________________
પૂષ્ય ગુરુદેવ કવિવઢ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અર્ચન કે અનુષ્ઠાન માત્રનું એક માત્ર ફળ છે. તેથી જ મહાત્મા આનંદઘનજીએ પ્રથમ તીર્થકરના રતવનમાં પડકાર ફેંકતા કહ્યું:
ચિત્તપ્રસનને રે પૂજનલ કહ્યું છે. પૂજા અખંડિત એક કપટ રહિત થઈને આતમ અર્પીએ રે, “આનંદઘન પદ લેહ.
ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરોટ જ્ઞાન, ભકિત, કર્મ-ક્રિયાયોગ, જપ, તપ કે ધ્યાનમાં એ બધાનું અંતિમ પ્રજનું એક માત્ર ચિત્તપ્રસનનતા જ છે. ગમે તે માર્ગનું તમે આરાધન કે ઉપાસના કરતા હો-પણ એના પરિણામે જે ચિત્તની પ્રસનતા ન નીપજે તો એ અનુષ્ઠાન કે આરાધના બરાબર નથી. “ચિત્તપ્રસન્નતાનું મહત્વ સમજાવતાં “હૃદયપ્રદીપ’માં અનુભવી પુરુષે જે ઉદ્દગાર કાઢયા છે તે ખરેખર મનનીય છે. તેઓ કહે છે :
याः सिध्धयोऽष्टावपि दुर्लभा ये रसायनं चाञ्जनधातुवादाः। ध्यानानि मंत्राश्च समाधियोगा,
चित्ते प्रसन्ने विषवद् भवन्ति ॥ અણિમા, લધિમા, ગરિમા, વગેરે દુર્લભમાં દુર્લભ એવી જે આઠ સિદ્ધિઓ: રસાયણ, અંજન, ધાતુવાદ વગેરે કષ્ટસાધ્ય પ્રયોગ અને ધ્યાન, મંત્ર-તંત્ર આદિ માનસિક પ્રાગે ગમે તેવા અદ્દભુત-આશ્ચર્યકારક હોવા છતાં, એ બધીય ચમત્કારી વસ્તુઓ, એકમાત્ર ચિત્તની પ્રસન્નતા થવાથી ઝેર જેવી બની રહે છે. અર્થાત્ ચિત્તની પ્રસન્નતા થયે, એ બધા પ્રયાસે, એની પાસે સામાન્ય અને તુચ્છ લાગે છે.
મતલબ કે, ચિત્તની પ્રસન્નતાને આધ્યાત્મિક લાભ તે અલૌકિક અને અદ્વિતીય હોય છે. પરંતુ આરોગ્યની દષ્ટિએ, તેમ જ નવ નવ ઉમેષવાળી બુધ્ધિની પ્રતિભામાં પણ “સ્વસ્થચિત્ત” કે “પ્રસન્નચિત્તનું વિશેષ પ્રકારે મહત્ત્વ છે. તેથી જ કહ્યું છે :
चित्तायत्तं धातुबन्धं शरीरं, नष्टेचित्ते धातवो यान्ति नाशम् । तस्मात् चित्रं सर्वदा रक्षणीयं,
स्वस्थे चित्ते बुध्धयः सम्भवन्ति ॥ આઠે ધાતુથી બંધાયેલ (સુગ્રથિત થયેલ) શરીર ‘ચિત્તના આધારે ટકી રહેલ છે. ચિત્ત-દદય જે ભાંગી પડે- હતાશ થઈ જાય તે ધાતુઓ વેર-વિખેર બની જાય – નાશ પામે. માટે ચિત્તની પ્રસન્નતા હંમેશા બની રહેવી જોઈએ. અર્થાત ચિત્તનું એ રીતે રક્ષણ કરવું જોઈએ. ચિત્ત જે સ્વસ્થ એટલે નિરાકુળ હોય તે સદ્બુદ્ધિના પ્રવાહો ઊમટે છે- બુદ્ધિ ખીલી ઊઠે છે.
મહામાનવેની અને ખી જીવનસાધના લકત્તર પુરુષ-મહામાનની સાધનાને આ પાયે છે. એના જીવનમાં ઉપર કહી તેવી ચિપ્રસન્નતા ઓતપ્રોત હોવાથી જગતના કેઈ બનાવે, વિક્ષેપે કે અંતરાયે તેઓને સ્પશી શકતા નથી. તેમ છતાં પણ તેઓ નિષ્કારણું કરુણામૂર્તિ હોવાથી, નિરપેક્ષભાવે જગતની તાવિક સેવા કરતા હોય છે. પક્ષ કે પ્રત્યક્ષ પરિસ્થિતિ એમને મન સમાન હોય છે. એવા પુરુષની દિવ્યસાધના માટે “હૃદયપ્રદીપ’નું એક તેજ કિરણ નીચે મુજબ પ્રકાશ ફેંકે છે –
ये निःस्पृहास्त्यक्त समस्तरागा: तत्त्वैकनिष्ठा गलिताभिमानाः। संतोषपोषैकविलीनवांछाः ते साधयन्ति स्वमनो न लोकम् ॥
[૬૨] Jain Education International
[62] Memational
તરવદન www.jainelibrary.org
For Private & Personal Use Only