________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છતાં તેની બહુ અસર થતી નથી. અન્તરાત્મા જીવનનો નિયંતા થાય તે પછી બીજા કોઈ અધિકારની કે યોગ્યતાની જરૂર રહેતી નથી. તેની જાગૃતિમાં બધું જ સમાઈ જાય છે. તે (જાગૃત અન્તરાત્મા) ન હોય તે ખીજું સર્વ હોવા છતાં તે નહિવત્ છે, અને તે હાય તેા ખીજા સર્વાંના અભાવથી કશી હાનિ નથી, કેમકે જાગૃત અન્ત વતા જે કાંઈ જરૂરનુ હાય તે બધું ઉપજાવી લે છે. ક્રૂ'કામાં તે છે તેા બધુ જ છે. તે ન હાય તો કશુ જ નથી. તેના વિના તપ, જપ, સાધન સહુ નહિવત્ છે. તે હાય તાસ કાંઈ સાધનરૂપ બની જાય છે, કારણ કે તે જાગૃત પુરુષ સર્વના ઉપયોગ ભગવાન તરફની પ્રગતિ અર્થે કરે છે. એકવાર તે જાગૃત થયા પછી જ જીવનમાં સમૂળા ફેરફાર થાય છે. પહેલા ફેરફાર એ થાય છે કે તે વસ્તુમાત્રનુ મૂલ્ય બદલી નાખે છે; એટલે કે દરેક વસ્તુનું મૂલ્યાંકન ભગવાન તરફ જવામાં સહાયભૂત થાય એ રીતે કરે છે. વસ્તુ કે પ્રવૃત્તિ ભગવાન તરફ દોરી જવામાં જેટલા અંશે મદદરૂપ થાય તેટલા અંશે જ તેનું મહત્ત્વ કે કિંમત રહે છે. પછી આપણી અત્યારની મેહજન્ય કિંમતનું બંધારણ અર્થહીન બની જાય છે.
પ્રાચીન ધર્મ ભાવનામાં આ ઘટનાને વિરાળ એ નામથી સમેાધવામાં આવે છે. વિરાગ'ની આ સૃષ્ટિ કે ભાવના જેનામાં જાગૃત થઈ હેાય તે ‘વિરાગી પુરુષ’ કહેવાય છે અને અંતરમાં એવા વિરાગી પુરુષ' જાગે છે ત્યારે મિથ્યાનુ પરિબલ વિનાશ પામી જાય છે. જગતથી એના રાહ જુદા હોય છે. જો કે તેનું દબાણ જે પ્રકારની પ્રકૃતિ ઉપર પડે છે તે પ્રકૃતિ પ્રમાણે તેના બાહ્ય રૂપ-રંગનો ઉઠાવ થાય છે, છતાં પણ જ્યારે પ્રકૃતિમાં મૂળભૂત પરિવર્તન થવાનુ હાય છે ત્યારે કોઈ ને કોઈ પ્રકારે આ વિરાગી પુરુષના જ પ્રભાવ ગુપ્તપણે અંતરમાં કામ કરતા હોય છે. તેનું આગમનપ્રકટીકરણ પ્રકૃતિનાં બધાં અંગો ઉપર અસર કરે છે. શાસ્ત્રાએ જ્યાં જ્યાં ‘વિરાગ’ની પ્રશંસા કરી છે ત્યાં ત્યાં આ અન્તઃપુરુષના જ પ્રભાવ હેાય છે. કારણ કે આ અન્તઃપુરુષનું મુખ્ય લક્ષણ જ વિરાગ છે. પ્રકૃતિની કાઈ પણ ગતિમાં તેને મેહ હાતા નથી તેથી તેને વિરાગી કહેવામાં આવે છે.
