SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. નાનસ કેજી મહારાજ જન્મશતાહિદ આમ શાસદૃષ્ટિએ, અહ-જિન કે કેવળી એ જ ભગવાનરૂપે અતિમાનવ ગણાય. એટલે કે સદેહે એવા મુનિjનું શાસન, વ્યક્ત કે અવ્યક્તરૂપે આખા જગત ઉપર ચાલતું હોય છે. પ્રગટરૂપે કે અપ્રગટરૂપે એવા તીર્થકરોની શક્તિઓ, જગતના અણુએ અણુમાં સંચાલકબળરૂપે કામ કરતી રહે છેઃ તેથી જ્યાં જ્યાં જે જે વ્યક્તિમાં કઈ અસાધારણ કે અલૌકિક શક્તિ દેખાય, ત્યાં ત્યાં એ અતિમાન કે તીર્થકરોની જ કઈ ને કઈ વિભૂતિને આવિષ્કાર છે એમ સમજવું અસ્તુ... અહીં આપણે “અતિમાનવના અધિકાર પરત્વે વિનમ્રભાવે મૌન રહીએ તે જ વધારે ઉચિત ગણાશે. કારણ કે મન, વાણી અને બુદ્ધિથી પર, એવા એ અતિમાનવ કે તીર્થકરના સ્વરૂપને વર્ણવી કેવી રીતે શકાય? તેથી જ શ્રીમદ્ રાજચંદ્રજીએ નીચે મુજબ અનુભવના ઉદ્ગાર કાઢયા છે - જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે છે? અનુભવ ગેચર રહ્યું તે જ્ઞાન જે. –શ્રીમદ્ રાજચંદ્ર - તાત્વિક વિચારણું ચિંતનીય વિચારધારામાં તાવિક દષ્ટિએ માનવજીવન, છેક નીચેથી માંડીને કેડ ઉપરની ભૂમિકા સુધી કેવી રીતે આગળ વધી શકે, તેના ક્રમિક વિકાસનું ! અનુશીલન કરવાથી, તેમ જ પૂજય ગુરુદેવના વર્ષો સુધીના સાનિધ્યથી મારામાં જે સંસ્કારોનું સિંચન થયેલ તેનું જ મેં મારી ભાષામાં અવતરણ કરેલ છે. માનવતાને પાયામાં રાખીને, આત્મલક્ષી વિકાસ કેમ થઈ શકે તે સમજવા માટે, ભૂતકાળમાં અનેક સંત-મહાપુરુષોએ પિતાનું માર્ગદર્શન આપેલ છે તે પૈકી શ્રી સિદ્ધષિ મહામુનિએ “ઉપમિતિ ભવપ્રપંચકથા ' એ નામથી સંસ્કૃત ભાષામાં એક મહાગ્રંથની રચના કરી છે. તેમાં કથાગ દ્વારા “તત્વદર્શન’ની એવી સુંદર છણાવટ કરી છે કે જેઓ આધ્યાત્મિક માર્ગના જિજ્ઞાસુ હોય તેને પરમ સંતોષ થાય. સંસ્કૃત ભાષાને જેને બોધ હોય તેને તે એ ગ્રંથ ભવગ મટાડવા માટે પરમ ઔષધરૂપે જરૂર પરિણમે. તેને ગુજરાતી ભાષામાં પણ ત્રણ ભાગમાં અનુવાદ થયો છે- હકીકતમાં, એ ગ્રંથમાં, જીવમાત્રને પિતાના ભવાન્તરને બરાબર ખ્યાલ આવી જાય એ રીતે, આત્માના આંતરિક દુમને તેમ જ સહાયક મિત્રને, ઉપમા દ્વારા એવી રીતે સમજાવેલ છે કે વાંચનાર જે સહૃદયી હેય તે તેને એમ જ લાગે કે આ બધું મને જ લાગુ પડે છે. સંક્ષેપમાં, સમગ્ર ભારતમાં, જે જે અનુભવી પુરુ થઈ ગયા તેમજ જે જે દર્શનશાસ્ત્ર વિદ્યમાન છે તે બધાને પ્રધાનસૂર, અવિનાશી એવા આત્મતત્વને જીવનમાં પ્રગટ કરવાનું છે. એ તે બધા સ્વીકારે એવી બિના છે. પરિભાષાને અંચળે ઉતારી નાખીને જે જિજ્ઞાસુવા ઊડે ઉતરે તે કેઇની સાથે વિરોધ કે વિતંડાવાદ ને સંભવ જ ન રહે. સદ્દભાગ્યે ભગવાન મહાવીરે વિચારની પદ્ધતિમાં સ્યાદવાદ શૈલીનું જે પ્રદાન કર્યું છે તેને જિજ્ઞાસુવર્ગ જે ભાવથી ઉપયોગ કરે તે “મારું એ સાચું અને બીજા બધા બેટા” એવા અભિનિવેશ (આગ્રહ) વાળું વલણ રહેવા જ ન પામે. આપણે ઈચ્છીએ કે એવા “સમન્વયવાદને સૂર્યોદય વહેલામાં વહેલે ઉદયમાં આવે! અને તે જ જગતમાં સુલેહ, શાન્તિ અને આનંદ ઉભરાશે. પરંતુ આ કાર્ય તો મહાન ધુરંધર એવા પ્રાણ પુરુષનું છે. મારા જે સામાન્ય અભ્યાસી આવા વિષયમાં બીજું શું કહી શકે ? હા, સત્ શાસ્ત્રકારે તેમજ અનુભવી પુરુષે નિઃશંકપણે એમ કહે છે કે, કોઈ પણ જાતનું અનુષ્ઠાન કરીને કે સાધના કરીને જીવાત્મા, જે સહજ ગુગુ રિાનં અથવા જ્ઞાનચેતના, દર્શનચેતના ક્રિયાત્મક સ્વરૂપે તેમ જ ચિંતનીય વિચારધારા [૬૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy