________________
bપા ગુરુદેવ કવિલય પં. નાનચન્દજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથશે.
જીવનમાં એટલે કે મન, બુદ્ધિ, પ્રાણ, શરીર વગેરે આધારમાં, આત્માનું-કેવળ આત્માનું જ અવતરણ થાય છે ત્યારે આપણું જાણવું, જેવું અને આચરવું એ સમ્યક પ્રકારનું બને છે. આત્મ પિતે તે રૂપ-રંગ વગરને ચૈતન્યઘન છે. તેની અભિવ્યક્તિ શરીર, મન, બુદ્ધિ અને પ્રાણદ્વારા થઈ શકે છે. જે આ નિશ્ચય આપણામાં બરાબર થઈ જાય છે, જે શરીર (સ્ત્રીનું કે પુરુષન) મળ્યું છે તેના જ સહારાથી આપણે આત્માને પ્રગટ કરવાને છે. મતલબ કે શરીર એ આપણું સાધન છે. શરીર છે તે એના આશ્રયે જ મન, બુદ્ધિ વગેરે રહેલા છે. એ સાધન સાધન તરીકે ઉપગ કરવામાં જ આત્માની સિદ્ધિ છે. સાધને એ સર્વસ્વ નથી એટલે જે સમજાય તે પછી આત્માએ ‘નાતા અને ‘દા તરીકે જ પિતાની જાતને બહાર લાવવાની કે પ્રગટ કરવાની રહે છે.
‘વિપદી કર્તવ્ય ધર્મ : એ ત્યારે બની શકે કે જ્યારે આત્મા, જીવનને લગતા તમામ વ્યવહારને, તેના ઉચ્ચતમ આદર્શની દૃષ્ટિએ જાણે એટલે કે સમજે, જુએ એટલે કે જે જાણેલ હોય તેમાં નિષ્ઠા-શ્રદ્ધા રાખે અને પછી તે પ્રમાણે જ વર્તાવ કરે. બસ, જાણવા, જેવા અને માણવાની આ જ વાસ્તવિક પ્રક્રિયા છે. એને હવે આપણે કર્તવ્યબુદ્ધિ, કર્તવ્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતા તરીકે ઓળખીશું. આ ત્રિપદી કર્તવ્યમાં જ “સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને અર્ક કે સત્ત્વ આવી જાય છે.
કર્તવ્યબુદ્ધિ એટલે સમયે સમયે પિતાને શું કરવાનું છે તેની સમજ, કર્તવ્યનિષ્ઠા એટલે એ સમજ બરાબર એમ જ છે એવી શ્રદ્ધા અથવા પાકો વિશ્વાસ. અને કર્તવ્યપરાયણતા એટલે સમજ અને શ્રદ્ધાપૂર્વક સમગ્રભાવે આદમય જીવન જીવવું તે.
જે સાધક આ રીતે પિતાના વ્યવહારુ જીવનને ઘડતો હોય છે તેને પછી અધ્યાત્મનિષ્ઠ સદગુરુની પ્રાપ્તિ થતાં એ જ ત્રિપદી કર્તવ્યધર્મ સમ્યકરુપે પરિણમે છે. ત્યારે જ તેને પછી અંતરના અને બહારના જીવનમાં આત્માની સહજ અનુભૂતિ થયા કરતી હોય છે. એવી દશા નિપજાવવા માટે જ આ કર્તવ્યધર્મ એટલે કે પાયાના ધમની સવિશેષ જરૂર છે. જેના જીવનમાં આ “કર્તવ્ય ધર્મ” કાચ કે સંદિગ્ધરૂપે હોય તે વાસ્તવિક રીતે જીવનને આર ભ કે આદર જ કરી શકતા નથી. તેથી જ એક અર્થગંભીર સુભાષિત સ્મૃતિપટ ઉપર તરી આવે છે :
પ્રાણની આહુતિ આપીને એટલે કે મરતાં મરતાં પણ જે કર્તવ્ય આવી પડે તે અવશ્ય કરવું જોઈએ? અને જે અનુચિત કર્મ છે-જે કરવા યેચ નથી- અકર્તવ્ય છે તેય પણ પ્રાણના ભોગે ન કરવું જોઈએ. આ કર્તવ્યધર્મ છે. આવો કર્તવ્યધર્મ નિપજાવવા માટે, સંસારથી ભાગી છૂટવાની કઈ જરૂર નથી. ધ્યેયનિષ્ઠ કતવ્યપરાયણ વ્યકિતઓથી સંસાર આપોઆપ છુટી જાય છે. જેનું લક્ષ કતવ્યબુદ્ધિ અને કર્તવ્યનિષ્ઠા પ્રત્યે જાગૃત છે તે કર્તવ્યપરાયણ થતો હોય છે ત્યારે રાગ-દ્વેષ અને મેહ ઉપર પૂર્ણ વિજય મેળવી લે છે. એનું સમગ્ર જીવન જ તમય બની રહે છે.
જેના જીવનમાં, અંશે અંશે પણ રાગ-દ્વેષ કે મોહના આંદોલન ઊઠતા હોય છે, તેવા છે, કદાચ સંસાર છોડી - ભગવા પહેરી કે કહેવાતે ત્યાગીને વર્ષો પહેરી લે અને જંગલમાં રહે તે ત્યાં પણ તે ને સંસાર ઊભો કરતો હોય છે. તેથી ઉલટું કર્તવ્યધર્મને આદર્શ રીતે જીવનમાં ઉતારનાર વ્યકિત - રાગ-દ્વેષને અવકાશ મળે તેવું આચરણ જ કરતું નથી. તેથી તેનું જીવન ગમે ત્યાં હોય તે પણ તમય હોવાથી ત્યાં જ તપવન જેવું બની રહે છે. એના જીવનના પ્રત્યેક પ્રસંગમાં સ્વીકાર અને ત્યાગમાં–તે અનાસકત હોવાથી સદાય પ્રસન્ન અને આનંદમય હોય તેથી જ કહ્યું છે –
અર્થાત્ જેના હદયમાં, રાગ-આસકિત કે મોહ હોય છે તેવી વ્યકિત કદાચ સંસારનો ત્યાગ કરી જંગલમાં વસે છે ત્યાં પણ તે જડભરતની જેમ સંસાર વધારતે જ હોય છે. અને જે આત્માઓ રાગ-દ્વેષ ચિંતનીય વિચારધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org