________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથો
કહેવાય છે. (૩) જે આત્માએ, કર્મના આવરણોને સંપૂર્ણ નાશ કરી, પિતાના સ્વભાવગુણને પૂર્ણ વિકાસ કર્યો છેજે સિદ્ધ, બુદ્ધ અને મુકત થયેલ છે તે પરમાત્મા કહેવાય છે
એવું પરમાત્મતત્ત્વ દેહધારીમાત્રમાં પ્રચ્છન્નરૂપે રહેલું છે. પરંતુ ખાસ કરીને માનવદેહમાં જ એને યથાર્થ વિકાસ થઈ શકે છે. માનવજીવનનું એ જ અંતિમ દયેય કે લક્ષ્ય છે...પરંતુ જ્યાં સુધી માનવજીવનમાં રાગ, દ્વેષ અને મોહજન્ય અશુધ્ધિ કે આવરણ હોય ત્યાં સુધી તે જીવાત્મા, પરમાત્મતત્વને પામી શકતો નથી. એટલે જીવનના તમામ ક્ષેત્રમાં, શુદ્ધિ કરવા માટે બીજા શબ્દોમાં કહીએ તે આત્માના બધા પ્રદેશને શુદ્ધ કરવા માટે, અનુભવી પુરુષોએ પરિપૂર્ણ પર્થપાસના અથવા હેતુલક્ષી પ્રાર્થનાને પ્રયોગ નીચે મુજબ સમજાવ્યું છે :
શુદ્ધ-બુધ્ધ અને મુકત એવા પરમાત્મદેવ, મનથી અગેચર છે, બુદિધથી અગમ્ય છે. પરંતુ આત્મા પિતે “સ્વસંવેદ્યપદથી તેને પામી શકે છે–તેને અનુભવ કે સાક્ષાત્કાર કરી શકે છે. કારણ કે આત્માને પરમાત્મા સાથે એ ધાતુગત સંબંધ છે. શ્રી આનંદઘનજી મહાત્માએ એટલે જ કહ્યું :“એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ-*
ઋષભ જિનેશ્વર, પ્રીતમ માહરે રે તે એવું પરમાત્મપદ જે મહાપુરુષ, મહામાનવ કે તીર્થકરે પામી ગયા છે તેઓએ, પિતાને એ ધોરી માર્ગ કે પિતાની એ સાધના પદધતિ સમજાવતાં કહ્યું કે એ પરમાત્મતત્વના પાંચ મહાપદ છે: ૧. અરિહંત કે અઈનપદ, ૨. સિધ્ધપદ, ૩. આચાર્યપદ, ૪ ઉપાધ્યાયપદ, ૫. સાધુપદ. એ પંચ પદે પરમ ઈષ્ટ સ્વરૂપ છે, કારણ કે એ પંચપદોની સત્તામાં પરમ મંગળ સ્વરૂપ–પરમ કલ્યાણ સ્વરૂપ સહજભાવે રહેલ છે. માટે એ પંચપરમેષ્ઠી કહેવાય છે. જાણતા કે અજાણતા જીવમાત્રની ગતિ-પ્રગતિ એ મહાપદ તરફ જ થઈ રહેલ છે. જેમ મહાનદીઓ આડીઅવળી ફરી ફરીને એક મહાસાગરમાં જ વિરામ પામે છે તે જ પ્રકારે જીવમાત્ર ઉચ્ચ-નીચ ગતિમાં પરિભ્રમણ કરીને અંતે તે એ પંચપરમેષ્ઠિરૂપ પરમાત્મતત્વમાં અખંડ શાન્તિ અનુભવે છેઃ એ જ્ઞાની પુરુષને અનુભવબલ છે -
त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युનાગઃ વિ રિવgચ મુની! ઘરથાઃ |
ભકતામર સ્તોત્ર, શ્લેક-૨૩ હે મુનીન્દ્ર! પરમ યોગીપુરુષ-મહામુનિઓ તમને, અંધકારની આગળ સૂર્યના નિર્મળ તેજસ્વી પ્રકાશની જેમ પરમ પુરુષરૂપ-પુરુષોત્તમરૂપે માને છે-શ્રધે છે--વીકારે છે. એટલું જ નહિ પણ તમને સમ્યક્ પ્રકારે પામીને તેઓ મૃત્યુને જીતી જાય છે, અર્થાત્ અજર-અમર બની જાય છે. માટે તે સ્વામિન! તને પામવા સિવાય મોક્ષપદને બીજે કઈ કલ્યાણકારી માર્ગ નથીઃ વેદાંતનું તત્ત્વજ્ઞાન પણ આ જ વસ્તુનું સમર્થન કરે છેઃ
त्रयी सांख्य योगः पशुपतिमतं, वैष्णवमिदम् प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्याद् ऋजु-कुटिल-नानापथजुषाम्
नृणामेकोगम्यः त्वमसिपयसामर्णव इव ॥ પ્રસ્થાનત્રયી, સાંખ્ય, યોગ, શંકરમત, વૈષ્ણવ વગેરે બધા મતેઓ-પંએ, ભલે જુદી જુદી ભૂમિકાએથી પ્રથાન કર્યું હોય, એટલે કે પોતાના મતનું ઉત્થાન કર્યું હોય, પરંતુ એ બધાને માટે પિત–પિતાની પ્રકૃતિગત Jain ચિંતનીય વિચારધારા For Private & Personal Use Only
પાછા [૪૭]y.org