SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ પ. નાના કે મહારાજ જન્મશતા૯િ પ્રગટાવવામાં ઉપકારક નિમિત્ત બનતા હોય છે. ગટષ્ટિમાંની પાછળની ચાર દૃષ્ટિએ સ્થિર, કાન્તા, પ્રભા અને પરા - માં સમ્મદર્શનની રોશની માનવસાધકને આગળ ને આગળ ધકેલવામાં પ્રેરકબળ આપ્યા કરે છે અને મહામાનવને દરજે કમેકમે વધતું જાય છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ, પિતાની આગવી પ્રતિભાથી ‘ગદષ્ટિ સમુચ્ચય'માં આત્મવિકાસનું જે સુરેખ ચિત્ર દોર્યું છે તેને ખરે ખ્યાલ તે એ ગ્રંથનું વાચન-મનન અને અવગાહન કરવાથી જ આવી શકે. ગુણસ્થાન ક્રમારોહ તદુપરાંત જૈન તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ, આત્મવિકાસની ઉત્તરોત્તર ચઢતી ભૂમિકા પ્રમાણે, સધ્ધપદની સર્વોચ્ચદશાને પહોંચવા માટે, અનુક્રમે ચૌદ પગથિયા અથવા શ્રેણિઓનું વિગતથી વર્ણન આવે છે. જૈન પરિભાષામાં એને “ગુણસ્થાનકમારે” કહેવામાં આવે છે. તેથી અહીં પ્રસંગવશાત્ એનું પણ ડું અવલોકન કરી લઈએ. પહેલાં તે “ ગુણસ્થાનને સામાન્ય અર્થ જોઈએ. ‘ગુણ” એટલે આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિ શકિતઓ. અને સ્થાન એટલે તે શકિતઓના પ્રકટીકરણની - તરતમ ભાવવાળી અવસ્થાઓ અથવા દશાવિશેષ. જેમ જેમ આત્માની ઉપર ચડેલા મોહનીય વગેરે કર્મોના પડળો (આવરણે) દૂર થતાં જાય છે તેમ તેમ આત્માના સહજ ગુણ પ્રગટ થતાં જાય છે. એવા ગુણસ્થાને અથવા આત્મવિકાસની ભૂમિકાઓ નીચે મુજબ ચૌદ છે. ૧- મિથ્યાત્વ ગુણસ્થાને ૮-અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર ગુણસ્થાન ૨-સાસ્વાદન ગુણસ્થાન -અનિવૃત્તિનાદર ગુણસ્થાન ૩-મિશ્ર ગુણસ્થાન અથવા સમામિથ્યાત્વ ગુણસ્થાન ૧૦-સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ૪-અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન ૧૧-પિશાંતભેહ ગુણસ્થાન પ-દેશવિરતિ ગુણસ્થાન ૧૨-ક્ષીણમેહ ગુણસ્થાન ૬-પ્રમત્તસંયત અથવા સર્વવિરતિ ગુણસ્થાના ૧૩-સગી કેવળી ગુણસ્થાન ૭–અપ્રમત્તા સંયત ગુણસ્થાન ૧૪-અગી કેવળી ગુણસ્થાન આત્મવિકાસના માપદંડ તરીકે આપણે “ગષ્ટિ સમુચ્ચયનું સહજ નિરીક્ષણ કર્યું તેમ આ ચૌદ ગુણસ્થાનોની એવી જ અર્થગભીર વિચારણા છે. એટલે એનું જેમ જેમ વધુ ને વધુ અનુશીલન અને પરિશીલન થયા કરે તેમ તેમ એને વ્યાપક અને ઊંડાણવાળ અર્થ બોધ થતું જાય- માત્ર ગેખવાથી કે યાદ રાખવાથી આવા વિષયેને મર્મ પામી શકાતું નથી. જગતનાં બધા ‘દર્શન–અભિગમો-માં, તત્ત્વદર્શન માટે પિતાની આગવી શૈલી હોય છે. સ્યાદવાદ દૃષ્ટિથી જે અવલોકન કરવામાં આવે તે કયાંય વિરોધાભાસ જેવું લાગે નહિ. તાત્પર્ય કે, જ્યાં વિરોધ કે વિસંવાદ જેવું લાગે છે ત્યાં ઓછાવત્તા અંશે દષ્ટિને જ દેષ હોય છે અથવા કક્ષાભેદ સમજ. શાસ્ત્રકારે પણ આ વસ્તુ નીચે મુજબ ફરમાવી છેઃ एयाई मिच्छादिहिस्स मिच्छत्तपरिग्गहियाई मिच्छासुयं, एयाई चेव सम्मदिहिस्स सम्मत्तपरिग्गहियाई सम्मसुयं, कम्महा ? सम्मत्तहेउत्तणओ, जम्हा ते मिच्छदिठ्ठिया चेव समअहिं चोइयासमाणा केइ सपक्खदिट्ठीओ चयंति ।। અર્થાત – “એ બધા ગ્રંથ, મિથ્યાષ્ટિવાળાની (બેટી) દષ્ટિ હોવાથી, એ લેક જે રીતે, એ ગ્રંથ સાર ગ્રહણ કરે છે તે મિથ્યાશ્રુતરૂપે હોવાથી, તેઓને મિથ્યાત્વરૂપે-અસરૂપે પરિણમે છે. અને એ જ મહાભારત * આર્ય સંસ્કૃતિના સ્થંભ જેવાં બીજાં જે જે દર્શને-સંપ્રદાય કે મા ભારત દેશમાં પ્રચલિત છે-વિદ્યમાન છે તે તે દર્શનમાં, જીવનવિકાસની કેવી કેવી પદ્ધતિઓ છે તેની આછી રૂપરેખા “ધર્મ વિકાસ’ના શીર્ષક નીચે આ જ વિભાગમાં આગળ આપેલ છે. -સંપાદકJain Edચિતનીય વિચારધારા www] [૫૫] For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy