SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ફવિવચ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ આ રીતે આપણા માનવજીવનમાં, ધર્મતત્વની જ વિશેષતા છે. એ વિશે આપણે આગળ વિચારી ગયા તે મુજબ શરૂઆતમાં સામાન્ય ધર્મ-જ્યારે માણસમાં પ્રવેશ કરે છે ત્યારે તે વિવેકબુદ્ધિના સહારે કેવી રીતે આગળ વધતાં વધતાં અ૫ માનવમાંથી માનવ બને છે! એમાં ન્યાય-નીતિ-પ્રામાણિકતાના તો કેવી રીતે દાખલ થાય છે અને પછી જેમ જેમ તેવા છે, મહાપુરુષ કે સત્ પુરુષોના સંપર્કમાં આવે છે ત્યારે પિતાના જીવનમાં જે ખામી-ડ્યુટી કે ઊણપ હોય તે દેખાઈ આવે છે અને પછી સત્સંગ કરતાં કરતાં વિશેષ ધર્મની જિજ્ઞાસા જાગે છે. આ વિશેષ ધર્મ એ જ માનવજીવનનું સર્વસ્વ છે. એ ધર્મ પાળવાથી જ માણસને ખરી શક્તિ અને સાચું સુખ મળે છે. પરંતુ અહીં જ એના જીવનને રથ અટકી પડે છે. જાણવા છતાં–સમજવા છતાં એ “ધર્મનું આચરણ કરી શકતે. નથી. એનું શું કારણ? એનું રહુસ્ય સમજાવતાં મહાપુરુષોએ અને શાસકારોએ કહ્યું છે કે જ્યાં સુધી આપણને મળેલા સાધને મન-બુદ્ધિ-ચિત્ત વગેરે-એટલે કે અંતઃકરણ શુદ્ધ-નિમેળ ન થાય, ક્ષેત્રવિશુદ્ધિ ન થાય-ચિત્તશુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી આત્માને સહજ ગુણ પ્રગટી શકતા નથી તેથી બધા ક્રિયાકાંડે અનુષ્ઠાનોનું આ જ એક પ્રયોજન છે. એટલે જ કહ્યું છે કે : "ज्ञानस्य भक्तेः तपसः क्रियायाः, प्रयोजनं खल्विदमेकमेव । चेतः समाधौ सति कर्मलोपः, विशोधनादात्मगुणप्रकाशः॥ જ્ઞાનને માર્ગ, ભક્તિયોગ કે તપશ્ચર્યા કે કિયાગ અથવા કર્મો એ બધા માર્ગો અથવા સાધના પદ્ધતિને હેતુ માત્ર એક જ છે અને તે એ કે, તે તે માર્ગનું સેવન કરતાં કરતાં, ચિત્તવૃત્તિમાં સમાધાન બની રહે; ચિત્તની પ્રસન્નતા ઉપજે તો જ એ બધા લેખાના છે. ચિત્તપ્રસન્ન થયું- એટલે કે ચિત્તવૃત્તિમાંથી વિક્ષેપ નીકળી ગયે હોય તે એવું ચિત્ત (અંતઃકરણ) વિશુદ્ધ થયું ગણાય. એમ થવાથી આવરણભૂત તત્વને નાશ થયે છતે આત્મગુણને પ્રકાશ એ અંતઃકરણ દ્વારા થયા કરે. શ્રી આનંદઘનજી મહાત્માએ કહ્યું છે તેમઃ ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈને આતમ અપીએ રે, આનંદઘન પદ લેહ ગષભ જીનેશ્વર પ્રીતમ માહો રે. આમ ચિત્ત-પ્રસન્નતાની જ બલિહારી છે. ચિત્ત-મન-અંતઃકરણ આત્મામાં પર્યવસાન પામે છે, એટલે કે આત્મામાં વિરમે છે ત્યારે જૈન પરિભાષામાં આત્મા સંવરિત બને છે. અર્થાત્ કર્મ રજ આત્માને ચોંટતી અટકી જાય છે. પરિણામે આત્માને સહજ ગુણ જ્ઞાન- દર્શન આપે આપ પ્રગટે છે. આત્મગુણ (જ્ઞાન – દર્શન- ચારિત્રોનું પ્રકટીકરણ એ જ ધર્મનું અંતિમ લક્ષ્ય છે. અને હૃદય શુદ્ધિ-ચિત્તશુદ્ધિ સિવાય તેમ બની શકતું નથી. હવે આટલે દરજે આવેલો માનવ સત્સંગથી એટલું જરૂર સમયે હોય છે કે કઈ પણ પ્રકારે હૃદયાધિ કરવી એ જ પાયાની વાત છે. એની વિવેકશકિત પણ તેને એ વાત સમજાવે છે કે જે સુખ – શાન્તિ માટે હું બાહ્ય વસ્તુ કે બહારની સાધન-સામગ્રી ઉપર આધાર રાખતું હતું તે બરાબર ન હતી. ઉપરાંત જે જે એવા જી, સંતપુરુષે કે સદ્ગુરુઓની વધારે પર્યું પાસના કરતા રહે છે તેમ તેમ સુખ-દુઃખની સમજ પણ તેઓની બદલાતી રહે છે. એટલે કે એ વિષેના એના જૂના ખ્યાલે છૂટતા જાય છે અને નવી સમજ આકાર લેતી જાય છે. જીવનદષ્ટિ (મહામાનવની ભૂમિકા) વિવેકબુદ્ધિને જેમાં પરિપાક છે, એવા આગળ વધેલા માનવ, જ્યારે સંતપુરુષના સમાગમમાં આવે છે ત્યારે તેને ખબર પડે છે કે દુઃખ એ શી વસ્તુ છે? તેઓ વારંવાર સાંભળતા હોય છે - संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यक्विचारात् परमौषधं न । तदरोग-दुःखस्य विनाशनाय, सत्छास्त्रतोऽयं क्रियते विचारः॥ અર્થ : - સંસારના દુઃખ જે બીજે કઈ રેગ નથી અને તે રોગ કે, તે દુઃખને અંત લાવવા માટે સમ્યફ ચિંતનીય વિચારધારા [૩૩] ww.janelblary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy