________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
તેથી લકત્તર જીવન સંબંધી લખતાં, જરા ક્ષોભ થાય છે તે પણ જે કંઈ વાચન-મનન કર્યું છે તેને લિપિબદ્ધ કરવા, અવ્યકતપણે એવા પુરુષોના અનુગ્રહથી જ મારું ચિતા ઉત્સુક યુથં છે. હકીકતમાં, જે આત્મતત્વચૈતન્યતત્ત્વ ઘટઘટમાં બિરાજમાન છે તેને સર્વાગ સુંદર અને પરિપૂર્ણ માનવદેહ મંદિરમાં જ શક્ય છે. ભવાન્તરમાં દરેક જીવાત્માએ, ઉચ્ચ, મધ્યમ અને કનિષ્ટ પ્રકારના દેહ કે બેખા અસંખ્ય કે અનંતા ધારણ કર્યા છે. કારણ કે આત્મા પિતે તે શાશ્વત-અમર છે, માત્ર બહારના ખોખા બદલાય છે એ સત્શાસ્ત્રને અનુભવ બેલ છે.) એ બધા જન્મ-જન્માક્તરામાં જીવાત્માએ પિતાના વાસ્તવિક સ્વરૂપને જીવતો જાગતે અનુભવ કર્યો નથી. અનુભવ કરવાની શક્યતા મોટે ભાગે માનવદેહમાં જ રહેલી છે. તેથી એક અનુભવી સંતપુરુષે “હદયપ્રદીપ’ નામના એક લઘુગ્રંથમાં જે હકીકત રજુ કરી છે તે જોઈએ:
શ િવિપy વિજેતપુ, योऽन्तर्गतो हृदिविवेककलां व्यक्ति। यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि,
प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः॥ અનુભવી પુરુષ કહે છે-ઉદબોધન કરે છે કે, હે ભાઈ, સાધક ! અન્તરમાં શાશ્વત સ્વરૂપે રહેલે જે અનુભવ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ જડ વિષયે અને ચેતનતવને પ્રત્યક્ષ ભેદ પાડનાર વિવેકની કળાને પ્રગટ કરે છે અને જે અનુભવથી, જન્માંતરે માં જે કંઈ ગતિ, વિધિ કે ચેષ્ટાઓ કરી હોય તે બધું પ્રગટ થાય છે. (જાતિસ્મરણદ્વારા) તે તારા પિતામાં રહેલા અનુભવને તું ભજ – તેનું સેવન કર. (એ અનુભવ જ સાચી શાન્તિ આપે છે.)
અનુભવનું વિજ્ઞાન એવા અનુભવને (જે સ્વસંવેદ્ય હોવાથી) કેટલાક સાધક, બુદ્ધિથી જાણે છે, જાણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પામી શકતા નથી. કારણ કે પામી શકે તેવું સામર્થ્ય નથી હોતું. ત્યારે બીજા કેટલાક સાધકે જાણે અનુભવ થયો હોય તેવું આચરણ કરે છે, છતાં એવા આચરણના રહસ્યને તે સમજી શકતા નથી તેથી મૂળભૂત તત્ત્વથી અળગા રહે છેઃ યથાર્થ જાણીને તે પ્રમાણે જીવન જીવનારા વિરલા જ હોય છે.”
તે એ શાશ્વત અનુભવને કેવી રીતે પામી શકાય? શું એ અનુભવ પામી શકાય–મેળવી શકાય એવી વસ્તુ છે? જાણી શકાય-જોઈ શકાય એવો પદાર્થ છે? હકીકતમાં એ શું વસ્તુ છે? એ પ્રશ્ન થાય. આના ખુલાસારૂપે તત્ત્વજ્ઞ કવિશ્રી બનારસીદાસજીએ કહ્યું :
વસ્તુ વિચારત ધ્યાવતે, મન પર્વ વિસરામ;
રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકે નામ, વસ્તુનું ચિંતન કરતાં – નિદિધ્યાસન કરતાં મન-બુદ્ધિ જ્યાં વિશ્રામ પામે –ઠરી જાય અને એ રસની અનુભૂતિ થતાં અતુલ સુખ ઉપજે – એનું નામ અનુભવ. આ અનુભવ શાશ્વતરૂપે આત્માની સાથે જ સંકળાયેલ છે. માટે સ્વસંવેદ્ય કહેવાય છે. એનું ગમે તેવું અને ગમે તેટલું વર્ણન કરીએ તે પણ તે અધૂરું જ – અપૂર્ણ જ રહે છે. આ જ અનુભવની રજુઆત – ગીપુરુષ શ્રી આનંદઘનજી મહાત્માએ, મૌલિક રીતે પિતાના પદોમાં કરી છે. જે પદ અનુભવી પુરુ દ્વારા સમજીએ તે જ વધારે સારી રીતે સમજી શકાય તેવા છે. એટલે અહીં તે માત્ર અંગુલિનિર્દેશરૂપે ચારેક પદેના આદિ ચરણને ઉલ્લેખ કરી જિજ્ઞાસુ વર્ગનું ધ્યાન ખેંચું છું.
- “અનુભવ, તૂ હૈ હિતુ હમારો.” - “સાધે ભાઈ, સમતા રંગ રમી જે. - “અનુભવ ! નાથકું કયું ન જગાવે !”
- “અનુભવ ! હમ તે રાવરી દાસી. ચિંતનીય વિચારધારા
[૫૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org