SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ દીવાના તેજ જેવા પ્રકાશ, પ– પાંચમી સ્થિરાષ્ટિના રત્નની કાન્તિ જેવા પ્રકાશ, દ– છઠ્ઠી કાન્તાદૃષ્ટિના તારાની કાન્તિ જેવા પ્રકાશ, – સાતમી પ્રભાસૃષ્ટિના સૂર્યના જેવા તેજસ્વી પ્રકાશ અને ૮-આઠમી પરાષ્ટિનો ચંદ્રના જેવી શાન્ત–પ્રસન્ન-મધુરી રાશની જેવા પ્રકાશ સમજવા. અહી ગ્રંથકાર મહાત્માએ ‘દ્રષ્ટિના ખાસ અર્થ સમજાયેા છે. સદૂધાસંતોષોષોીિમિષીયતે' સતુ પ્રત્યેની અવિચળ શ્રધ્ધાપૂર્વક જે બેધ એટલે કે સમજ તેને અડી ‘દૃષ્ટિ' રૂપે સમજવાનું છે. આ આઠ દૃષ્ટિના શાસ્ત્રકારે (ગ્રંથકારે) મુખ્ય બે ભેદ પાડેલા છેઃ ૧- આઘષ્ટિ અને ર– યોગદ્યષ્ટિ, પ્રથમની ચાર ટિના ઘટષ્ટમાં સમાવેશ કરેલ છે અને પાછળની ચાર ષ્ટિને યોગષ્ટિ' તરીકે ઓળખાવેલ છે. ટૂંકામાં, દૃષ્ટિ એટલે સમજ અથવા ક્ષયાપશમજન્ય જ્ઞાનના પ્રકાશ. માનવજીવનમાં એના ગુણધર્મ એટલે કે માનવતા, પૂર્ણરૂપે પ્રકટેલી નથી હોતી ત્યાં સુધી માનવદેહમાં, એ લગભગ પશુવૃત્તિથી-આદ્યસ ંજ્ઞાથી જીવન જીવતા હાય છે. ખાવું-પીવું, હરવું-ફરવું વગેરે ક્રિયામાં તેમ જ વ્યકિતગત જીવનમાં કે સામૂહિક જીવનમાં, ધમાં કે કમાં એનુ જીવન ગતાનુગતિક રીતે ચાલ્યા કરતુ હોય છે એટલું જ નહિ પણ તમોગુણની બહુલતા હૈાવાથી, એવા જીવામાં વિચારશકિતના અભાવ હોય છે, એટલે એવા નીચલા થરના જીવનમાં કોઈ ચોક્કસ સમજ નહિ હોવાથી ગ્રંથકારની દૃષ્ટિએ, આ આડ દૃષ્ટિએ પૈકી એઘષ્ટિમાં પણ એની ગણતરી હેતી નથી. આપણે માનવજીવનની વિચારણા કરી ગયા. ત્યાં જણાવ્યું છે તે મુજબ, એવા માનવામાં જ્યારે વિચારશક્તિ ક્રિયાશીલ બને છે ત્યારથી એની સમજમાં ફેર પડતો જાય છે. એટલે ક્રમેક્રમે આગળ વધતા મિત્રા, તારા, અલા અને દીપ્રા દૃષ્ટિમાં જ્યારે તે પ્રવેશ કરે છે– એટલે કે તેની સમજશકિતની–જ્ઞાનના પ્રકાશની માત્રા વધતી જાય છે, ત્યારે પણ તે એષ્ટિવાળા માનવ કહેવાય છે. એટલે એક દૃષ્ટિએ વિચારીએ તો વાસ્તવિક જીવન જીવવાની સમજ હવે અહીથી શરૂ થાય છે. અને એજ જીવનનુ સંચાલકબળ બની રહે છે. એટલે કે પહેલી ચાર દૃષ્ટિ (મિત્રા, તારા, ખલા અને દીા) અનુક્રમે જીવનમાં જેમ જેમ પ્રગટતી જાય છે તેમ તેમ એવા માનવીના જીવનમાં એના સમગ્ર જીવનવ્યવહારમાં-ખૂબ પરિવર્તન થતુ આવે છે. એનું વિસ્તારથી વિવેચન એના મૂળ ગ્રંથ (યોગષ્ટિ સમુચ્ચય )માં ખૂબ સુંદર રીતે કરેલ છે. અહીં તે આપણે જરા આછે ખ્યાલ આપવાના પ્રયત્ન કરીશું. પ્રથમની ચાર દૃષ્ટિમાં આવેલ માનવી, એટલે કે દીપ્રાદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એવા માનવી, જગતનાં ખીજા માણસે કરતાં જુદા જ પ્રકારના દેખાઈ આવે છે. એનામાં, માનવતાના ગુણુ સારી રીતે ખીલેલે હાવાથી આંતરક જીવન અને બહારના જીવનને એનામાં સુમેળ હોય છે. ન્યાય, નીતિ, પ્રમાણિકતા, સ્વચ્છતા, પવિત્રતા, સરલતા, હિંમત, સાહસ, નિર્ભયતા વગેરે ગુણાને એ કોઈ પણ ભોગે ોખમાવતા નથી. વ્રત, પચ્ચક્ખાણ કે પ્રતિજ્ઞા કરી હોય કે ન કરી હોય તો પણ એવા અને માનવી, પશુત્તિને કોઈ સોગોમાં પોષણ આપતા નથી. કુટુમ્બમાં, સમાજમાં, ગામ કે નગરમાં એવા માણસ માલ જેવા ગણાતા હોય છે. એટલું જ નહિ પણ અંશે અંશે સત્સંગ કરી સત્પુરુષો કે સદ્દગુરુના પરિચયમાં તે આવે છે. પિરણામે સત્કથા કે સચ્ચારિત્ર સાંભળતાં સાંભળતાં એનું અંતઃકરણ વિકસિત થતુ હાય છે. એવા મહાપુરુષોના દર્શન-સમાગમથી એના હૈયામાં અપૂર્વ આનંદ થતા હાય છે. એની વિવેકબુધ્ધિ, પરમાર્થને પકડનારી બનતી જાય છે. માનવજીવનના ત્રણ પ્રકારમાં (ઉત્તમ-મધ્યમ અને કનિષ્ઠ) પણ આવા માનવા ઉત્તમ કોટિના હાય છે એટલે કે મહામાનવની શરૂઆત થતાં પહેલાં એવા જીવાને આત્મતત્ત્વની પ્રતીતિ થઈ જાય છે....પછી તે વિચાર કરીને જે નિર્ણય કરે તેને દઢતાથી વળગી રહેનારા–ટેકીલા બને છે. ખરા અર્થમાં જેને ધીર અને વીર કહેવામાં આવે છે એવા પુરુષોના ખમીરને રાજિષ ભતૃ હિરના અનુભવબેલ નીચે મુજબ ઓળખાવે છે: [૪૪] Jain Education International ધીર–વીરનું ખમીર निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव या मरणमस्तु युगान्तरे वान्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥ For Private Personal Use Only તત્ત્વદર્શન www.jamelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy