________________
પજ્યા ગુરુદેવ ડવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
પ્રયોગ જોઈએ. ટૂંકામાં આવી ઉપાસના માટે હૃદય અને બુદ્ધિ સંપૂર્ણ નિરોગી અને કાર્યક્ષમ હવાની પહેલી જરૂર છે. અર્થાત્ જીવનશુદ્ધિની પૂરી જરૂર છે.
સ્વલક્ષી ઉપાસના આપણે આગળ જોઈ ગયા કે આત્મગુણના પ્રકાશ માટે, દષ્ટિસંપન્ન સાધકે એટલે કે “મિત્રા વગેરે ચાર દૃષ્ટિથી આગળ વધીને જે સાધક “સ્થિરા’ દૃષ્ટિમાં આવ્યું હોય છે તેવા સાધકે અંતઃકરણની વિશેષ શદ્ધિ માટે વલક્ષી ઉપાસના તેમ જ પરમાત્મલક્ષી ઉપાસના એમ બેવડી પ્રક્રિયા કરીને જીવનશુદ્ધિ કરવાની હોય છે. તેથી સ્વવક્ષી. ઉપાસના એટલે શું ? તે વિચારીએ. સ્વલક્ષી એટલે આત્મલક્ષી. આત્માને કેન્દ્રમાં રાખીને જીવનની તમામ પ્રવૃત્તિ કરતાં રહેવું. દા. ત. કૌટુંબિક જીવનમાં આપણું પદ-સ્થાન એક પિતા તરીકે હોય તો જીવન વ્યવહારમાંપોતાના સંતાન પ્રત્યે પિતા તરીકે મારું શું કર્તવ્ય છે?—શી ફરજ છે? હું ખરેખર આદર્શ પિતા હોઉં તો મારે મારા સંતાન પ્રત્યે કેવો વર્તાવ રાખ ઘટે તે વિચારી - નિર્ણય કરી પિતાના એ આદર્શ પ્રમાણે જ વર્તવું. એમાં ક્યાંય મોહ, માયા કે મમતાને કારણે પિતે પિતાની ફરજ ચૂકતે નથી ને? તેની કાળજી રાખવી. તેમ છતાં ય રૂઢિગત સંસ્કારને લીધે, દિવસ દરમિયાન કયાંય ફરજ ચૂકાઈ હોય અથવા ન આચરવા કેચ કંઈ આચરણ થઈ ગયું હોય તે તપાસવા માટે, રાત્રે સૂતાં પહેલાં, મનમય રીતે આખી દિનચર્યા પર સૂકમતાથી નજર ફેરવી લેવી અને ખાસ નોંધ કરવી. ફરીને એવી ખલના કે ભૂલ ન થવા પામે એ સંકલ્પ કરે. તેમ જ થયેલી ભૂલને એકરાર કરી, જેની સાથે એવો વ્યવહાર થયો હોય તેની સાથે ખુલાસે કરી સમાધાન કરવું. બસ, જીવનશુદ્ધિ માટે જ્ઞાની પુરુષએ અનુભવેલ આ સિદ્ધ પ્રવેગ છે.
અહીં આપણે પ્રસંગવશાત્ એકમાત્ર પિતા તરીકેના આદર્શ ધર્મનું અવલોકન કર્યું. તેવી જ રીતે કુટુઅગત દરેક સભ્યને આદર્શ ધર્મ હોય છે. જેમ કે પત્નીધર્મ, પુત્રધર્મ, બધુધર્મ એમ દરેક સંબંધને આત્મલક્ષી વિશેષ ધર્મ હોય છે. એવા ધર્મનું પાલન કરવું એ જ વાસ્તવિક ધર્મ કહેવાય છે. તેથી જ ઠાણાંગ સૂત્રમાં દશમે તાણે ‘પદે ધm # એ સૂત્રમાં દશ પ્રકારના ધર્મનું નિરૂપણ નીચે મુજબ કરેલ છે -
૧-ગામધર્મ, -નગરધર્મ, ૩-રાષ્ટ્રધર્મ, ૪-ત્રતધર્મ, પ-કુળધર્મ, ૬-ગણધર્મ, ૭–સંઘધર્મ, ૮-સૂત્રધર્મ, -ચારિત્રધર્મ અને ૧૦-જીવનધર્મ.
આ બધા ધર્મનું યથાર્થ પાલન કરતી વખતે આત્મગુણની જ અભિવ્યકિત થવી જોઈએ. પરંતુ આપણે ઉપર જઈ ગયા તેમ તે તે ધર્મનું પાલન કરવામાં સૌથી પહેલાં હૃદયશુદ્ધિ થવી જરૂરી છે. એ હૃદયશુદ્ધિ માટે જ આપણે એક દષ્ટાંતરૂપે પિતાના ધર્મની વિચારણા કરી. હવે આપણે એ જ પ્રગમાં જરા આગળ વધીએ. પ્રથમ આપણે સ્વલક્ષી – આત્મલક્ષી ઉપાસનાની પ્રાથમિક ક્રિયા સંબંધી વાત કરી. હવે એના જ અનુસંધાનમાં પરમાત્મલક્ષી ઉપાસનાની ઉત્તરક્રિયા એટલે તે પછીથી કરવાની ક્રિયા રહે છે. એ બન્ને ક્રિયા મળી પરિપૂર્ણ પ પાસના થાય છે.
આ રીતે સ્વદેષને શોધી કાઢવો–પકડી પાડે એ હદયશુદ્ધિ માટેની પહેલી ક્રિયા થઈ. પરંતુ આટલું કરવાથી હૃદયશુદ્ધિ થઈ જાય છે એવું નથી હોતું. તેથી હવે બીજી ક્રિયા કરવા માટે, આપણી ભૂલ કે ખલનાને જીવનમાંથી કાઢી નાખવા આપણે જે સંકલ્પ કર્યો હોય તેને પાર પાડવા, એટલે કે સંકલ્પને આચરણમાં ઉતારવા માટે, ઉપરાંત પરમાત્માના અનુગ્રહની પણ જરૂર પડે છે. અને તેજ બીજી આવશ્યક ક્રિયા છે. એ અનુગ્રહ પામવા માટે જે તત્ત્વની કે ગુણની ખામી હોય તેની પ્રાપ્તિ માટે હૃદયના ભાવપૂર્વકની પ્રાર્થના (ઉત્કૃષ્ટ માગણી કરવાની હોય છે. આ હેતુલક્ષી પ્રાર્થના કહેવાય છે. મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા એ આ રીતે સફળ બને છે.
પરમાત્મલક્ષી ઉપાસના હવે અહીં આપણા સંકલ્પને પાર પાડવા માટે, પ્રાર્થનાના માધ્યમથી, શુદ્ધ-બુદ્ધ એવા પરમાત્મદેવને સમીપમાં લાવવાની જરૂર છે. એટલે કે ઉપાસના દ્વારા એની વધુ નજીક જવાનું હોય છે. ઉપાસના એટલે જ ચિંતનીય વિચારધારા
[૪૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org