SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ જેને ન્યાયુકત માન્યું... હાય વનને, જગતના ડાહ્યા માણસા વલણને લીધે સંપત્તિ આવે ધીર અને વીર પુરુષો, પોતાને જે સત્ય સમજાયું હોય કે પોતે તેમાંથી, અશમાત્ર ખસી જતા નથી કે પાછા હઠતા નથી. પછી પોતાના એ (નીતિનિપુણ માનવા) વખાણું કે નિન્દા કરે અથવા પોતાના એવા કે ચાલી જાય અથવા પોતાના નિશ્ચયને કારણે માત આજે જ આવતું હાય એટલે કે આજે જ પોતાના દેહનું બલિદાન દેવાના પ્રસંગ આવે કે લાંબા ગાળે માત આવે તો પણ એવા ધીર પુરુષો, પોતે સ્વીકારેલ ન્યાય કે સત્યને નીચે ઉતારતા નથી. અર્થાત્ સત્યને કે ન્યાયને ચાતરતા નથી. ટૂંકામાં આવી આવી કસાટીમાંથી પસાર થયેલા પુરુષા જ ખરા વીર હેાય છે. એવા માનવેા જ આત્મતત્ત્વને પામી શકતા હોય છે— શાશ્વત્ વસ્તુને અનુભવ કરતા હોય છે. એટલે જ કહ્યું છે:- નાડ્યમાત્મા યદીનેન જયંતે । શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ખળ વગર, માણસ આત્મતત્ત્વને પામી શકતા નથી-આત્માનો અનુભવ કરી શકતા નથી. આ દશાએ આવેલ માનવ, હવે આંતરખેાજ તરફ વળે છે. આપણે આગળ જોઈ ગયા તેમ આવે। માનવ સતત આત્મનિરીક્ષણ કરતા રહે છે. જેને વ્યવહારમાં પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તે ક્રિયા એને સહજ બની જાય છે. સાચું અને સ્થાયી સુખ આત્મદશામાં કેવું સ્વાભાવિક હોય છે તેને એવા જીવાને પરિચય થયા કરતા હોય છે, એટલે અંતઃકરણની શુધ્ધિ કેમ કરવી અને કેમ રાખવી એ એના જીવનનું લક્ષ્ય બની જાય છે. જેને આપણે મન, બુધ્ધિ, હૃદય અને ભાવ કહીએ છીએ તેજ અંતઃકરણ અથવા ચિત્ત કહેવાય છે. કાર્ય પરત્વે એના જુદા જુદા નામે વિદ્વાનોએ આપેલ છે. પરંતુ હકીક્તમાં હૃદયશુધ્ધિ કહો, ભાવશુધ્ધિ કહો કે ચિત્તશુધ્ધિ કે પરિણામશુધ્ધિ કહા-એ બધાં શબ્દો એક જ ભાવ અને અર્થના પ્રતિપાઢક છે. એ બધાના સર્વોપરિ જે આત્મદેવ તેના જ ગુણધર્મને વ્યક્ત કરનારા એ સાધના છે. કરણના અર્થ જ સાધન થાય છે. એટલે એ કરણા –સાધનામાં જેટલી ઊથુપ કે ખામી હોય તે પ્રમાણે જ આત્મગુણનુ પ્રકટીકરણ થતુ હોય છે. વર્તમાનકાળે આપણા એ અંતઃકરણા જેવા જોઈએ તેવા શુધ્ધ, કાર્યક્ષમ અને દુરસ્ત નથી હાતા, એટલે આત્માના ગુણને ખદલે એ સાધના દ્વારા, કપ્રકૃતિનો-માહનીય કર્મનો આપણા જીવનમાં આવિષ્કાર થાય છે....એટલે હવે જો માણસે આત્મગુણનું પ્રકટીકરણ કરવુ હાય તા, પોતાને મળેલા આ સાધનાને જાતે શુધ્ધ કરવા જોઈ એ...જ્ઞાનેન્દ્રિયા અને કર્મેન્દ્રિયા એ તે બહારના સાધનો છે, અર્થાત્ પેટા સાધના છે. અંતઃકરણ શુધ્ધ, નીરોગી અને કાર્યક્ષમ હાય તાજ બહારના કરા–સાધનો ખરાબર કામ આપી શકે. અહીં આપણે અંતઃકરણને જરા વિગતથી સમજી લઈએ. જૈન પરિભાષામાં ત્રણ કરણ અને ત્રણ ચાળની વાત ખૂબ પ્રસિધ્ધ છે. કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ કરણ કહેવાય છે, અને મન-વચન અને કાયા એ ત્રણને યાગ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રતિજ્ઞા કરવાની હોય ત્યારે આ ત્રણ કરણ અને ત્રણ ચોગના વિવિધ ભાંગાથી પચ્ચક્ખાણ લેવાય છે. અહી આ અર્થ અભિપ્રેત નથી. પરંતુ અહી તો કરણ એટલે સાધન એ અર્થમાં આ વાત સમજવાની છેઃ અંતઃકરણ એટલે અંદરનુ સાધન અને બાહ્યકરણ એટલે બહારનાં સાધન. વ્યવહારની ભાષામાં અંતઃકરણના આ જ અર્થ હોય છે. મન, બુદ્ધિ, હૃદય, ચિત્ત એ બધા, અંતઃકરણના જ જુદા જુદા નામેા છે. જૈન રિભાષામાં જેને મનાયેાગ, વચનયોગ અને કાયયોગ કહેવામાં આવે છે. તેમાં જ અંતઃકરણ અને બાહ્યકરણના સમુચ્ચયે સમાવેશ થઈ જાય છે. એટલે જ્યાં જ્યાં ક્ષેત્રવિશુદ્ધિ, હૃદયશુદ્ધિ કે ભાવશુદ્ધિની વાત આવે છે. ત્યાં આપણે આ જ અર્થ લેવા ઘટે. આ ભૂમિકાએ પહોંચેલા સાધકને, સત્સંગ અને સાંચનથી હવે એટલું તે સમજાયુ હોય છે કે ઈન્દ્રિયજન્ય વિષયસુખ કરતાં નિજસ્વરૂપનું એટલે કે આત્માનુ સુખ એના આનંદ કઈ અનેશ હોવા જોઈએ. સતા, ચોગિજના કે મહાપુરુષો એ સુખને જ અનુભવતા હોય એમ લાગે છે, ઈન્દ્રિયવિજ્ઞાનવાળા પ્રકરણમાં આપણે જોઈ ગયા ન્દ્રિયાન પાળ્યાદુઃ તેમ શરીરના માળખામાં, માળખુ પોતે તે આધારરૂપ છે, શરીરના બીજા અવયવેામાં પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયા વધુ ક્રિયાશીલ હાવાથી એ માળખા ઉપર ઈન્દ્રિયાની સત્તા ચાલે છે. ઈન્દ્રિયા ઉપર તેનુ સંચાલન ચિ’તનીય વિચારધારા Jain Education International For Private Personal Use Only [૪૫] www.jaine||brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy