસમજૂતીઓ અને અન્યાયી વિચારોથી ભરાઈ જાય છે. નજીવી વાત આપણી સમક્ષ મોટું રૂપ પકડી બેસે છે. જો કે આપણા સામાન્ય નિત્ય
તત્તવદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org