________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત
“શ્રીમદ્ રાજચંદ્ર' એ દશામાં, એવા અતિમાનવ-મહાનુભાવે, ખરેખર પુરુષોત્તમ સ્વરૂપ બની રહે છે.
અનુચિંતન મારી સમજ પ્રમાણે, આવા દયેયલક્ષી જીવન વિકાસની સાધના માટે જ અમારા પૂજય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ માનવતાના પુરસ્કર્તા હતા. આગમ-શાસ્ત્રોના દેહનરૂપે તેઓએ માનત્તારૂપી નવનીત તારવીને જગત પાસે પિતાની આગવી શૈલીથી રજૂ કર્યું હતું. તેથી જ માનવતાનું આ રીતે નિરૂપણ કરાવવામાં, જાણે અદ્રશ્યરૂપે તેઓની જ પ્રેરણા કામ કરતી હોય એમ મને લાગે છે.
વિશેષમાં તેઓશ્રીના શિષ્ય, અનુરાગીઓ અને ભકતે કહેવડાવવાનું કે મનાવવાને આપણને ત્યારે જ ખરે અધિકાર મળે છે કે જ્યારે તેઓએ સમજાવેલ માનવજીવનના વિકાસનો હેતુ લક્ષમાં રાખી, આપણા જીવનવિકાસથી આપણે એને પરિપૂર્ણ કરીએ-ફલિત કરીએ. આપણે પિતે એ મહાપુરુષને નજર સામે રાખી આપણું જીવન ઘડતર કરતા રહીશું તે સમયે સમયે તેની સ્મૃતિ રહ્યા કરશે એ જ એમના પ્રત્યેની આપણી શ્રધ્ધાંજલિ કે ભાવાંજલિ સાચી ગણાશે અને સાર્થક થશે....અસ્તુ.
ઉપક્રમ જન્મશતાબ્દિ મહોત્સવ ઉજવવા માટે કઈ ભકત આત્માના હૃદયમાં ફુરણા થઈ અને તેને શ્રીબેરીવલીમુંબઈ સંઘના ઉત્સાહી ભાઈઓએ ઝીલી લીધી, પરંતુ એને આકાર કેવી રીતે આપવો એ મુંઝવણને વિષય હતે.
જેના હૃદયમાં પ્રેમ-ભકિત શૌર્યના ઝરણા વહેતાં હોય છે તેના માટે કશું અશક્ય કે અસંભવિત નથી.” એ ન્યાયે બહ મંથન પછી કેટલાય ભાઈઓને એમ લાગ્યું કે, આ શતાબ્દિ નિમિત્તે, કઈ ભવ્ય અને પ્રેરણાત્મક સ્મારક થવું જોઈએ. આ વિચારને વેગ આપવા માટે પછી તે મુંબઈ જેવી નગરીમાં, સદૂભાવવાળા, ગુણાનુરાગી અનેક ભકતે જોડાયા અને વિચારવિનિમયને અંતે હાલ તુરત તે એ પ્રસંગ નિમિત્તે એક ‘મૃતિગ્રંથ” બહાર પાડવો એવું નક્કી થયું. “સ્મૃતિગ્રંથ એટલે જે મહાપુરુષે સૌના હૃદયમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા એ પુરુષના જીવનને, એવી રીતે ગ્રંથારૂઢ કરવું કે, જેને વાંચતા-વાંચતા સાંભળનાર કે વાંચન તેઓ જાણે સાક્ષાત બિરાજમાન હોય એવું લાગી આવે, એટલું જ નહિ પણ એમાંથી જ પિતાના જીવનને ઉન્નત કરવાની પ્રેરણા મળ્યા કરે.
પણ આવું મહત્ત્વનું કાર્ય કરે કેણ? એમ તે આજથી ચારેક વર્ષ પહેલાં “સંતશિષ્યની જીવન સરિતા' એ નામથી પૂજય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ટ્રસ્ટ તરફથી પ્રગટ થઈ ચૂક્યું છે. તેમાંથી તેઓના જીવનને સારે એવો પરિચય થઈ રહે તેમ છે. તેમ છતાંય હજુ જે કંઈ બાકી રહ્યું હોય તેને આવરી લઈ જીવનઝાંખીરૂપે તેમજ તદેહનરૂપે જેમાં વધુ સામગ્રી હોય તેવો ગ્રંથ તેના સ્મારક તરીકે હોવો જોઈએ. આ વિચાર ઉપર તરી આવ્યો.
પરિણામે, શ્રી બોરીવલી સ્થા. જૈનસંઘના, સમાજસેવાની ધગશવાળ, ઉત્સાહી અને કર્મઠ પ્રમુખ શ્રી શાન્તિલાલ ભાણજીભાઈ અંબાણીએ, બોરીવલી સંઘને સહકાર સાધી, ઉપરના વિચારને ફલિત કરવા એક ટ્રસ્ટી મંડળની રચના કરી અને ટ્રસ્ટી મંડળે આ કાર્યને વધુ વેગ આપ્યો. ઉપરાંત પૂજ્ય ગુરુદેવ પ્રત્યે શિષ્યાભાવે અનન્ય સદભાવ રાખનાર મહાસતી શ્રી દમયન્તીબાઈ આર્યાજી આદિ સાધ્વીમંડળ પણ મુંબઈમાં જ હતું. તેઓએ પણ આ વસ્તુ લક્ષમાં રાખી માટુંગા સંઘને પ્રેરણા આપી અને શ્રી માગા સંઘે આ ગ્રંથ પ્રકાશન કરવાનું કાર્ય હાથ ધર્યું. આમ આ વિચારને વેગ મળતે ગયે. પરંતુ આવું ભગીરથ કાર્ય કરે કોણ? એ પ્રશ્ન તે * જુઓ “માનવતાનું મીઠું જગત” ભાગ ૧-૨/૩-૪ વ્યાખ્યાનસંગ્રહ ચિંતનીય વિચારધારા
[૭૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org