SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Byજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ (રાગ.. આદિ ગ્રંથ, સમ્યદષ્ટિવાળાની સમજ સમ્યક પ્રકારની હોવાથી, યથાર્થરુપે વસ્તુને પકડી શકવાથી સમ્યકકૃત રુપે પરિણમે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે મિથ્યાષ્ટિવાળાને પણ મહાભારતાદિ ગ્રંથ સમ્યરૂપે પરિણમે છે. જે એમને એ ગ્રંથ સમ્યકcવના હેતરૂપ બને તે. એટલે જ એ ગ્રંથમાંથી–શામાંથી પ્રેરણા મેળવીને બોધ પામેલા કેટલાય શ્રેયાર્થીઓ, પિતાની મિથ્યાષ્ટિ તજી દે છે પછી એવાઓને માટે વેદ વગેરે શાસ્ત્રો પણ સમ્યકૃત બની રહે છે.” આ જ વસ્તુ અમારા પૂજ્ય ગુરુદેવે લાક્ષણિક અને રોચક શૈલીથી નીચેના પદમાં પ્રતિપાદન કરેલ છે. (રાગ - માઢ, ઢબ – વીરા વેશ્યાના ચારી) ગુણગ્રાહક થઈએ, અનુભવ લઈએ, સુખિયા થવા સદાય. -આવી આ અવનિ વિષે, ગુણના બની ગરાગ; અવગુણ અવગુણ ઓળખી, તેને કરીએ ત્યાગ રે.... ગુણ૦ ૧ -સદ્ગણ ને દુર્ગુણતણું, ભર્યા ઘણું ભંડાર; ગુણગ્રાહકને ગુણ મળે છે, અવગુણીને અંગાર રે.... ગુણ૦ ૨ -જ્ઞાનીને સૌ જ્ઞાન છે, અલગ રહે અજ્ઞાન, અજ્ઞાનીને આ અવનિમાં, ગેસું ન જડે જ્ઞાન રે... ગુણ૦ ૩ -જે દષ્ટિથી દેખીએ, તેવું ત્યાં દેખાય; સમદષ્ટિને સરખું લાગે, વાંક વિષમે જણાય રે.... ગુણ૦ ૪ -સાર – સારને શેધીએ, અડીએ નહિ અસાર; સંતશિષ્ય થઈ સુંદર બનીએ, હંસ જેવા હશિયાર રે.... ગુણ- ૫ ખરું છે કે જેવી દષ્ટિ હોય છે તેવું જ દેખાય છે. આનું પ્રસિદ્ધ દષ્ટાંત મહાભારતમાં, યુધિષ્ઠિર અને દુર્યોધનનું જગજાહેર છે. યુધિષ્ઠિરને આખી દ્વારકાનગરીમાં કયાંય કઈ દુર્જન માણસ મળે નહિ અને દુર્યોધનને ગોતવા જતાંય કયાંય સજજન માણસ મળે નહિ ! કેવો ચમત્કાર ! હકીક્તમાં, જગતમાં દુર્જન અને સજ્જન બને હોય છે–પણ જેવી દષ્ટિ પિતાની હોય તેવું દેખાય છે, અસ્તુ. લેકેત્તર જીવન આપણે, મહામાનવ કેવા હોય, તેનું આંતરિક અને બાહ્ય જીવન કેવું ભવ્ય અને પ્રેરક હય, તે સંબંધી વિચારતા હતા–તેના અનુસંધાનમાં આત્મવિકાસના માર્ગે, સદગુરુનું કેવું અપૂર્વ સ્થાન છે તેની વિચારણા કરી અને સાથોસાથ આત્મા જેમ જેમ આગળ વધી ઉન્નતિના શિખરે પહોંચે છે, તેમ તેમ પગલે પગલે, કે ગુણવૈભવ પ્રાપ્ત કરે છે તે સમજવા માટે આપણે “ગદષ્ટિ સમુચ્ચય' તેમ જ “ગુણસ્થાન કમાનું ઉપરછલ્લી રીતે અવલોકન કર્યું. હવે આપણે મહામાનવ અને અતિમાનવના લકત્તર જીવન તરફ વળીએ. જો કે, એ દશા અને એ જીવનને સાક્ષાત્ અનુભવ થયા વગર, એનું વર્ણન કરવું કે એ સંબંધી વિચારણા કરવી એ નરી ધૃષ્ટતા જ કહેવાય–અથવા તે ગગનનગરની કલ્પના જેવું જ ગણાય. તેમ છતાં પણ એ માર્ગના અનુભવી પુરુષે પિતાની અનુભવપૂત વાણીમાં જે સંકેત મૂકી ગયા છે તેને યત્કિંચિત્ સહારે લઈ આપણે આગળ વધીએ. એક કવિએ તે એટલે સુધી કહ્યું છે – સાધુસંગત અને શાસ્ત્રવિચારણ-વિહિત કર્મો કરે હૃદયશુદ્ધિ, સાધ્ય પામ્યા વિના નિંદતા સાધને, તે જ અજ્ઞાની છે મંદબુદ્ધિ જ્ઞાન અધિકાર વિના નહિ ઊગતું, જ્ઞાન છે સેમરસ શુદ્ધ પારે, પથ્ય પાળ્યા વિના ફૂટી તે નીકળે, શાતિ બદલે વધે છે લવાર. [ ૫૬ ] Jain Education Hemnational Typ] national For Private & Personal Use Only તવદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy