________________
પગ્ર ગુરુદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
सच्छास्त्रतैलश्च विरागवर्तिकश्वेतः सुपात्रश्च गुरूक्तिपावकः । निर्वातहृद्रोहगतः प्रकाशयेत्
सर्वेप्सितं वस्तु विचारदीपकः॥ અર્થ – જેમાં મેહરૂપી પવનને સંચાર ન હોય એવા હદયરૂપી ઘરમાં પ્રગટેલે સદ્દવિચારરૂપી દીપક, બધી ય ઈચ્છિત વસ્તુને પ્રકાશમાં લાવે છે એટલે કે દેખાડે છે. એવા વિચારદીપકમાં પણ ચાર વસ્તુની જરૂર હોય છેઃ જેમ એક સ્કૂલ દીવા પ્રગટાવવો હોય તે પ્રથમ તેલ જોઈએ. બીજી વસ્તુ તે વાટ. ત્રીજી વસ્તુમાં તેલ ને વાટ બરાબર ટકી-રહી શકે તેવું ભાજન–પાત્ર એટલે કે કેડિયું જોઈએ. અને ચોથી અને છેલ્લી વસ્તુ તે ચિનગારી અથવા દિવાસળી જોઈએ તે જ સ્થલ દિવો પ્રગટે છે. એમાં એકાદ વસ્ત ઓછી હોય તે દિ ન પ્રગટે. એટલું જ નહિ પણ તેલ, વાટ અને પાત્ર એમ ત્રણ વસ્તુ બરાબર અને પરિપૂર્ણ હોય તે પણ દિ ન પ્રગટે. કારણ કે ચોથું સાધન-ચિનગારીના અભાવે અંધારું ઘર હોય છે. તેવી જ રીતે અંતરમાં દિવા પ્રગટાવવા માટે ઉપરના લેકમાં, ઉપમા દ્વારા ચારે વસ્તુની યથાર્થ સમજણ આપી છે. જેમ કે સત્શાસ્ત્રરૂપી તેલ, વિરાગ્યરૂપી વાટ, ચિત્ત-હૃદયરૂપી ભાજન અને ગુરુના આદેશરૂપી પાવક-અગ્નિ હોય તે વિચારરૂપી દિવો પ્રગટે. જે વિચાર દીપકના પ્રકાશમાં વસ્તુમાત્રનું યથાર્થ દર્શન થાય છે. હવે આપણે એ વિચારદીપકના ચારે સાધનને જરા વિગતથી સમજીએમાણસ જ્યારે
ઘસંજ્ઞામાંથી બહાર નીકળીને સ્વતંત્ર વિચાર કરવા જેટલા વિકાસ કરે છે, એટલે કે તેને તારા, બલા, અને 'દીપા દૃષ્ટિ સુધી વિકસિત થયેલી હોય છે ત્યારે તેના અંતરમાં નવું નવું જાણવાની-સમજવાની જિજ્ઞાસા જાગે છેઃ સત્કથા સાંભળવાનું તથા સત્પરુ પાસે જઈને કંઈક અપૂર્વ વસ્તુ સાંભળવાનું મન થાય છે. સશાસ્ત્ર અથવા અનુભવી પુરુષોની વાણી એને અમૃત જેવી લાગતી હોય છે. એ રીતે એ સાધક એવી વાણી સાંભળીને ધારણ કરતા હોય છે ત્યારે હકીકતમાં સશાસ્ત્રરૂપી તેને તે સંચય કરતો હોય છે. આ ભૂમિકામાં આવેલ સાધકહિત-અહિતશ્રેય કે અયને બરાબર સમજીને હિત કે શ્રેયને સ્વીકારવાને અને અહિતને ત્યાગ કરવાનો પ્રયત્ન કરતે હોય છે. પરિણામે એના જીવનમાં વિરાગ્યરૂપી વાટ તૈયાર થતી હોય છે. આમ સતશાસ્ત્રરૂપી તેલ અને વિરાગ્યરૂપી વાટ બન્ને તેના અંતઃકરણરૂપી ભાજનમાં ગોઠવાતી હોય છે, પરંતુ અંતઃકરણરૂપી ભાજન–પાત્ર જો ફૂટેલ હોય કે વચ્ચે તરાડ પડી હોય તે એમાં તેલ કે વાટ બરાબર ટકતા નથી. માટે ચિત્ત કે હૃદયરૂપી ભાજન પણ અખંડ અને પરિપૂર્ણ હોય તે જ એમાં તેલ અને વાટ ટકી શકે. પરંતુ જ્યાં સુધી પૂરેપૂરી ચોગ્યતા પ્રાપ્ત ન કરી હોય એટલે કે ચિત્તરૂપી ભાજન ફૂટેલ કે તરાડવાળું હોય તો તેમાં તેલ કે વાટ રહી શકતા નથી, મતલબ કે સતશાસ્ત્રરૂપી તેલને સંચય કર્યો હોય એટલે કે સતશાસ્ત્ર બરાબર સાંભળ્યા હોય અને વિરાવ્યરૂપી વાટ પણ તૈયાર કરી હોય, પરંતુ એ બને વસ્તુને ધારી શકે - ટકાવી રાખે એવું હૃદયરૂપી ભાજન તૈયાર ન હોય એટલે કે સાંભળેલી વસ્તુને યાદ કરી શકાતું ન હોય - એવી ધારણાશકિતવાળું હૃદય ન હોય, તેમ જ અંતઃકરણ વિરાગ્યથી વાસિત થયું ન હોય એટલે કે અનાસકત થયું ન હોય તે એ શાસરૂપી તેલ અને વિરારૂપી વાટને ઉપગ જ ન થાય. એટલા માટે ત્રીજા સાધન તરીકે હૃદયને - ચિત્તને સુપાત્રરૂપે તૈયાર કરવું જોઈએ. હૃદયરૂપી પાત્રને તેયાર કરવા માટે સાધકે અંતરના વિક્ષેપ – રાગ - શ્રેષરૂપી રગડાને કાઢી નાખી, ચિત્તને નિરાકળ-શાંત કરવું જોઈએ. સ્વસ્થ અને પ્રસન્ન કરવું જોઈએ. તે જ એ તૈયાર થયેલ ચિત્તરૂપી ભાજનમાં તેલ અને વાટ બરાબર ટકી શકે. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે ચિત્તશુદ્ધિહદયશુદ્ધિ માટે જ્ઞાની પુરુષેએ બતાવેલ અમોઘ ઉપાય તે આલેચના, નિંદના અને ગર્વણા છે. આ રીતે તેલ, વાટ અને ભાજન તૈયાર થયા હોય તે પણ અંતરમાં સદ્દવિચારોને દિવો પ્રગટતો નથી. માત્ર એક વસ્તુના અભાવે અંતરમાં પ્રકાશ થયે હેત નથી. બહારની દૃષ્ટિથી એવા સાધકોસજજન આર્ય, અને અમીર હોવા છતાં અરે પંડિત અને વિદ્વાન હોવા છતાં એના જીવનમાં જ્યાં સુધી સદગુરુના આદેશ કે નિર્દેશરૂપી ચિનગારી લાગી હતી નથી ત્યાં સુધી અંતરને દિવો પ્રગટતું નથી. પછી સાધક ભલે શાસ્ત્રને પારગામી
ચિંતનીય વિચારધારા Jain Education International
[૫૩]
For Private & Personal Use Only
www.jainelibrary.org