SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ bપજ્ય ગુરૂદેવે કવિવર્ય પ. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ. કે મોહથી નિવૃત્ત થયેલા છે એટલે કે જેના હૃદયમાં રાગ – આસકિત કે મેહ હોતા જ નથી અને જેઓ ચધમમાં જોડાયેલ હોય છે તેવાને માટે ગૃહજીવન પણ તપવન જેવું બની રહે છે. કારણ કે એ કર્તવ્યધર્મનું પાલન કરવામાં એવા સાધકો સહજભાવે કેટલુંક તજતા હોય છે. બીજાને માટે સહન કરતા હોય છે-જનહિતના માટે પિતાની જાતને જનકવિદેહીની જેમ વિના સંકોચે અર્પણ કરતા રહે છે. આ જ વાસ્તવિક તપ છે. પૂર્ણાત્ પૂર્ણમિદમ્ (સારાંશરૂપે) આ બધું ય લખવાનો આશય એ છે કે, માનવજીવનમાં જ્યાં સુધી અધ્યાત્મચેતના જાગૃત થઈ નથી હતી ત્યાં સુધી વાસ્તવિક રીતે જીવન જીવવાનું બની શકતું નથી. તેથી એ ચેતના જગાડવા માટે, તેના અનુભવી એવા સદગુરુની અનિવાર્ય જરૂર રહેવાની; એટલું જ નહિ પણ આ માર્ગમાં એ જ પરમ ઉપકારી છે. એકવાર અધ્યાત્મ ચેતના જાગી ઊઠી, પછી તમામ નિમિત્તો સદ્દગુરુની જવલંત ઝાંખી કરાવનારા થઈ પડશે. આ બધી બિનાઓ “ચિંતનીય વિચારધારા” માં વિવિધ દષ્ટિબિંદુથી યથાસ્થાને રજુ કરેલ છે. એવા મહામાનવે કે સશુઓને વર્તમાનકાળે સાક્ષાત્ ગ ઘ અતિ દુર્લભ છે. તો તેની અવેજીમાં માણસે, પિતાની વિવેકબુદ્ધિના માર્ગદર્શન પ્રમાણે, ઉપર જણાવેલ ત્રિપદી “વ્યધર્મ” જીવનમાં અપનાવ, એટલે કે કર્તવ્યબુદ્ધિ, કર્તવ્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાથી જીવનને વિકાસ કરતા રહેવું, પરંતુ કહેવાતા મત-પંથસંપ્રદાય કે વાડામાં ન બંધાતા અથવા મંડળ, સંરથા કે આશ્રમમાં ન જોડાતા, હિંમતપૂર્વક પોતાને માર્ગ ખેડયે જ. એમાં જ ખરુ આત્મતેજ પ્રગટાવવાની સાચી તક રહેલી છે. મત–પંથ કે સંપ્રદાયમાં મર્યાદિત દૃષ્ટિબિન્દુ હોવાથી, એમાં પરિણામે “ઘ'ને-અભિમાનને જ પિષણ મળવાનું અને જીવન હારી જવાનું. એ વળી વધારે લાભમાં! સંક્ષેપમાં એટલું જ કે : દેવને પણ દુર્લભ એવો આ માનવડ પ્રાપ્ત કરીને જે કંઈ પણ કરવા જેવું હોય તે તે એ છે કે, આ વર્તમાન જીવનમાં જ માણસે, આત્મવિકાસની ભૂમિકાને ઉત્તરોત્તર વિકસિત કરી, મહામાનવ અને અતિમાનવની દશાએ પહોંચવાનું છે. ત્યાં જ ખરી મુક્તદશા છે–ત્યાં જ જીવનની પરિપૂર્ણતા છે–પરમ સુખ-શાન્તિ અને આનંદ છે. જે જે મહાત્માઓ, એ ઉચ્ચદશાને પામેલા છે તેઓ, આપણુ આ આર્યભૂમિ ઉપર પોતાને એ અમર વારસે મૂકી ગયા છે. તે જ આપણે સંભાળી લેવાને છે. શુભ સંકલ્પને વિજય હે. પ્રશાશકિતને વિજય હે. જીવનદર્શન પરિપૂર્ણ છે. સદગુરુ તત્ત્વને વિજય છે. નિષ્ઠાસંપન્ન સાધકને વિજય હે. પ્રાસંગિક નિવેદન આ “ચિંતનીય વિચારધારાના વિજયનું પ્રકટીકરણ કરાવવામાં, પૂજય ગુરુદેવની જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ અને માટુંગા સંઘ” નિમિત્તભૂત બનેલ છે. એ હકીકત છે. હું પોતે મારી જાતને વિદ્વાન, લેખક કે પંડિત માનતો નથી; છતાં પણ એ નિમિત્તે જે કામગીરી મેં સ્વીકારેલ છે તે પૂર્ણ કરવી જોઈએ એ દષ્ટિએ મારે આ નમ્ર પ્રયાસ છે. મારી આ ‘વિચારધારા” ગ્ય છે કે નહિ એવું કઈ પ્રમાણપત્ર મેળવવાની અભિલાષા નથી. પરંતુ મારા પૂજય ગુરુદેવના ગંભીર અને ઉદાર આશયને હું કેવી રીતે અને કેટલા પ્રમાણમાં સ્પર્શ શ છું એટલું જ મારે અડી જોવાનું રહે છે... અસ્તુ. માણસમાત્ર અલ્પજ્ઞ અથવા છદ્મસ્થ છે એટલે તેના તરફથી જે કંઈ મંતવ્ય કે વકતવ્ય પ્રગટ થાય [૭૦] Jain Education International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy