________________
- પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચ દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કમણું, આ ખરું હેતુલક્ષી અને જીવનલક્ષી પ્રતિક્રમણ છે. " આ જાતનું જીવન, એ આર્ય સંસારને સાચે વારસો હતો. વર્તમાનકાળે આશ્રમધર્મની એ વ્યવસ્થા તદ્દન છિન્નભિન્ન થઈ ગઈ છે. એટલે ફરીને એ સંસ્કૃતિ જાગૃત કરવાની છે. પરંતુ એ ત્યારે જ બની શકે કે જ્યારે વ્યકિત જાતે પિતાની જાતને દિલપૂર્વક સુધાર કરવા પ્રયત્ન કરે. ટેકામાં, વ્યકિત સુધરે તે જ સમાજ સુધરે. આખરે વ્યકિતને સમૂહ એ જ સમાજ છે ને!
આ તે પ્રત્યક્ષ અરીસા જેવી સ્પષ્ટ વસ્તુ છે. જેમ સ્વચ્છ આદર્શ (અરીસા) સામે આપણે ઊભા રહીએ એટલે આપણે જેવા હોઈએ તેવા અવિકલભાવે-પૂર્ણ રીતે આપણે આપણને જોઈ શકીએ છીએ અને જે કંઈ બેહુદું કે કઢંગુ લાગે તે તરત સુધારી લઈએ છીએ. પછી એમાં જેટલી બેદરકારી કે પ્રમાદ રાખીએ તે આપણા જ ગેરલાભરૂપે પરિણમે છે. તેવી જ રીતે જીવનને સર્વાગી વિકાસ કરવા માટે આપણા આદર્શ તરફ જોવું ઘટે. જૈન ઇતિહાસમાં ભરત ચક્રવતીનું એક દૃષ્ટાંત આવે છે, તેમાં હકીક્ત આવે છે કે, “ભરત ચક્રવતી એકવાર પિતાના અરીસ ભવનમાં ગયા. નિરીક્ષણ કર્યું – ચિંતન, મનન કર્યું અને ત્યાં ને ત્યાં તેને કેવળજ્ઞાન અને કેવળદને થયું. એટલે કે પિતે કૃતકૃત્ય-ધન્ય બની ગયા. એ માત્ર રૂપકકથા નથી, પણ ખરેખર જીવનને ઉચ્ચ આદર્શ એ જ માનવમાત્રને માટે આદભવન છે. કવિશ્રી બેટાદકરના કાવ્યમાં કહીએ તે :
“અરીસો છે દેવી હદયરૂપ જેવા જીવનને છબી એમાં સાચી સકલ ઉરની સર્વર પડે; ને ચાલે વાણી કે અભિનયતાણું કેતવ કંઈ ઠગાશે આ દષ્ટિ, પણ ઉર ઠગાશે નહિ કદી.
દા. ખુ. બોટાદકર. આમ જેને જીવનને કેળવવું છે, ઉન્નત બનાવવું છે એવા માનવે હમેશાં પિતાના હૃદયરૂપી અરીસામાં જેતા રહેવું જોઈએ. હદયરૂપી અરીસે કહો કે વિચારરૂપી અરીસે કહો બન્ને એક જ વસ્તુ છે. કારણ કે હદયમાં જે જોવાની ક્રિયા છે તે વિચારથી–મનથી જ કરવાની હોય છે પરંતુ જ્યાં સુધી અંતઃકરણ (મન-બુદ્ધિપ્રાણ વગેરે) રજોગુણથી કે તમે ગુણથી આવૃત્ત (ઘેરાએલ) હોય ત્યાં સુધી જેનાર મન પણ સ્કૂલ અને જડ પ્રકારનું હોય છે. તે સૂક્ષ્મ તવને પકડી શકતું નથી. એટલે અંતઃકરણની જડતા કે અંધારું કાઢવા માટે પ્રકાશ પ્રગટાવી જોઈએ. તે જ મન વગેરે કારણો અંદરની વસ્તુને બરાબર જોઈ શકે – અને તે જ આનંદઘન એવા ચૈતન્યદેવના દર્શન થાય.
એમ તે આપણે જોઈ ગયા તેમ દષ્ટિને એટલે કે સમજને જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તેના પ્રકાશની માત્રા પણ વધતી જાય છે. મિત્રા, તારા, બલા, દીસા, એ ચાર દૃષ્ટિમાં અનુક્રમે ૧- તૃણાગ્નિ, ૨- છાણાને અગ્નિ, ૩- કાષ્ટ કે લાકડાને અગ્નિ અને ૪- દીપ–દીવાને અગ્નિ વગેરેમાં, જેવા પ્રકારને પ્રકાશ હોય છે તેવા પ્રકારને પ્રકાશ – બોધ કે સમજરૂપી તેજ તે તે દૃષ્ટિમાં, ઉત્તરોત્તર વધતી જતી અને વધારે સ્થિતિ કરતી માત્રા-ડીગ્રી (Degree)માં હોય છે.
વિચારદીપક (ગ્રંથકારની વ્યાખ્યા પ્રમાણે) અહીં સુધી પ્રગતિ કરેલ માનવને હજુ વાસ્તવિક દર્શન-સમ્ય દર્શન થયું હોતું નથી, એટલે એવા માણસને વ્યવહાર ઉત્તમ કટિને-સજનના જે હોવા છતાં તેમાં અંતરને પ્રકાશ થયે હોતા નથી. તેથી અંતરમાં દી પ્રગટાવવાની જરૂર હોય છે. સમ્યગદર્શન એ જ ખરે અને જાજવલ્યમાન દીપક છે. પાછળની ચાર દૃષ્ટિમાં એ દીવો પ્રગટે છે. પરંતુ એ દી પ્રગટે તે પહેલાં જીવનમાં વિચારને દવે પ્રગટાવવો જોઈએ. અનુભવી પુરુષોએ, એ દીપ પ્રગટાવવા માટે કેડીઆના દીપકનું સ્થૂલ દષ્ટાંત લઈ સમજાવ્યું કે :
૫૨. Jain Education International
તત્વદર્શનbrary.org
For Private & Personal Use Only