________________
પૂણ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જેના હૃદયમાં કઈ જાતની પૃહા કે લાલસા નથી, જે તમામ પ્રકારના રાગ અથવા આસકિતથી મુકત છે; જેના અંતરમાં પરમ તત્વની જ એક નિષ્ઠા છે; જેણે અભિમાનને સર્વથા ઓગાળી નાખેલ છે, એટલે કે જેઓ શુદ્ધ આત્મ – તાવને આધારવાળા છે; જેઓએ સંતેષરૂપી અમૃત – પિષણથી બધા પ્રકારની ઈચ્છાને લય કરેલ છે તેવા મહામાન, પિતાના અન્તસ્તત્વને સાધે છે. એટલે કે પિતાના મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ વગેરે કરણને વ્યાપકરૂપે વિકાસ કરે છે, પરંતુ જગતને રંજન કરવાની તેમ જ બાહ્ય પ્રતિષ્ઠા મેળવવાની પ્રવૃત્તિઓ તેઓ કરતા નથી. ટૂંકામાં, એવા મહામાનવોના અંતઃકરણ દ્વારા, જગતની તાત્ત્વિક સેવા આપોઆપ થયા કરતી હોય છે.
આ પ્રકારે મહામાનવ – મહાપુરુષ કે મહાત્માઓની જીવનયાત્રા ઉત્તરોત્તર વિકસિત બની રહે છે. શાસ્ત્રીય પરિભાષામાં એવા કમિક વિકાસનું સુંદર અને યાચિત વર્ણન થયેલું છે, એટલે એનો અભ્યાસ કરનાર જિજ્ઞાસુ સાધક, અનુશીલન કરીને એવા વિકાસ કમને ‘તાળે” જરૂર મેળવી શકે. અહીં તે સામાન્ય માણસ પણ સાદી ભાષામાં સમજી થકે એ રીતે આપણે વિચારીએ છીએ.
એવા મહામાનવોના જીવનમાં કેવા કેવા ગુણને વિકાસ થયે હોય છે અને તેઓની આંતરિક દશા કેવા પ્રકારની હોય છે તેનું વર્ણન એક ભકત-કવિની ભાષામાં જોઈએ :
સંત ભવસાગરે દીપદાંડી સમા, જીવનના તણું ધ્રુવ તારાસંત ચેતનભર્યા તીર્થક્ષેત્રે મહા, પુલ તે પાર ઉતારનારા; સંત સહકાર સમ નમ્ર નીચા વળી, મધુર અમૃતફળ આપનારાસંત સાનંદ નિજ સ્વરૂપમાં ઊડતા, દિવ્યજયોતિ તણું તે ગભારા.
આત્મામાં રમણ જેનું અહોનિશ તે, બાહ્ય લાભાય ના કેઈ કાળેબહિર આશ્ચર્ય પાર્થિવ તે ના જુએ, દિવ્ય આશ્ચર્ય તે હૃદય ભાળે; વિષયની પ્રાપ્તિ તે રાત યોગી તણી જાગતે નિત્ય તેમાં જ ભેગીસ્વરૂપનું જ્ઞાન તે રાત સહુ ભૂતની, જાગતે નિત્ય તેમાં જ યોગી.
વિપદ વિદારવા યત્ન ઈચ્છા નહિ, હર્ષ થાત નહિ સંપત્તિમાંછેડવું, જોડવું, તેડવું, બળવું, ના રહ્યું કાંઈ જેની વૃત્તિમાં સહજ આવી મળે ભેગવે પ્રેમથી, આમ આનંદમાં મસ્તી જેનીધન્ય સ્થિતપ્રજ્ઞ તે જ્ઞાની- બ્રહ્મજ્ઞ તે, જીવનમુક્તિ થઈ જાણ તેની.
વજથી ચે કઠણ પ્રાપ્ત કર્તવ્યમાં, પુષ્પથી યે કુણું ભાવનામાંવિપદમાં વૈર્ય ને ઉન્નતિમાં ક્ષમા, સર્વમાં દૃષ્ટિ સમ તે મહાત્મા; મેરાના શિખર ડગતા નથી વાયુથી, તેમ ડગતા નથી સંત ભેગેકામના નામના શું કરે તેમને જે સદા જાગતા આત્માગે.
અતિમાનવને જીવનવિકાસ આવા મહામાન, પછી અતિમાનવ એટલે કે તીર્થકર અથવા અરિહંત કે કેવળી ભગવાન કેવી રીતે બની શકે છે? અર્થાત્ એવા સત્પરુષોને જીવનપ્રવાહ કઈ રીતે વહેતો હોય છે તેનું સ્પષ્ટ અને ક્રમબદ્ધ વર્ણન ભગવાન મહાવીરની વાણીમાં નીચે મુજબ છે –
जया जीवमजीवे य, दोवि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ॥
ચિંતનીય વિચારધારા Jain Education International
For Private & Personal Use Only
www.jainerforary.org