આ વિરાગી પુરુષ સર્વના અંતરમાં વિરાજમાન છે. એના આવિર્ભાવ થયા પછી પ્રકૃતિ નવા જ ભાવ ધારણ કરે છે. તેને તેની જૂની ગતિ ગમતી નથી. ચત્યપુરુષ–અન્તઃપુરુષ પ્રગટ થયા પછી, આવેા અણગમા એ નવા સર્જનની, નવી સૃષ્ટિની, નવા ભાવની પૂર્વ નિશાની છે. પછી તા આ અણુગમે એટલે જૂની ગતિ, જૂના સંસ્કાર પ્રત્યેના વિરાગ વધતા જ જાય છે, અને એક નવા ચોકઠામાં-ચૈત્યપુરુષે નકકી કરેલ ઢાળામાં–પ્રકૃતિ પોતાની જાતને ગોઠવવા માંડે છે. જૂના વેગ જો કે પોતાનું પ્રબળપણું પગલે પગલે બતાવે છે તે પણ તેનુ જોર હવે લાંબે વખત ચાલતું નથી. કારણ કે જૂનામાં પ્રકૃતિને પોતાને રસ ઊડી ગયા હોય છે. તેની નિ:સારતા તેણે અનુભવી લીધી હોય છે. એટલું જ નહિ પણ તે જે કઈ સારામાં સારું આપી શકે તેમ હોય છે તે બધાના ઉપભોગ કરીને, તેના પ્રત્યાઘાતા સહન કરીને તે ધરાઈ ગઈ હોય છે. પ્રકૃતિ પોતે જ આ અવતાને આવાહન કરતી હોય છે. તે નમ્ર બનીને, પોતાને નવા ઢાળામાં ચૈત્યપુરુષના સ્વકીય ભાવના—ગોઠવે એમ પ્રાર્થના કરતી હેાય છે.
તેમ છતાં પણુ, જ્યારે ચૈત્યપુરુષ જાગૃત થાય છે, ત્યારે અવચેતનામાં (તમેગુણવાળી સ્થિતિમાં) પડેલા પ્રાચીન સંસ્કાર વખતે વખત પ્રબળપણે હુમલા લાવે છે, અને પોતાનુ સ્થાન કાયમ રાખવા જીવનને મૂઢ ઢાળામાંથી ન જવા દેવા અને ઉર્ધ્વગામી પ્રયત્નને ભુંસી નાખવા-ખૂબ મહેનત કરે છે. દરેક ઉર્ધ્વગામી પગલાં–વિકાસલક્ષી પ્રયત્નોમાં આ પ્રકારના પ્રત્યાઘાત સહેવા જ પડે છે. આ ઘટનાને જૈન-શાસ્ત્રામાં ‘ઉપસ’ કહેવામાં આવે છે. આધ્યાત્મિક પ્રગતિમાં આવા ઉપસર્ગો અનિવાર્ય પણે આવે જ છે, કારણ કે વિકાસમાં આવા ઉપસર્ગો ઘણા મહત્ત્વના ભાગ ભજવે છે. આપણે અપકવ સ્થિતિમાં આગળ ન વધીએ એ તેની આ ઉપસર્ગો દ્વારા ખરાખર કસોટી થતી રહે છે. આ ઉપસર્ગાનું અસ્તિત્વ ન હોય તે આપણા વિકાસ અપરિપકવ રહે છે. એક ભૂમિકા ઉપર બરોબર સ્થિર, સિદ્ધ, અને સુદૃઢ ન થઈ એ ત્યાં સુધી આ ઉપસર્ગો આપણને કાચી અવસ્થામાં આગળ વધવા દેતા નથી. આપણે અપકવ–અપૂર્ણ હોઈએ ત્યાં સુધી તે આપણને પુનઃ પુનઃ મૂળ સ્થાન ઉપર લાવી મૂકે છે. ખરૂ જોતાં, તે ઉપસર્ગો નથી, પણ વિકાસક્રમની એક આવશ્યક ઘટના છે. તેના વિના આપણે વધુ આગળ જઈ શકીએ જ નહિ.
તત્ત્વદર્શન www.jainelibrary.org
[૮]
Jain Education International
For Private Personal Use Only