________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રુચિની વિચિત્રતાને લીધે, પરમ મંગળસ્વરૂપ એવુ પરમાત્મતત્ત્વ જ ઈષ્ટ કે પથ્ય છે. એ જ તેનું અંતિમ લક્ષ્ય છે...જેમ જુદી જુદી ક્રિશાએથી વહેતી મહાનદી, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સીધી, વાંકી–ચૂકી, આડીઅવળી ગતિને ધારણ કરતી તે તો મહાસાગરમાં જ મળી જાય છે—પૂર્ણ વિરામ પામે છે તેમ હું પ્રભા ! ત્રિગુણાત્મક પ્રકૃતિને ઓછા-વત્તા અંશે ધારણ કરતાં અને નાનાવિધ–ઉચ્ચ, નીચ કે મધ્યમ-માર્ગને ભજતાં, માનવમાત્રને માટે તું એક જ પ્રાપ્તવ્ય છેતુ એક જ પામવા યોગ્ય છે.
હકીક્તમાં, એ શાશ્વતપદનો અનુભવ કરવા માટે જ આપણને આ માનવદેહ મળ્યો છે. અને તેમાંય અંતઃકરણ એટલે હૃદય અને બુધ્ધિના આવિર્ભાવ એટલે કે પ્રગટપણું' એ જ માનવજીવનની વિશેષતા છે. ખીજા કોઈ અવતારમાં–દેહમાં હૃદય અને બુધ્ધિને આ પ્રકારના આવિર્ભાવ હાતો નથી. હૃદયના સાધનથી આપણે કોઈ પણ પ્રાણી-પદાર્થ સાથે એકરૂપ થઈ શકીએ છીએ-: આત્મીયતા કેળવી શકીએ છીએ અને બુધ્ધિના સાધનથી પોતાની જાતને સર્વથી નિરાળી રાખી, હૃદયના ભાવને કેન્દ્રિત કરવાનું સામર્થ્ય બતાવી શકીએ છીએ. આ બન્ને સાધનોના સદુપયોગથી તેમ જ વિકાસથી આપણે મહામાનવ અને અતિમાનવ બની, આપણા જીવનને ઉન્નત અને સમૃધ્ધ કરી શકીએ છીએ.
કૌટુમ્બિક કે પારિવારિક જીવન એ હૃદય અને બુદ્ધિને કેળવવાનું પ્રાથમિક ઘટક કે એકમ છે. આ ક્ષેત્રમાં કેળવાતા હૃદય અને બુદ્ધિના જેમ જેમ ધ્યેયલક્ષી ઉપયોગ થતા જાય તેમ તેમ તે વ્યકિત ઉત્તરોત્તર વધુ ઉન્નત, વિશાળ અને ગંભીર બનવાથી એની ક્ષેત્રમર્યાદા પણ વધુ વ્યાપક બનતી જતી હાય છે. એટલે કે પછી તેવી વ્યકિત,વ્યકિતરુપે ન રહેતાં સમાજ, નગર, દેશ અને વિશ્વવ્યાપી બની રહે છે. એને મન ‘વસુધૈવ કુટુમ્’ એ સૂત્ર ખેલવાનો નહિ પણ અનુભવનો વિષય બને છે.
એ રીતે જેના ક્રમિક વિકાસ થયા કરતા હાય છે તેના હૃદય અને બુધ્ધિ અનુક્રમે શ્રધ્ધા અને વિશ્વાસરૂપે પરિણત થઈ ચૂકયા હૈાય છે. પછી તા શ્રદ્ધારૂપ બનેલ હૃદય અને વિશ્વાસરૂપ બનેલ બુધ્ધિ, પરમ ઉત્કૃષ્ટ જીવનના અવિભાજય અશા બની રહે છે, એટલું જ નહિ પણ બન્ને એકબીજાના પૂરક અને પોષક અંગેા તરીકે કાર્ય કરે છે. ખન્નેનુ' એ રીતે સહજ-સુભગ મિલન કે સમન્વય થવાથી જ જીવન પરિપૂર્ણ, કૃતકૃત્ય અને ધન્ય બને છે.
આવા સંપૂર્ણ વિકસિત જીવન–જહાજનું નિયામક તત્ત્વ સહજ રીતે પેલા પંચ પરમેષ્ઠી દેવા બની રહે છે. એવા જીવનમાં શ્રધ્ધા એ જીવાદોરીનુ કામ કરે છે અને વિશ્વાસ એ આધારસ્તંભનું કામ કરે છે. જેના જીવનમંદિરમાં શ્રદ્ધારૂપી જીવાદોરી [પ્રાણપ્રતિષ્ઠા) નથી હોતી તેનુ જીવન પંચભૂતના માત્ર યાંત્રિક પૂતળા જેવું હોય છે અને જેના જીવનવ્યવહારમાં વિશ્વાસરૂપી આધારસ્તંભ નથી હાતા તેનું જીવન લગભગ પશુ-અલ્પમાનવ જેવું હાય છે.
શ્રધ્ધા અને વિશ્વાસના એ પ્રકારે એના જીવનમાં આવિષ્કાર એટલે કે જીવન્ત ઉઠાવ થયા હાય છે ત્યાં જ ‘સંત-શિષ્ય” ની અખંડ જોડી સનાતન ભાવે વિલસતી હાય છે: આદર્શ દંપતીના જીવનમાં, આદર્શ માત-પિતાના જીવનમાં, આદર્શ ગુરુ-શિષ્યના જીવનમાં પણ શ્રધ્ધા અને વિશ્વાસરૂપે એ જ તત્ત્વ વલસી રહ્યુ હોય છે. એ અમર તત્ત્વના સૌને સરખા વારસા મળેલા છે. તેથી જ એક કવિએ લાક્ષણિક વાણીમાં કહ્યુ છે —
એ અમીરસના સહુના સરખા વારસા, એ જ તત્ત્વ વિલસે સહુ ઘટના પાર જો; સહુ સરખી જાતિ ન અધિક કે ન્યૂન કે, સહુમાં સરખા એ ચેતન સ’ચાર જો.
હેતુલક્ષી પ્રાનામાં, આ રીતે પરમાત્મતત્ત્વ જોડાયેલ છે– એને સાંગોપાંગ વિચાર કરતાં, આપણે સ્વલક્ષી ઉપાસના સાથે, પરમાત્મલક્ષી ઉપાસનાના મેળ કેવી રીતે બેસાડવા તે સબંધી એટલે કે સાધનાના લક્ષે પ્રાર્થનાનુ વ્યવહારુ (પ્રેકટીકલ) સ્વરૂપ કેવું હોય તે સમજી રહ્યા હતા. તે હવે આપણે એના અનુસંધાનમાં સ્વલક્ષી ઉપાસનાના la [૪૮]tion International
તત્ત્વદર્શનrary.org
For Private & Personal Use Only