________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર
તે સાપેક્ષ જ રહેવાનું – તરતમના ભેદવાળું જ હોવાનું નિરપેક્ષ તે કેવળ એક ભગવાન જ છે. જેને જૈન પરિભાષામાં કેવી ભગવાન કે અન કહે છે, તે જ પોતાની વાણીના અતિશયથી, વસ્તુને યથાર્થ જાણી શકે છે, જોઈ શકે છે અને વ્યકિત પણ કરી શકે છે.
માણસ ગમે તે વિદ્વાન, પ્રાસ અને પ્રતિભાસંપન્ન હોય તે પણ તે નિરપેક્ષ વ્યવહાર નથી કરી શકતો એ જ એની મર્યાદા છે. તેથી જ મહાગેશ્વર એવા શ્રી આનંદઘનજી મહાત્માએ બુલંદ અવાજે કહ્યું :
“વચન નિરપેક્ષ વ્યવહાર જઠે કહ્યો,
વચન સાક્ષેપ વ્યવહાર સાચે.” મારાથી જે કંઈ બની શક્યું છે. આ રીતે આજે “જન્મશતાબ્દિ મહોત્સવ સમિતિ પાસે રજૂ કરું છું. અને આ મારા પ્રયાસમાં, જે કઈ નિમિત્તભૂત બની, સહાયક થયા છે તેઓને ભૂરિ ભૂરિ અભિવાદન કરું છું. તેમ જ પ્રત્યક્ષરૂપે સ્થાનિક લીંબડી સંઘ, પરોક્ષરૂપે “સાયલા સંઘ” તેમ જ “દરિયાપુરી સંધ’ અને ‘તપગચ્છ સંઘ—બધાને સહકારીભાવે સદભાવ મળવા બદલ તેઓ પણ અભિનંદનને પાત્ર છે.
ઉપરાંત મારા આ કાર્યને, દૂર-દૂરથી, માનસિક અને વાચિક રીતે અનુમોદના આપનાર સંઘ-અને વ્યકિતઓ પ્રત્યે સભાવપૂર્વક મારી સન્નિષ્ઠા પ્રગટ કરું છું. શુભને ઉદય થાઓ ઃ અશુભ ઓસરી જાઓ—એ જ મનઃકામના
ઉપસંહાર
જીવન જીવવાની કળા, જીવનવિકાસની પદ્ધતિ, જીવનને જાણવા અને માણવાની ઉત્તમ તક, એ એક માત્ર માનવજીવનમાં જ ઉપલબ્ધ છે. તેથી જ એમ કહેવાયું –દૃિ માનપાત ઇતર : શ્ચિત માનવ કરતાં વધારે શ્રેષ્ઠ કોઈ નથી. આ વસ્તુને લક્ષ્યમાં રાખી ચિતનીય વિચારધારા લખવા પ્રયત્ન કર્યો. પરિણામે
પશામજન્ય જે કંઈ સામગ્રી મારા મગજમાં હતી તે, તેમ જ અન્ય ગ્રંથ-પુસ્તકમાંથી મારી ભાવનાને અનુરૂપ જે કંઈ મળ્યું તેને આ “વિચારધારામાં અક્ષરાત્મક રૂપે રજૂ કરેલ છે.
એક દષ્ટિએ જોઈએ તો લેખક બીજું શું કરે છે? પિતાના મગજમાં જે “જ્ઞાનકોષ” ભરેલ હોય છે તેમાંથી મૂળ વિષયને લગતા વિચારે ચૂંટી કાઢી, યથાયોગ્યરૂપે ગોઠવવા એટલે કે તેને ભાષા કે વાણીના માધ્યમથી લિપિબદ્ધ કરવા એટલું જ કાર્ય લેખકે કરવાનું હોય છે.
વસ્તુત : જે લેખકે તટસ્થવૃત્તિથી, પિતાના અંતરતમ પ્રદેશમાં રહેતા તવરૂપી ઝરાને, પરા-પશ્યન્તી અને મધ્યમ વાણીના ઘાટમાં ઉતારી, અનુભવપૂત વાણી દ્વારા અભિવ્યક્તિ કરે છે તેવા દ્રષિઓ-મંત્રદષ્ટા પુરુષે જ આદર્શ લેખક તરીકે ધન્યવાદને પાત્ર ગણાય.
“ચિંતનીય વિચારધારા લખતી વખતે જેમ જેમ ફુરણા અને પ્રેરણા આગળ વધતી ગઈ તેમ તેમ મને સમજાયું કે :- અણમેલ માનવદેહને પ્રાપ્ત કરીને સૌથી પહેલાં માણસે પોતાના જીવનમાંથી પાશવિક સંસ્કારે કાઢી
શુદ્ધ માનવ બનવું જોઈએ. શદ્ધ માનવ થયેલા માણસે પછી જીવનમાં સર્વત્ર દિવ્યતા પ્રગટાવવી જોઈએ. અને સાથે સાથે પ્રભુતાનું દયેય રાખી, માણસે રાગ-દ્વેષના તમામ વિકારો ઉપર વિજય મેળવી, આ જીવનમાં જ પ્રભુતા પ્રગટાવવી જોઈએ.
એ રીતે વિચારતાં, માનવજીવનના આંતરિક સત્ત્વની ચાર ભૂમિકાઓ નીચે મુજબ બની રહે - ૧ – અપમાનવ તેનું આંતરિક સત્વ-પશુતા.
લગભગ પશુના સંસ્કારવાળે માનવ. (નરપશુ) ચિંતનીય વિચારધારા
[૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org