SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પસ્ય ગુરૂદેવ વિવ) પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ કરનાર મનની સત્તા ચાલે છે અને તે મનને દોરનાર બુદ્ધિનું તંત્ર છે. આમ પરસ્પરાવલંબી સત્તા ચાલે છે. પરંતુ એ બધાની ઉપર સર્વોપરિ સત્તા તે આત્મદેવ-ચૈતન્યદેવની છે. " - આમ અત્યાર સુધીના જીવનમાં સાધકે જોયું કે, જ્યાં સુધી વિવેકશક્તિ જાગ્રત થઈ ન હતી ત્યાં સુધી પિતે ઈન્દ્રિયે અને તેના વિષેના ઉપભેગમાં મન અને બુદ્ધિની સહાયથી જે સુખનો અનુભવ કરતો હતો તે ખરી રીતે પિકળ સુખ હતું. કાયમ ટકી ન શકે તેવું હતું, એટલે કે માત્ર સુખાભાસ હતું. પરંતુ હવે જેમ જેમ સદગુરુઓને-સતેને સમાગમ થતું જાય છે તેમ તેમ સમજાય છે કે આ બધા દશ્ય પદાર્થોથી પર, એટલે કે મન-બુદ્ધિ પણ જેને પામી ન શકે, સમજી ન શકે એવું અતીન્દ્રિય સુખ તે ખરેખર આત્માનું પોતાનું જ છે. એવું સુખ-એવો પરમાનંદ તે, એવા સદ્દગુરુ કે તેની પ પાસનાથી જ પામી શકાય. પરંતુ એ માટે પણ આખરે તે પોતાના આધારને કે અન્તઃકરણને નીરોગી અને કાર્ય ક્ષમ કરવું જોઈએ. કારણ કે આધારશુધિ, ભાવશુદિધ કે પરિણામશુદ્ધિ વગર અતીન્દ્રિય સુખને અનુભવ થવો અસંભવિત છે. તેથી એવી દુદયશુદ્ધિ કરવા માટે અનુભવી પુરુષોએ નીચે મુજબ ફરમાવેલ છે – समत्वं भज भूतेषु, निर्ममत्वं विचिन्तय । अपाकृत्य मनःशल्यं, भावधि समाश्रय ॥ -જ્ઞાનર્ણવહે સાધક, જે તારે ભાવશુદિધ-પરિણામશુધિ કે હૃદયશુધિ કરવી હોય તે આટલું જરૂર કરઃ ૧- પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ-મૈત્રીભાવ ધારણ કર. ૨-નિમમત્વદશા કેવી હોય તેનું ચિંતવન કર. ત્યારબાદ ૩– અંતરના શલ્યને (ત્રણ શલ્ય-માયા, નિયાણું અને મિથ્યાત્વ) દૂર ફેંકીને તું ભાવશુદ્ધિને આશ્રય લે, અર્થાત્ ભાવશુદ્ધિને પ્રાપ્ત કર. મતલબ કે ભાવશુદ્ધિ-પરિણામશુદિધ કરવા માટે ત્રણ વસ્તુ કરવાની હોય છે. એક તે જીવમાત્ર પ્રત્યે રાગ-દ્વેષ રહિત બનવું. એટલે કે સમભાવનું રસાયણ પીવું. આ કંઈ સહેલી વસ્તુ નથી. આ જીવમાં કંઈક જન્માન્તરેથી રાગ-દ્વેષને સંસ્કારે પડયા છે તે દૂર કરવા માટે “માત્મવત સર્વભૂતેષુ' એ સૂત્ર સિધ કરવું ઘટે. ત્યાર બાદ પરવસ્તુમાં જે મારાપણાનું આરોપણ થયું છે તે કેવી રીતે ખોટું છે એને નિશ્ચય કરીને મમત્વરહિત દશાનું ચિંતન કરવું અને છેલ્લે છેલ્લે આલેચના–નિંદના અને ગર્પણના ત્રિવિધ કાર્યક્રમના પ્રયોગથી, સુદીર્ધકાળથી હૃદયમાં ભેંકાયેલા ત્રણ શલ્ય (માયા, નિયાણું અને મિથ્યાત્વરૂપી શો) ને ખેંચી કાઢવામાં આવે તે જ ભાવશુદ્ધિ કે પરિણામશુધિ બની રહે. આવી ભાવધિ માટે, પેલી ચાર દૃષ્ટિને ય સાધકે છેઆવાળ વધવા માટે સ્વલક્ષી અને પરમાત્મલક્ષી ઉપાસના કરવાની હોય છે. સ્વલક્ષી– નિજલક્ષી એટલે આત્મલક્ષી અને પરમાત્મલક્ષી એટલે જે જીવે, દિધ-બુધ થઈ પિતાના સ્વરૂપને પામ્યા છે તે જીવોની વિશ્વચેતના (વ્યાપક ચેતના) સાથે પિતાની ચેતનાને તાર કે છેડો જોડવ અર્થાત્ પ્રાર્થનાના માધ્યમથી પરમાત્મા સાથે પિતાના અન્તઃકરણને જોડવું તે પરમાત્મલક્ષી ઉપાસના. આવી પર્ય પાસનાથી જ આત્મા ઉત્તરોત્તર દષ્ટિવિકાસ કરીને અતિમાનવ એટલે તીર્થકરના સર્વોચ્ચપદને પામે છે. ખરું જોતાં જેને આપણે પ્રતિકમણુ કહીએ છીએ તે સ્વલક્ષી ઉપાસના છે અને પરમાત્મલક્ષી ઉપાસના એટલે સર્વતભાવે પરમાત્મતત્વને આધાર લે છે. આ બેવડી પ્રક્રિયાને આપણે પરિપૂર્ણ પર્થપાસના રૂપે ઓળખીશું. પરિપૂર્ણ પપાસના હવે આપણે આ પરિપૂર્ણ પપાસનાને જરા ઊંડાણથી જોઈએ. પરમાત્મદેવ, એ આપણા આરાધ્ય દેવ છેઃ કારણ કે આપણે એટલે માનવમાત્રને નિશ્ચલ, અવિનાશી અને અખંડ આધાર એ પરમાત્મા છે. જૈન તત્વષ્ટિએ સ્થાભેદે ત્રણ પ્રકાર સમજાવ્યા છેઃ ૧-અહિરાત્મા, ૨-અંતરાત્મા, ૩–પરમાત્મા, (૧) જે આત્મા કે જીવ, કર્મના આવરણથી ઘેરાયેલ છે તે બહિરાત્મ કે જીવાત્મા કહેવાય છે. (૨) જે આત્મા, પિતાના વીર્યનેતેને સતેજ કરી, કર્મના આવરણને ભેદી, અંતર્મુખ થઈ પિતાના સહજ ગુણને વિકાસ કરે છે તે અંતરાત્મા Jain Edu[**] ternational તવદર્શary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy