SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ૨ – માનવ તેનું આંતરિક સત્વ-માનવતા. લાગણુપ્રધાન, સંવેદનશીલ શુધ્ધ માનવ. (માનવ) ૩ – મહામાનવ તેનું આંતિરક સત્વ-દિવ્યતા વિવેકપ્રધાન, આત્મનિષ્ઠ માનવ. (માનવદેવ) - અતિમાનવ તેનું આંતરિક સત્વ-પ્રભુતા. પ્રકૃતિ ઉપર સંપૂર્ણ વિજય મેળવી જે શુદ્ધ-બુદ્ધ અને મુકત થયેલ છે તે અતિમાનવ-તીર્થ કરપદ પામેલ, જીવન મુકત પુરુષ (મહાપ્રભુ.) ઉપર મુજબ જે “સમજીને વિકાસ થયે તેનું આ “વિચારધારામાં–મેં અવતરણ કર્યું છે. આ પ્રમાણે વિકાસપ્રધાન અને વિકાસલક્ષી એવા માનવજીવનની ઉત્તરોત્તર વધતી જતી ભવ્યતા અને દિવ્યતા કેવી હોય તેનું કંઈક વિસ્તારથી વર્ણન આપણે આગળ જણાવેલ “ચિંતનીય વિચારધારા”માં જઈ ગયા. એવા જીવન ઘડતરમાં, જે તત્ત્વ, છેક નીચેથી માંડીને ઠેઠ ટચ સુધી વિલસી રહ્યું છે. એટલે કે તમામ સ્તરમાં અનુયુત (ઓતપ્રેત-પરેવાયેલુ) છે તે ચૈતન્યતત્ત્વને આવિર્ભાવ થવામાં, જીવનરસાયણના કયા કયા તએ ભાગ ભજવ્યું છે તેનું આખું નિરીક્ષણ કરી લઈએ. જો કે એ તને નિર્દેશ અને તેના કાર્યનું વર્ણન તે તે સ્થળે થઈ ગયેલ છે તે પણ ફરીને એની સંકલન આપણા માનસપટ પર તાજી થાય એટલા માટે એનું સંક્ષેપમાં અહીં અવતરણ કરવું યોગ્ય લાગે છે. જીવનરસાયણના મૂળી તો ૧- જીવનસવ.અધમ કેટિનું જીવન=એકેન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિયવાળાં જંતુઓની દુનિયા. ૨- જીવનસત્વ વત્તા જીવનતત્ત્વતિર્યંચ પશુની દુનિયા. જેમાં જીવનસત્ત્વના અંશે વધારે પ્રમાણમાં હાય અને જીવનતત્વના અંશે ઓછા પ્રમાણમાં હોય. જીવનતત્વ વત્તા જીવનશકિત અથવા પ્રાણતત્ત્વ = ........મનુષ્યની દુનિયા. -પશુ અને માનવના મિશ્ર સંસ્કારવાળી આ માનુષી દુનિયામાં, માનવ દેહ મળવા છતાં ય જીવનતત્ત્વના ટકા વિશેષ પ્રમાણમાં હોય અને જીવનશકિત કે પ્રાણતત્ત્વના ટકા ઓછા-વધુ હોય. તેથી તરત-મતા ભેદે એવા જગતમાં અલ્પમાનવ, માનવ અને શુદ્ધમાનવ એમ ત્રણ પ્રકારના માન હોય છે. જીવનશકિત અથવા પ્રાણશક્તિ વત્તા જીવનદૃષ્ટિ = .......દિવ્યજીવનવાળા માન. -વિકાસ પામતાં પામતાં આટલી અદ્ધિને પામેલ છે, પછી મહામાનવ થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. એટલે કે એવા માં રહેલ પ્રાણશકિત પિતે સંકલ્પશકિતરૂપે પરિણમી ક્રિયાશીલ બને છે, તેથી એવા માનામાં પ્રાણશકિત તે ભરપૂર હોય છે. તે ઉપરાંત એવા સાધકોમાં વિવેકબુદ્ધિ તે પ્રજ્ઞારૂપે પરિણમી, વિકાસ પામતી હોય છે. અહીં પ્રજ્ઞા એટલે જીવન જીવવાની એક પ્રકારની તેજસ્વિની સમજશકિત સમજવી. વ્યાપક અર્થમાં એ જ જીવનદૃષ્ટિ છે. ૫– જીવનદષ્ટિ અથવા પ્રજ્ઞાશકિત વત્તા જીવનદર્શન = ........અતિમાનવનું પ્રભુમય જીવન. -જીવનદષ્ટિની પૂર્ણ વિકસિત શકિત એટલે પ્રજ્ઞાશકિતની સાથે સાથે તેને જ અનુરૂપ થાખ્યાત જીવન જીવવું એ જ સંપૂર્ણ દર્શન એટલે કે જીવતા-જાગતા તીર્થસ્વરૂપ-તીર્થકરેનું પ્રભુતાભર્યું જીવન. તેનું જીવન એ જ સમગ્રભાવે-અખિલાઈભર્યું જીવનદર્શન છે. માનવજીવનની એ ચરમ અને ઉત્કૃષ્ટ અવસ્થા અથવા દશા છે. એ જ ખરા અર્થમાં મુકત જીવન છે. [૭૨] તવદર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy