________________
પષ્ય ગુરૂદેવ ડવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
તે તે ભૂમિકા ઉપર રહીને આપણે તે તે ઉપસર્ગોને વિજય-ઉત્તરીકરણ કરવું જોઈએ. તે જ આપણે વિજેતાવીરાત્મા-પુરુષ કહેવાઈ શકીએ.
પ્રાચીન ગ્રંથમાં ત્યપુરુષને અગ્નિ-પાવક નામથી સંબોધવામાં આવેલ છે. તેની તિ હૃદયના નિભૂત પ્રદેશમાં પ્રકાશે છે, અને ત્યાં રહીને મન, પ્રાણ, શરીર ઉપર પિતાને પ્રભાવ વિસ્તારે છે. સામાન્ય જીવનમાં પણ ચૈત્યપુરુષનું કાર્ય અવિરતપણે ચાલતું જ હોય છે. તેને પ્રકાશ ન હોય તે માનવી એક વિચારશૂન્ય-જડવત્ પ્રાણી બની જાય. સામાન્ય જીવનમાં તેનું કાર્ય પ્રછનભાવે (ગુપ્તરૂપે) થયા કરતું હોય છે એટલે કે પિતે (ત્યપુષ) છદ્મસ્થ રહીને (અપ્રગટપણે) પિતાને ભાવ પ્રકૃતિના પ્રદેશમાં મોકલે છે, અને પ્રકૃતિ દ્વારા સામાન્ય જીવન આછો-ઘેરે પ્રકાશ પામે છે. એટલે આવા જીવનમાં મૈત્યને પ્રભાવ પ્રકૃતિ સાથે ગુંચવાઈ ગયેલું હોય છે. ત્યાં પ્રાકૃત જીવન (પ્રકૃતિગત) અને ચિત્યભાવનું મિશ્રણ હોય છે તેથી ચેચપ્રભાવ પ્રબળપણે કાર્યશીલ બની શકતો નથી અને પ્રકૃતિનાં કાર્યો ભૂલભરેલાં, અપૂર્ણ, અશુદ્ધ રહે છે અને ઘણીવાર સત્યકમને ખોટી પદ્ધતિથી કરે છે. ચૈત્યને ભાવાવેશ હોવા છતાં, કયાં કેવા સંજોગોમાં કયા માણસ પ્રત્યે તેને ઉપગ કરે તેની યથાર્થ સમજણ હોતી નથી. એટલે ચારિત્રના પ્રદેશમાં યથાખ્યાતપણું સચવાતું નથી.
આ અત્યપુરુષનું કાર્ય અત્યારે આપણા બાહ્ય ભાનની સપાટી ઉપર દેખાતું નથી, કારણ કે અત્યારે આપણા બાદાભાનને પ્રદેશ, શરીર-મન અને પ્રાણની પ્રવૃત્તિઓથી ઉભરાઈ ગયેલ છે. અંતરાત્મા કે ચિત્યપુરુષનું કાર્ય અને હાજરી, બાહ્યભાનમાં ત્યારે જ પ્રતીત થાય છે કે જ્યારે મન, પ્રાણ અને શરીરની પ્રવૃત્તિઓ શાન્ત થઈ જાય છે.
- અન્તરાત્મા મનની માફક કંઈ વિચારણથી નિશ્ચય કરતું નથી. તે સીધું-પ્રત્યક્ષ જોઈ શકે છે અને સત્ય માર્ગને નિર્ણય કરી શકે છે. પ્રકૃતિની પ્રવૃત્તિ (મન-પ્રાણ-શરીરના વ્યાપારે) જેમ જેમ મંદ પડે છે તેમ તેમ અંતરાત્માને વિશેષ પ્રકાશ થતું જાય છે... અને પછી બાધભાનમાં આવીને જ્યારે તે આ સમગ્ર યંત્રને કબજે લે છે ત્યારે મનુષ્ય ભાગવતી સત્યેના ખરા માર્ગ તરફ વળી શકે છે. અત્યારે તે માનવ અહંતાના આવરણમાં ઢંકાયેલ છે. અહંતા નિવૃત્ત થતી જશે તેમ તેમ તે પ્રગટ થતા જશે.
સામાન્ય ચેતનામાં ચૈત્યપુરુષના કાર્યને પૂરતી તક કે સંજોગો મળતા નથી. બહુ પ્રયત્ન સહેજ ભાવ પ્રકૃતિમાં આવી શકે છે. માત્ર ગાભ્યાસી પુરુષે જ ચેત્યશકિતને પુરેભાગમાં લાવીને તેને (ત્યશકિતને) કાર્યસાધિકા બનાવી શકે છે અને જેમ જેમ ચૈત્યશકિત પ્રભાગમાં આવીને પરેડિત બનીને-કાર્ય કરનારી થાય છે તેમ તેમ તે પ્રકૃતિના મિશ્રણથી મુકત થાય છે. પછી તેને પ્રભાવ પ્રત્યક્ષપણે ક્રિયાશીલ બને છે. એટલે કે પછી ચૈત્યપ્રભાવ, માત્ર પછવાડે રહીને પ્રકૃતિને આધાર આપતું નથી. પણ મોખરે આવીને બાહ્ય ચેતનાને પિતાથી ભરી દે છે. પછી તેને પિતાના પ્રકાશ માટે મન, પ્રાણુ, શરીર ઉપર આધાર રાખવો પડતું નથી. પણ એ બધા ઉપર પોતાનું આધિપત્ય જમાવે છે અને પિતાના પ્રકાશને અનુસરતી રીતે પ્રકૃતિને ઘડી કાઢે છે. આમ થવાથી પ્રકૃતિ સંપૂર્ણ પણે ચૈત્યપુરુષનું યંત્ર બને છે, એટલે કે તે સંપૂર્ણપણે ચૈત્ય-પ્રભાવને અનુસરનારી બની જાય છે, તેનાં (પ્રકૃતિનાં) સઘળાં કર્મભાવ, વિચાર, વિવેક, સૌન્દર્યાનુભૂતિ, ભેગેપભેગા ચૈત્યપુરુષના ભાવને અનુરૂપ બની જાય છે. આનું નામ ચિત્યીકરણઅન્તરામિકરણ-અપૂર્વકરણ છે. આધ્યાત્મિક જીવનનું તે પ્રથમ પગથિયું છે. યોગીઓના જીવનમાં આ અનુભૂતિ અત્યંત નિગૂઢ-આત્મસ્પર્શી– પ્રત્યક્ષ હોય છે.
માણસ પોતાની અને પરની ખરી સેવા એક જ રીતે કરી શકે, અને તે એ કે પિતામાં અધ્યાત્મકેન્દ્ર પ્રગટાવવું અને બીજાને તેમ કરવામાં મદદ કરવી. આ રીતે જ જગતની સાચી સેવા થઈ શકે છે. આમ બની ન શકે ત્યાં સુધી માત્ર બહારની મદદ સહેજસાજ રાહત આપી શકે, દુઃખને ન્યૂન કરી શકે. આથી વધુ કશું બની શકે નહિ. મતલબ કે અધ્યાત્મકેન્દ્ર પ્રગટાવવા માટે ભગવાન સાથે યુકત થવાની શકિત માણસમાં ન આવે ત્યાં સુધી તે પામર છે, ક્ષુદ્ર છે, અસહાય છે, એકાકી છે, એવી પરિસ્થિતિમાં “એકલે આવ્યો છું અને એક જવાને છું” એવી એવી તેની ફરિયાદ બાબર છે, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે પોતે એકલે નથી એવું માણસે સમજી લેવું ચિંતનીય વિચારધારા
[૯]. www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only